કેવા પણ પીળા દાંત હોય, આ રીતે કરો ચકચકિત, બચો આટલી વસ્તુઓથી

What have yellow teeth, and polished in this way, avoid such things

તમારા દાંત માત્ર હસવા કે ભોજન ચાવવામાં જ મદદ કરે છે તેવું નથી પણ તે તમારા લૂકને પણ ચેન્જ કરી શકે છે. દાંતમાં પીળાશ કોઈની પણ સુંદરતાને ઓછી કરી શકે છે. સારા અને સફેદ દાંત વ્યક્તિત્વને ચાર ચાંદ લગાવી શકે છે. તો દાંત જો વાંકા-ચુકા કે પીળા હોય તો ખૂબ જ આકર્ષક ચહેરો પણ સુંદર નથી લાગતો.

ખાસ કરીને જ્યારે કોઈ છોકરી લિપ્સટિક લગાવે છે અને તેના દાંત પીળા હોય તો ચેહેરો જોવામાં ખૂબ જ ખરાબ લાગે છે, પરંતુ તેનાથી પરેશાન થવાની જરૂર નથી. જો તમે પણ પોતાના દાંતને ચમકાવવા અને સફેદ બનાવવા માગતા હોવ તો લીંબુનો ઉપયોગ કરો. તેના ઉપયોગથી પીળા દાંત પણ સફેદ અને ચમકદાર બની જાય છે.

રોજ આટલુ કરોઃ

  • રોજ બે વાર બ્રશ કરો. બ્રશ કર્યા પછી લીંબુના રસમાં થોડું પાણી મેળવીને દાંત ઉપર મસાજ કરો.
  • સૂકાયેલ લીંબુની છાલને પીસીને પાવડર બનાવી લો. તેને દિવસમાં એકવાર દાંત ઉપર ઘસવામાં ઉપયોગ કરો. દાંત ચમકવા લાગશે.
  • લીંબુના રસ અને બેકિંગ સોડા એકીસાથે મિક્સ કરીને પેસ્ટ બનાવી લો અને તેનાથી દાંત ઉપર બ્રશ કરો. દાંતની પીળાશ દૂર થઈ જશે.
  • એક ચમચી લીંબુના રસને લઈને તેમાં અડધી ચમચી મીઠું મેળવો અને તેનાથી દાંતનું માલિશ કરો. દાંત એકદમ સાફ થઈ જશે.

What have yellow teeth, and polished in this way, avoid such things

શાકભાજીઃ-

જે શાકભાજીમાં વિટામીન એ વધુ જોવા મળે છે, તે દાંત માટે ખૂબ જ લાભદાયક હોય છે. ઉદાહરણ માટે બ્રોકલી, કોળુ અને ગાજર વધુ ખાવાથી દાંત અને પેઢાની કુદરતી સફાઈ અને મસાજ થાય છે. આ શાકભાજી દાંતને સફેદ અને ચમકદાર બનવા રાખે છે.

What have yellow teeth, and polished in this way, avoid such things

ફળ ખાઓઃ-

ક્યારેક-ક્યારેક ઊતાવળમાં સારી રીતે બ્રશ ન કર્યું હોય ત્યારે દાંત ઉપર પીળા ધબ્બા બની શકે છે. એવી વખતે જો તમે દાંતને એકદમ સફેદ બનાવવા માગતા હોવ તો રેશાદાર ફળોનું સેવન કરો. રેશાદાર ફળોનું સેવન કરવાથી દાંત સફેદ થાય છે અને દાંતમાં ફસાયેલ અન્નના કણ બહાર નિકળી જાય છે.

આનુવંશિક કારણોઃ-

ઘણીવાર આનુવંશિક કારણોથી પણ દાંત પીળા પીળા થાય છે. જો કોઈ વ્યક્તિના દાંત આનુવંસિક રીતે પીળા હોય તો તેને સફેદ કરવા માટે કોઈપણ પ્રકારના ઘરેલુ નુસખા કારગર સાબિત થતા નથી.

What have yellow teeth, and polished in this way, avoid such things

આ વસ્તુઓથી દૂર રહોઃ-

ચા, કોફી અને માઉથ વોશ, ત્રણેય ઘણીવાર દાંતમાં પીળાશનું કારણ હોયછે. આ પીળાશને દૂર કરવા માટે જરૂરી છે કે વધુ માઉથ વોશનો ઉપયોગ ન કરો. વધુ ચા કે કોફીનું પણ સેવન ન કરો.

સ્ટ્રોનો યૂઝ કરોઃ-

જ્યારે પણ કોઈ રંગવાળી ડ્રિન્ક્સ જ્યૂસ કે કોઈ અન્ય કોલ્ડ ડ્રિન્ક્સ પીઓ તો સ્ટ્રોનો ઉપયોગ કરો. સ્ટ્રોનો ઉપયોગ કરી કોલ્ડ ડ્રિન્ક્સ પીવાથી દાંત ઉપર પીળા ધબ્બા નથી પડતા અને ડ્રિન્ક્સમાં રહેલા કલર પણ દાંત ઉપર અસર નથી કરતા.

What have yellow teeth, and polished in this way, avoid such things

બ્રશ બદલવાનું ધ્યાન રાખોઃ-

ખૂબ જ લાંબા સમય સુધી એક જ બ્રશનો ઉપયોગ કરવાથી પણ દાંતને નુકસાન પહોંચે છે. દાંતના ઈનેમલને સ્વસ્થ બનાવી રાખવા માટે મુખના ઓરલ ઈન્ફેક્શનથી બચાવવા માટે દર મહિને બે વાર પોતાનું બ્રશ ચેન્જ કરો.

દાંતને સફેદ બનાવવાનારો ઈલાજઃ-

દાંતને સફેદ કરવા માટે ઈલાજ ત્યારે જ કરાવો જ્યારે બધા જ ઘરેલુ ઉપાય તમારા દાંતને સફેદ અને ચમકદાર ન બનવી શકે, કારણ કે દાંતને સફેદ કરનાર ઈલાજ થોડો નકારાત્મક અસર પણ કરે છે.

એન્ટી બાયોટિકનો ઉપયોગઃ-

જો તમે ખૂબ જ વધુ એન્ટીબાયોટિકનો ઉપયોગ કરી રહ્યા હોવ તો જરા સાવધાન થઈ જાઓ, કારણ કે વધુ એન્ટીબાયોટિકનો ઉપયોગ દાંતના ઉપરના આવરણન વધુ નુકસાન પહોંચાડે છે અને દાંત ઉપર પીળા ધબ્બા પણ પડી શકે છે.

What have yellow teeth, and polished in this way, avoid such things

સ્ટ્રેસથી બચવુઃ-

જી હા, તમને સાંભળીને કદાચ આશ્ચર્ય થાય, પરંતુ શરીરનું મેટાબોલિઝમ જો ગડબડવાળું હોય તો દાંતના રંગ ઉપર તેન અસર પડી શકે છે. જો શરીરનું મેટાબોલિઝમ અનિયમિત થઈ ગયું હોયતો દાંત ઉપર પીળા ધબ્બા પડી જાય છે અને મેટાબોલિઝમના અનિયમિત થવાને લીધે સ્ટ્રેસ પણ થઈ શકે છે એટલે સ્ટ્રેસથી પણ બચવું જોઈએ.

મિંટનો ઉપયોગ કરોઃ-

દાંતને સફેદ અને ચમકદાર બનાવવા માટે ફુદીનાના પાન ચાવો અને રોજ વધુ મીન્ટ વાળું ટુથપેસ્ટ ઉપયોગ કરો. વધુ મીન્ટવાળું ટુથપેસ્ટ કરવાથી દાંત સફેદ થઈ જાય છે.

What have yellow teeth, and polished in this way, avoid such things

ડેરી પ્રોડક્ટ્સઃ-

ડેયરી પ્રોડક્ટ્સનું સેવન દાંતને મજબૂત બનાવે છે અને દાંતથી બીમારીઓને દૂર રાખે છે. ચીઝ અને દૂધથી બનેલી અન્ય કઠોર વસ્તુઓ દાંતની સફાઈ માટે વધુ મહત્વની હોય છે.

સરસિયાનું તેલ અને મીઠું.-

સરસિયાના તેમાં થોડું મીઠું મેળવીને પેસ્ટ બનાવી લો અને દાંત અને પેઢા ઉપર મસાજ કરો. દાંત સફેદ થવા લાગશે અને પેઢા મજબૂત બનશે. આ નુસખો અપનાવવાથી લોહી આવવાની સમસ્યા પણ બંધ થઈ જાય છે.

What have yellow teeth, and polished in this way, avoid such thingsસૌજન્ય
દિવ્ય ભાસ્કર

સીસમના બીજઃ-

સીસમના બીજ પેઢાને મજબૂત બનાવે છે અને બ્લીડીંગ ગમની સમસ્યામાં પણ ખૂબ જ ફાયદો થાય છે. તેમાં કેલ્શિયમ ખૂબ જ મોટી માત્રામાં જોવા મળે છે. સનફ્લાવર સીડ્સ પ્રોટીન અને ફાયબરની સાથે વિટામીન ઈ, મિનરલ્સ અને મેંગનેશિયમ વગેરે ભૂરપૂર માત્રામાં જોવા મળે છે. સનફ્લાવર કે સૂરજમુખી અને સીસમના બીજને ચાવવાથી દાંતને અનેક પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જાય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


8,887 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 3 = 8

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>