કેમ પવિત્ર માનવામાં આવે છે ગાયના છાણ અને ગૌમૂત્રને….

freshly laid cow dung_0

હિંદુ ધર્મના ગ્રંથ અનુસાર ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ થાય છે. તેથી ગાયને પવિત્ર પશુ માનવામાં આવે છે અને તેનું પૂજન કરવામાં આવે છે. હિંદુઓ માં જયારે પણ કોઈ શુભ કાર્ય જેમકે કોઈના લગ્ન કરવાના હોય તો પંડિત વિધિઓ કરતા સમયે છાણને સળગાવે છે એમ અલગ અલગ રીતે વપરાય છે.

શાસ્ત્રો અનુસાર ગાયના મુખવાળા ભાગને અશુદ્ધ અને પાછળના ભાગને પવિત્ર માનવામાં આવે છે. ગાય માતા ના ગોબરમાં લક્ષ્મી દેવીનો વાસ થાય છે. તેથી તેને પવિત્ર માનવામાં આવે છે. ગાયના ગોબરમાં અને ગૌમૂત્રમાં ઔષધિય ગુણ રહેલ છે, જે વિભિન્ન રોગોને મટાડવામાં સહાયક છે.

ગાયનું ગૌમૂત્ર અને ગોબર એટલું બધું શક્તિશાળી છે કે તે યકૃત, શ્વસન અને અસાધારણ રોગોને મટાડવાની ક્ષમતા ઘરાવે છે. જયારે લોકો છાણને સળગાવે છે ત્યારે તેને ઘુમાડો જ્યાં સુધી ફેલાય તે જગ્યાએ વાતાવરણ શુદ્ધ અને પવિત્ર બને છે.

208

આના ધુમાડાને જો ઘરમાં કરવામાં આવે તો ઘરમાં સકારાત્મકતા આવે છે. આ કારણે પણ આને પવિત્ર માનવામાં આવે છે. જો ગાય તેના બચ્ચાને દૂધ પીવડાવતુ હોય એવું જોવા મળે તો શુભ માનવામાં આવે છે.

ભારતમાં ઘણા લોકો આને પવિત્ર માનીને પીવે પણ છે. કારણકે આને ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આનાથી ઘણા બધા રોગો નષ્ટ થાય છે. ગાયના મૂત્રમાં 24 પ્રકારના આયુર્વેદીક તત્વો મળી આવે છે.

નવગ્રહોમાં સૂર્ય, ચંદ્ર, મંગળ, રાહુ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, કેતુની સાથે વરુણ, વાયુ આદિ દેવતાના યજ્ઞમાં આપવામાં આવતી આહુતિને ગાયના શુદ્ધ ધી થી આપવાની પરંપરા છે. જેથી સૂર્યના કિરણોને વિશેષ ઉર્જા મળે. ગાયને પવિત્ર માનવાનું આ પણ વિશેષ કારણ છે.

તમને જાણીને નવાઈ લાગશે કે આફ્રિકાના સાઉથ સુડાનમાં રહેતી ‘મુદારી જનજાતિ’ ની જીવનરેખા પશુઓ પર ટકેલી છે. તેથી આ લોકો બીમારીઓથી બચવા માટે છાણનો લેપ શરીર પર લગાવે છે અને ભીષણ ગરમીથી પોતાના શરીરની રક્ષા કરવા માટે ગૌમૂત્ર થી ન્હાય પણ છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,843 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 2 = 4

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>