સામગ્રી
* 450 ગ્રામ સેવૈયા
* 4 કપ પાણી
* 3 કપ ખાંડ
* 1/2 કપ ઘી
* 1 ચપટી કેસર
* 1 ચપટી ઈલાયચી પાવડર
* 1 ચપટી કપૂર
* કાજુ
રીત
સૌપ્રથમ એક જાડા તળિયાવાળી કડાઈમાં ઘી ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં સેવૈઈ ઉમેરીને સાંતળો. લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો. સેવૈઈ સંતળાય જાય એટલે તેને એકબાજુ કાઢીને મૂકી દો.
ત્યાર બાદ એ જ કડાઈમાં થોડું ઘી લઈને કાજુને પણ સાંતળી દો. કાજુને પણ લાઈટ બ્રાઉન રંગના થાય એ રીતે સાંતળી લો. હવે બીજા એક પેનમાં પાણી ગરમ કરો.
પાણી ઉકળવા લાગે એટલે તેમાં સાંતળેલી સેવૈયા ઉમેરીને બરાબર મિક્ષ કરો. સેવૈયાને ચઢવા દો. બરાબર ચઢી જાય એટલે તેમાં ખાંડ, ઘી, કાજુ અને કેસર ઉમેરીને બરાબર મિક્ષ કરો.
ધીમા તાપે ચઢવા દો. ખાંડ બરાબર ઓગળી જાય અને બધી જ સામગ્રી એકરસ થઈ જાય ત્યાં સુધી ચઢવા દો. ત્યાર બાદ ગેસ બંધ કરી દો. ઈલાયચી પાવડર અને કપૂર ઉમેરીને બરાબર મિક્ષ કરીને ગરમા-ગરમ સર્વ કરો.
સૌજન્ય
રસોઈની રાણી