મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની મેચ દરમિયાન એક ટ્વીસ્ટ આવ્યો ત્યારે કેરોન પોલાર્ડ અને ક્રિસ ગેઈલની વચ્ચે ઝગડો થયો અને અમ્પાયરે કેરોન પોલાર્ડને ચુપ રહેવા કહી દીધું. જો કે કેરોન પોલાર્ડ ચૂપચાપ રહે તેવો તો નથી, એટલે જયારે ફિલ્ડીંગનો વારો આવ્યો ત્યારે પોલાર્ડ પોતાના મોં પર ટેપ લગાવીને આવ્યો.
આ તો પોલાર્ડને બળવો બતાવવાનો માર્ગ હતો, પરંતુ હિન્દુસ્તાનમાં કેટલાક એવા મહાનુભાવો છે. જેમણે પોલાર્ડની જેમ પોતાના મોં પર ટેપ લગાવી દેવી જોઈએ. બળવો બતાવવા નહિ, પણ પોતાનો બકવાસ બંધ કરવા માટે.
રાખી સાવંત
રાખી સાવંતની તો વાત જ શું કરવી. જયારે પણ પોતાનું મોં ખોલે ત્યારે કચરા જેવું જ બોલતી હોય. જેમકે હાલમાં જ રાખી સાવંતે કહ્યું હતું કે સની લિયોનને પોતાના દેશમાં મોકલી દેવી જોઈએ અને પોતાની તુલના જેનિફર લોપેઝ સાથે કરવા માંડી. તેથી રાખીએ મહેરબાની કરીને પોતાના મોં પર ટેપ લગાવી દેવી જોઈએ.
KRK ઉર્ફ કમલ આર ખાન
આ ભાઈ તો અજૂબા જેવો છે. દેશદ્રોહી જેવી વાહિયાત ફિલ્મ બનાવીને તે હવે બીજાના ફિલ્મની સમીક્ષા કરે છે અને ટ્વીટર પર જે ગંદકી ફેલાવી છે તે તો મગજનું દહીં કરી દે. પોતાનું તો કઈ સ્ટેટસ નથી અને બીજા લોકોને #2RupeesPeople કહે છે. આના મોં પર તો મોટી ટેપ લગાવવી જોઈએ.
રાહુલ ગાંધી
રાહુલ ગાંધી દેશનિકાલથી પાછા આવી ગયા છે. આટલા દિવસોથી તે બેંગકોક માં ‘યોગ’ કરતા હતા. પહેલી વાત તો એ કે યોગ કરવા માટે કોઈ બેંગકોક જાય? રાહુલ ગાંધીએ પોતાના ભાષાણોથી ટીવી ઇન્ટરવ્યૂમાં અને સભાઓમાં ખુબજ કચરો ફેલાવી દીધો હતો. તેથી રાહુલ ગાંધીએ મોં પર ટેપ લગાવવી જોઈએ.
મીકા સિંહ
મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝમાં ‘બેડ બોય’ મીકાએ ફક્ત પોતાના મોં પર જ નહિ, હાથો પર પણ ટેપ લગાવી દેવી જોઈએ. મોં પર તો કેમ એ તમે જાણો જ છો પણ હાથોમાં એટલા માટે કે તેમણે એક સ્ટેજ શો દરમિયાન એક ડોક્ટરને તમાચો માર્યો હતો. હવે ડોક્ટરની સારવાર કોણ કરશે?
સોનમ કપૂર
બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરને ‘સ્ટાઇલ ડીવા’ કહેવામાં આવે છે. પણ, આના શબ્દોમાં સ્ટાઇલની થોડી કમી છે. ‘કોફી વિથ કરન’ ના એક એપિસોડમાં તેણે કહ્યું હતું કે તે ૨૦ વર્ષની ઉમરમાં જ આઇકોન બની ગઈ છે, બાકીના ૪૦ વર્ષ પછી આઇકોન બનશે કે મર્યા પછી. ખૂબસૂરત, I Hate Love Story, મોસમ, આયેશા, પ્લેયર્સ અને ઘણી બધી ફ્લોપ ફિલ્મ્સ આપ્યા પછી પણ સોનમ પોતાની જાતને આઇકોન માનતી હોય તો આના મોં પર ટેપ લગાવી જ જોઈએ.
આલિયા ભટ્ટ
‘કોફી વિથ કરન’ શો માં આલિયાને પૂછવામાં આવ્યું કે ભારતના રાષ્ટ્રપતિ કોણ છે, ત્યારે તેણે કહ્યું કે પૃથ્વીરાજ ચૌહાણ. હવે, આની આગળ શું કહેવું?
દીપિકા પાદુકોણ
દીપિકાની ખૂબસૂરતી અને અભિનયમાં કોઈ શક નથી. પરંતુ હાલમાં જ આવેલ તેનો વીડીઓ #MyChoice માં તેમણે કઈ ખુબજ બકવાસ કર્યો હતો. જેના કારણે તેમના મોં પર ટેપ લગાવવી જરૂરી છે.