દુનિયા ના વિચિત્ર માણસો વિષે જાણો

વિશ્વમાં વિચિત્ર પ્રકારના એવા લોકો છે, જેઓ સામાન્ય માણસોની જેમ ભોજન તો લે છે, પરંતુ તેમનુ ભોજન કંઇક વિચિત્ર જ હોય છે. કોઇક ઇંટ ખાય છે તો કોઇ કાંચનો ગ્લાસ, એવામાં લોકોને આશ્ચર્ય એ વાતનું થાય છે કે આ લોકો આવી વસ્તુઓ ખાવાને કારણે બિમાર કેમ નથી પડતા અને તેઓ આ બધુ ખાયને જીવી કઇ રીતે રહ્યાં છે? તાજેતરનો કિસ્સ શાહજહાંપુરની સુદામાદેવીનો છે. જે રોજ એક કિલો રેતી ખાય છે.

સુદામાદેવીના મિત્રોએ બાળપણમાં તેમની સમક્ષ રેતી ખાવાની શરત મૂકી હતી અને તેમણે રેતી ખાયને શરત જીતી પણ લીધી હતી. જોકે રેતી ખાવાની ટેવ હજીસુધી છુટી નથી. તેમણે લગ્નમાં પણ પોતાના માટે ભોજન તરીકે રેતી જ મંગાવી હતી. તેઓ કહે છે કે વર્ષોથી તેઓ રેતી ખાય છે પરંતુ તેમને કોઇ બિમારી નથી થઇ.

કાનપુરનો ગ્લાસમેન

If you eat 1 kg of sand of a mirror glass, this is a fantastic beings

કાનપુરમાં દશરથ નામનો વ્યક્તિ કાંચના ગ્લાસને દાંતથી તોડીને ખાય છે. આ અંગે ઘણા આંતરરાષ્ટ્રીય મીડિયાએ પણ તેની નોંધ લીધી છે. તેને મળવા માટે ઘણા પ્રવાસીઓ પણ આવતા રહે છે. તેના ગ્લાસ ખાવાને સમયે ઘણી ભીડ તેની આજુબાજુ જોવા મળતી રહે છે. તે છેલ્લા 15 વર્ષોથી આમ કરે છે. તે વિજળીનો બલ્બ પણ ખાઇ જાય છે. વ્યવસાયે તે એક માછીમાર છે.

કર્ણાટકનો ઇંટ ખાનારો વ્યક્તિ

If you eat 1 kg of sand of a mirror glass, this is a fantastic beings

કર્ણાટકનો 31 વર્ષિય પક્કિરપ્પા હુનાગાંડી 10 વર્ષની વયથી આખી ઇંટ ખાય છે. તે પોતાના બાળકોની સામે પણ આરામ કરે છે. તે દાવો કરે છે કે તેને કોઇ બિમારી નથી અને તે પોતાનો સામાન્ય ખોરાક છોડી શકે છે. પરંતુ ઇંટ ખાવાની ટેવ તે છોડી શકતો નથી.

પંજાબનો સુરિંદર કુમાર ખીલીઓ અને સિક્કાઓને સરળતાથી ખાઇ

If you eat 1 kg of sand of a mirror glass, this is a fantastic beings

પંજાબનો સુરિંદર કુમાર ખીલીઓ અને સિક્કાઓને સરળતાથી ખાઇ, જાય છે, તે પોતે એક હોટલ ચલાવે છે અને ત્યાં તેને આમ કરતા જોઇ શકાય છે. તે પાછલા 4-5 વર્ષોથી આમ કરી રહ્યો છે.

વિચિત્ર ભોજન ખાનારા લોકોમાં માત્ર ભારતીયો જ નહીં પરંતુ ઘણા વિદેશી લોકોનો પણ સમાવેશ થાય છે. આ વ્યક્તિને પણ રેતી ખાવાની ટેવ છે, જોકે આ વ્યક્તિનું નામ જાણી શકાયું નથી.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


15,361 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 5 = 4