કુતરાઓની આ અજાણી વાતો જાણી તમારા ફ્રેન્ડ્સને જણાવવા તમે ઉતાવળા થશો!

cute-dogs-and-puppies-wallpaper-2

કહેવામાં આવે છે કુતરા માં સાચી લોયલ્ટી તમે જોઈ શકો. અને આજ કારણે કદાચ લોકો પોતાના ઘરોમાં પાલતું જાનવરોને તરીકે કુતરા ને રાખવાનું પસંદ કરે છે. જયારે પાલતું જાનવરોને ઘરમાં રાખવાની વાત આવે ત્યારે સૌપ્રથમ લોકો કુતરાને જ રાખે અને પછી બિલાડીને.

આને ઘરમાં રાખવાનો મોટો ફાયદો એ છે કે તે પોતાના માલિકના આદેશાનુસાર વર્તે છે અને ડીસીપ્લીન માં પણ રહે છે. ઠીક છે, ચાલો જાણીએ આના વિષે એવી વાતો જે તમે નથી જાણતા…

*  મનુષ્યો એ લગભગ ૩૦ હજાર વર્ષ પહેલા જ પાલતું કુતરા ને પોતાની સાથે રાખવાનું શરુ કર્યું હતું.

*  કુતરાઓ માનવીને સુંધીને જ તેને થયેલ કેન્સર, ડાયાબિટીસ અને અન્ય બીમારીઓ જાણી શકે છે.

*  જયારે કુતરાઓ જે ગાડીના ટાયર પર પેશાબ કરી ચુક્યા હોય ત્યારે તે ગાડી બીજી શેરીમાંથી પસાર થઇ રહી હોય તો પણ તે તેની દુર્ગંધ ઓળખી જાય છે. કદાચ આજ કારણ છે કે કુતરાઓ ગાડીની પાછળ દોડે છે.

*  કુતરાઓ ના નાક ની પ્રિન્ટ એટલી જ unique હોય છે જેટલી એક મનુષ્યની ફિંગરપ્રિન્ટ.

*  કુતરાઓ ૧૦ પ્રકારનો અલગ અલગ અવાજ કાઢી શકે છે.

*  કુતરાઓ પણ માનવીની જેમ રાઈટ હેન્ડેડ અને લેફ્ટ હેન્ડેડ હોય છે. મતલબ કે તેઓ પણ ડાબા અને જમણા હાથ થી કામ કરવા ટેવાયેલ હોય છે.

*  એક સમયે કુતરાઓ અને ભેડિયા ના પૂર્વજો એકજ હતા. તેથી જ તો બંનેનું DNA ૯૯.૯ % મળે છે.

*  જે રીતે માનવીનું લોહી ચાર પ્રકારનું હોય છે તેમ જ કુતરાનું ૧૩ પ્રકારનું.

*  ‘પીટ બુલ’ નામના કૂતરાની પ્રજાતિ સૌથી ખતરનાક માં ખતરનાક હોય છે. દુનીયાભરના ઘણા દેશોમાં આ કુતરાને રાખવાની મનાહી છે. જોકે અમેરિકા આને રાખે છે. ૨૦૧૪ માં ફક્ત પીટ બુલના હુમલાને કારણે ૨૨ લોકોનું મૃત્યુ થયું હતું. દુનિયાના ૧૦ સૌથી ખતરનાક કૂતરામાં આ કુતરાનું સ્થાન ૧ નંબરે છે.

*  કુતરા ની આંખની રોશની વધુ છે. પણ મનુષ્યો થી વધુ રંગહીન નહિ.

*  જો કુતરો ચોકલેટ ખાય તો તેનું મૃત્યુ થાય.

*  અંતરીક્ષમાં જનાર સૌપ્રથમ જો કોઈ જાનવર હોય તો તે છે કુતરો (રશિયાનો). આ કુતરાનું નામ ‘લૈકા’ છે. જોકે વધારે અંતરીક્ષ યાન ની ગરમીને કારણે તેનું મૃત્યુ થયું.

*  ગ્રીક અને બુલ્ગારિયા માં એક વિશ્વયુદ્ધ ફક્ત એટલા માટે જ લડવામાં આવ્યું હતું કે ગ્રીકનો કુતરો બુલ્ગારિયા ની બોર્ડર પાર કરી ગયો હતો.

*  ચીનમાં દરરોજ ૩૦ હજાર કુતરાને માંસ અને ચામડી માટે કાપી નાખવામાં આવે છે.

*  સમગ્ર દુનિયામાં ૪૦ કરોડ કરતા પણ વધુ કુતરા છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


8,981 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 9 = 45

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>