કેસીનોના 5 સીક્રેટ્સ જે તમને કોઈ નહીં જણાવે

1_14226861471

કેસીનો, લક્ઝરી હોટલ, જુગાર, નાઇટ પાર્ટીનું નામ આવતા જ મગજમાં અમેરિકાનું લાસ વેગાસ શહેરનું નામ પહેલા આવે છે. લાસ વેગાસ અમેરિકામાં સૌથી વધુ સંખ્યામાં કસિનો ધરાવે છે. લાસ વેગાસ એ આશ્ચર્યજનક શહેર છે . ખાસ કરીને જ્યારે કેસીનોમાં જીતવાની વાત હોય ત્યારે એ વાત આશ્ચર્યજનક નથી કે તેના ઘણાં સીક્રેટ્સ પણ છે. સવાલ અને જવાબની ઇન્ટરનેટ સાઇટ ક્વોરા ડોટકોમ પર કેટલા લોકો આ વિશે મોઢું ખોલતા કેસીનો વિશે પાંચ એવી વાત જણાવી છે સામાન્ય રીતે કોઈ જણાવતું નથી. અહીં અમને તમને ક્વોરા ડોટકોમના આધારે બહાર આવેલ કેસીનોના 5 સીક્રેટ્સ જણાવવા જઈ રહ્યા છીએ.

2_142268614500

કેસીનોના 5 સીક્રેટ્સ

દારૂ પીને હાર પાક્કી

ઘણા પ્રવાસીઓ વેગાસમાં જુગાર રમવાની સાથે મફતમાં મળતી શ્રેષ્ઠ દારૂને યોગ્ય માનપાન તરીકે જોવે છે. જોકે જુગાર રમતા લોકોને દારૂ પીવડાવવો તે આ કેસીનોની એક સમજી વિચારેલી રણનીતિ હોય છે.

નેવાડામાં ઉછરેલ જોન મિક્સન કહે છે કે, દારૂનું સેવન તમારા નિર્ણય અને વિચારવાની શક્તિમાં ખલેલ પહોંચાડી શકે છે. જો તમે અહીં જીતવા માટે આવો છો તો તમારે નશો કર્યા વગર જુગાર રમવાની જરૂરત છે.

4_14226861521

કેસીનોનો દબદબો

ક્વોરા ડોટકોમ પર જવાબ આપનારા લોકોએ વારંવાર કહ્યું કે, દરેક ગેમ સમયે જુગારઘર કંઈને કંઇક ફાયદામાં રહે છે. પરંતુ તે અલગ અલગ રીતે હોય છે. કેલિફોર્નિયાના સોફ્ટવેર એન્જિનિયર ઇલિયા વેગમેન અને લાસ વેગાસના હોટલ મેનેજર જેન સેંગ માને છે કે, લોકપ્રિય ટેબલ ગેમ્સમાં ‘રુલેટ’ને જીતવું ઘણું મુશ્કેલ છે. ડબલ ઝીરો રુલેટ વ્હીલ્સ ગેમમાં કેસીનો લગભગ 5 ટકા ફાયદાની સ્થિતિમાં રહે છે.

મિક્સન કહે છે કે, લાસ વેગાસમાં નાના કેસીનોની રતમ અપેક્ષાકૃત સરળ હોય છે, પરંતુ તેઓ બધા સાથે સારા ડીલર હોવાનું જોખમ નથી લઈ શકતા. લાસ વેગાસ રહેવાસી ડોન ડોસન કહે છે કે, લાઇવ પોકરને છોડીને બાકી તમામ રમતમાં કેસીનો ફાયદાની સ્થિતિમાં હોય છે. આ એકમાત્ર એવી રતમ છે જેમાં કેસીનો સીધા જુગારીઓ પાસેથી રૂપિયા નથી લેતા. આ એકદમ તમે અને તમારા કૌશલ્ય પર નિર્ભર કરે છે કે તમે કેટલી રકમ જીતો છો કે હારો છો.

ગુમરાહ કરવાની યોજના

કેસીનોમાં પ્રવેશ્યા બાદ તમારે તમારો રસ્તો જાતે જ શોધવાનો હોય છે અને આ ઘણું પડકારરૂપ કાર્ય હોય છે. વેગમેન કહે છે કે, કેસીનોના ફ્લોર પર એવી રીતની ડિઝાઇન કરવામાં આવે છે કે બહારનો રસ્તો સરળ ન હોય. કેસીનોમાં તમે એટલા માટે ખોવાઈ જાવ છો કારણ કે કેસીનો ઇચ્છે છે કે તમે ખોવાઈ જાવ. પછી તમે બીજું કંઈપણ વિચારો તે પહેલા ખાલી મશીન પર બેસી જાવ છો અને જુગાર રમવા માટે કેટલીક રકમ દાવ પર લગાડી દો છો.

08-Clocks11

કેસીનોમાં ઘડિયાળ નથી હોતી

કેસીનો ઇચ્છે છે કે તમે ખોવાયેલા રહો, માટે કેસીનોમાં તમને ક્યાંય પણ ઘડિયાળ નજર નહીં આવે. લાસ વેગાસ રહેવાસી ગેરિક સાઇટો કહે છે કે, તેઓ નથી ઇચ્છતા કે તમે કહો – મને મોડું થઈ રહ્યું છે, ઘણું થયું, હવે નીકળીએ. જેટલો સમય તમે રમશો, એટલી જ સંભાવના છે કે તમે રૂપિયા દાવ પર લગાડશો.

casinoonline38-122

જીતો  અને નીકળો

ક્વોરા ડોટકોમ પર જવાબ દેનારા મોટા ભાગની વ્યક્તિનું માનવું છે કે રૂપિયા જીતીને ઘરે લઈ જવાનો એકમાત્ર ઉપાય એ છે કે જો તમે કોઈ બાજી જીતી જાવ છો તો રમવાનું બંધ કરીને નીકળી જાવ. મિક્સન કહે છે કે, તમે જેટલો સમય વેગાસમાં રહેશો, સંભાવના છે કે તમે કુલ મળીને એક અથવા બે વખત જીતશો, તમે જીતો છો તો બસ ઉભા થાવ અને બહાર નીકળી જાવ. જો તમે એવું નહીં કરો તો નિશ્ચિત જ તમે વ્યાજ સમેત તમામ રકમ ત્યાં ગુમાવી બેઠશો. ગુજરાતીમાં કહેવત છે કે એવો ઘાટ ઘડા, કે હારેલો જુગારી બમણું રમે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,560 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − = 2

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>