બોલીવુડની હોટ અને એક્સ બીગ બોસની કન્ટેસ્ટેન્ટ રહી ચૂકેલ સની લિયોન એકવાર ફરીથી દર્શકોને ‘બીગ બોસ’ ના ઘરમાં જોવા મળશે.
બોલીવુડ અભિનેત્રી સની લિયોન શાહરૂખ ખાન સાથે પોતાની આવનારી ફિલ્મ ‘રઈસ’ ના પ્રમોશન માટે સલમાન ખાનનો હોસ્ટીંગ શો ‘બીગ બોસ ૧૦’ માં આવનાર અપકમિંગ એપિસોડમાં જોવા મળશે. સની લિયોને ‘રઈસ’ ફિલ્મ માં શાનદાર આઈટમ સોંગ કર્યું છે. ‘રઈસ’ ના આ સોંગ માટે સની લિયોને ૪ કરોડ જેવી તગડી રકમ વસુલી હતી.
ખુબ જલ્દીથી સની શાહરૂખ સાથે સલમાન ખાન ના શો માં જઈને ‘લૈલા ઓ લૈલા’ ના આઈટમ સોંગમાં પોતાના લટકા ઝટકાઓ લગાવશે. શાહરૂખ પણ સલમાન સાથે પોતાની મિત્રતા નીભાવવા બીગ બોસ ના ઘરમાં જઈ સલમાન સાથે ઘમાકો કરશે.
સની ના મત મુજબ તે ‘બીગ બોસ’ ને ખુબ લક્કી માને છે કારણકે આ શો ના લીધે જ તે ઇન્ડિયામાં ઓળખીતી બની. બીગ બોસ માં આવ્યા બાદ જ સની ને બોલીવુડ મુવીમાં કામ કરવાનો ચાન્સ મહેશ ભટ્ટે આપ્યો. સની એ બોલીવુડમાં પોતાની કારકિર્દી મહેશ ભટ્ટની ફિલ્મ ‘જીસ્મ-૨’ થી કરી હતી.