* બદામની છાલ સરળતાથી કાઢવા માટે તેને થોડીવાર સુધી ગરમ પાણીમાં પલાળી રાખો.
* ખાંડના ડબ્બામાં કીડીઓ ન ચડે એટલા માટે ૩-૪ લવિંગ મૂકી રાખો.
* બાફેલા બટાટા ને એકદમ ઠંડા કે એકદમ ગરમ પાણીમાં નાખવાથી તેની છાલ તરત જ ઉતરી જશે.
* લસણ ફોલતાં પહેલાં લસણની કળીઓને નવશેકા પાણીમાં પલાળી રાખવાથી તેના ફોતરાં સહેલાઈથી નીકળશે.
* લીલા કે લાલ મરચાને લાંબા સમય સુધી ફ્રેશ રાખવા માટે પહેલાં તેના ડીંટિયા કાઢી નાખો.
* દૂધ ગરમ કરતી વખતે તે ઉભરાય નહીં, તે માટે તપેલીની કિનારી પર સહેજ ઘી લગાવો.
* જો ભોજન બનાવતી વખતે નોનસ્ટીક પેન નો ઉપયોગ કરશો તો રસોઈ બનાવવામાં ઓઈલ ઓછુ વપરાશે.
* બની શકે ત્યાર સુધી ડબ્બામાં બંધ ખાદ્ય પદાર્થોનો બહુ ઉપયોગ ન કરવો.
* પ્રેશર કૂકરની રિંગ ઢીલી થઇ ગઇ હોય તો તેને થોડો સમય ફ્રજિમાં મૂકી દેવાથી તે ફરી વપરાશમાં લઇ શકાશે.
* શીરો બનાવતી વખતે પાણીમાં ખાંડની સાથે અડધો કપ દૂધ નાખો અને એની ચાસણી બનાવો. શીરાના સ્વાદની સાથે તેની પૌષ્ટિકતા વધી જશે.
* ઘણી વખત કટલેસ બનાવતી વખતે તેનું મિશ્રણ વધારે નરમ થઇ જાય છે. આવા સમયે ટોસ્ટને મિકસરમાં ક્રશ કરી કટલેસના મિશ્રણમાં ભેળવી દેવાથી મિશ્રણ ઘટ્ટ બની જશે.