સામગ્રી
* ૧૧/૪ કપ મેંદાનો લોટ,
* ૧૧/૨ ટીસ્પૂન બેકિંગ પાવડર,
* ૧/૨ ટીસ્પૂન બેકિંગ સોડા,
* ૩/૪ કપ કંડેન્સ મિલ્ક,
* ૪ ટીસ્પૂન મેલ્ટ કરેલ બટર,
* ૩ ટીસ્પૂન રેડીમેડ ઓરેન્જ જ્યુસ,
* ૨ ટીસ્પૂન ઓરેન્જ માર્મ્લેડ,
* ૧ ટીસ્પૂન વેનીલા એસેન્સ,
* ૨ ટીસ્પૂન મિલ્ક,
* ૪ ટીસ્પૂન ટુટી ફૂટી.
રીત
સૌપ્રથમ એક કપમાં મેંદાનો લોટ, બેકિંગ પાવડર અને બેકિંગ સોડા નાખીને બરાબર મિક્સ કરી લેવું. હવે એક બાઉલમાં કંડેન્સ મિલ્ક, મેલ્ટ કરેલ બટર, રેડીમેડ ઓરેન્જ જ્યુસ, ઓરેન્જ માર્મ્લેડ અને વેનીલા એસેન્સ નાખીને આને બરાબર સ્પૂનથી મિક્સ કરવું.
હવે આમાં બેકિંગ પાવડર અને બેકિંગ સોડાનું તૈયાર કરેલ મિશ્રણ નાખી હળવા હાથે મિક્સ કરવું. પછી આમાં મિલ્ક અને ટુટી ફૂટી નાખી ફરીવાર મિક્સ કરવું.
ત્યારબાદ એક આડા આકારનું ટીન લેવું અને તેને બટરથી ગ્રીસ કરવું. બાદમાં આમાં તૈયાર કરેલ મિશ્રણ નાખવું. હવે આને ૧૮૦ ડીગ્રી સેલ્સિયસમાં ૩૫ મિનીટ સુધી ઓવનમાં મુકવું. ત્યારબાદ આના ટુકડા કરીને સર્વ કરો.