કેચઅપ સાથે જોડાયેલ રસપ્રદ વાતો

Ketchup

સામાન્ય રીતે આપણે સમોસા, પકોડા, નુડલ્સ અને અન્ય વસ્તુમાં કેચપનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આપણે લારી, રેસ્ટોરાં કે હોટલમાં જે ટોમેટો કેચઅપનો આંગળીથી ચાટીને સ્વાદ માણીએ છીએ. જો કેચપ ન હોય તો ફાસ્ટફૂડ ખાવું થોડું ફિક્કું લાગે છે. રોજ-બરોજ માં ઉપયોગી એવા કેચપ વિશે થોડી રસપ્રદ વાતો…

ચીનના લોકો અનુસાર કેચઅપનો ઇતિહાસ 17 મી સદીની આસપાસ છે અને ત્યારે જ મળવાની શરૂઆત થઇ હતી. ચીનની અમુક કહાનીઓ અનુસાર મસાલેદાર માછલીની સાથે કોઈ ‘ચાપ’ નામના પદાર્થનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ મલય સંશોધકોની વાત માનીએ તો ટેબલ સોસને 18 મી સદીમાં સિંગાપુર અને મલેશિયામાં સૌપ્રથમ વખત બનાવવામાં આવ્યો હતો.

ઈતિહાસમાં સૌપ્રથમ વાર ટોમેટો કેચઅપ ‘સેન્ડી એડિસનને’ બનાવ્યો હતો, જેણે અમેરિકાની ‘કુકબુક’ માં લોકો દ્વારા સારા કોમ્પલીમેન્ટ મળ્યા હતા.

કેચઅપ નું નામ પહેલા ‘કેકેપ’ હતું. ત્યારબાદ અંગ્રેજી ભાષામાં ‘કેચઅપ’ શબ્દ વિકસિત થયો. જોકે, ઇંગલિશ સંશોધન અનુસાર કેચઅપ શબ્દનો પ્રયોગ 1690 માં ઉત્તર અમેરિકાની ડીક્ષનરીમાં થયો હતો.

યુનાઇટેડ કિંગડમ માં 18 મી સદીમાં પકવાનોમાં કેચઅપનો ઉપયોગ શરુ થયો હતો. ત્યારબાદ અંગ્રજી પુસ્તકમાં આના વિશે ઘણા લેખો લખવામાં આવ્યા હતા.

શું તમને ખબર છે કેચઅપ બનાવવા માટે સૌપ્રથમ મશરૂમનો ઉપયોગ કરવામાં આવતો હતો અને ઘણા જ સમય બાદ ટામેટા કેચઅપ બનાવવામાં આવ્યો. જયારે કેચઅપની બોટલનું અસ્તિત્વ ન હતું ત્યારે પંપની જગ્યાએ કેચઅપને કાગળનો રોલ બનાવીને સર્વ કરવામાં આવતો હતો. કલરે કલરના કેચઅપ બનાવી તેનો ઉપયોગ 2000 માં ‘હેઇન્ઝ ઇઝેડ’ નામના વ્યક્તિએ કર્યો હતો.

151767406.ggAW3zUb.241C7451

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


9,209 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 − = 1

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>