ડૂબતા પછી પણ માલ્યા ના વૈભવી સોખ કમ નથી થયા

vijay mallya lifestyle

ઉદ્યોગપતિ વિજય માલ્યાની કંપનીને આપવામાં આવેલા ધિરાણની વસૂલી માટે એસબીઆઇના નેતૃત્ત્વ હેઠળની 17 બેંકોના ગ્રુપે તેમના મુંબઇ સ્થિત કિંગફિશર હાઉસ પર કબ્જો કરી લીધો છે.  પ્રોપર્ટીની કિંમત 100 કરોડ આંકવામાં આવી છે. આ પ્રોપર્ટી શહેરના વિલેપાર્લે વિસ્તારમાં સ્થિત છે અને 17 હજાર ચોરસફૂટમાં ફેલાયેલી છે. શહેરના ડોમેસ્ટિક એરપોર્ટની તદ્દન નજીક છે. સૂત્રોના અનુસાર બેન્કોની નજર હવે માલ્યાના ગોવા સ્થિત કિંગફિશર વિલા પર છે, જેની કિંમત 90 કરોડ રૂપિયા છે.

ઉલ્લેખનીય છે કે માલ્યાની કંપની કિંગફિશર એરલાઇન્સને આપવામાં આવેલા રૂ. 6,800 કરોડના ધિરાણની વસૂલીની દિશામાં બેંકોએ આ પગલું ઉઠાવ્યું છે. આર્થિક નુકસાનને કારણે કિંગફિશર એરલાઇન્સ ઘણા વખતથી બંધ પડી છે. બેંકોએ ફેબ્રુઆરી 2013થી જ લોન રિકવરીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. એક સમયે કિંગફિશર એરલાઇન્સને દેશની સૌથી લક્ઝરીઅસ એવિયેશન કંપનીઓમાં ગણવામાં આવતી હતી. એરલાઇન્સની સેવાઓ ઓક્ટોબર 2012માં સ્થગિત કરી દેવામાં આવી હતી, જ્યારે તેની ફ્લાઇટ પરમિટને તે જ વર્ષે ડિસેમ્બરમાં રદ કરવામાં આવી હતી.

vijay mallya lifestyle

‘કિંગ ઓફ ગૂડ ટાઈમ્સ’

લીકરના વ્યવસાયમાંથી પોતાનું અમ્પાયર ઉભા કરનારા અને ક્યારેક દેશના જાતે જ બની બેઠેલા ‘કિંગ ઓફ ગૂડ ટાઈમ્સ’ એવા માલ્યા બીયર, એરલાઈન્સ, ફર્ટિલાઈઝર્સ તેમજ એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રોમાં પણ રોકાણ ધરાવે છે. જોકે, યુબી ગ્રુપના નેજા હેઠળ માલ્યાએ જે કંપનીઓમાં રોકાણ કર્યું છે તેમાં તેમનો હિસ્સો સતત ઘટી રહ્યો છે, જ્યારે કેટલીક કંપનીઓમાં તેમનો હિસ્સો બેંક પાસે ગીરવે પડ્યો છે અને કેટલાકનું તો વેચાણ પણ શરૂ થઈ ગયું છે. તેનાજ ભાગ રૂપે એસબીઆઇએ કિંગફિશર હાઉસ પર કબ્જો કરી લીધો છે.

માલ્યાની બિઝનસમાં શરૂઆત

યુબી એટલે કે યુનાઈટેડ બ્રિઉરી ગ્રુપની સ્થાપના તેમના પિતા વિઠ્ઠલ માલ્યાએ કરી હતી. યોગ્ય સમયે કંપની ખરીદવી તેમની ખાસિયત હતી. તેમણે સાચી તક ઝડપી કંપનીના શરાબના કારોબારને વધાર્યો હતો. કંપનીની પ્રોડક્ટમાં મેક ડોવેલ્સ બ્રાંડી અને બેગપાઈપર વ્હિસ્કી સામેલ હતા. વિઠ્ઠલ માલ્યા એક સંકોચી અને શાલીન ઉદ્યોગપતિ હતા. 1983માં જ્યારે હ્રદયરોગનો હુમલો આવવથી અચાનક તેમનું મોત થયું ત્યારે તેમના દિકરા વિજયને કંપનીના વડા તરીકે પસંદ કરી લેવાયા હતા.

તે જ વર્ષે ભારતીય અર્થતંત્ર પર લાગેલા નિયંત્રણોને ઓછા કરવાની શરૂઆત થઈ હતી અને તેનાથી શરાબના બજારમાં જબરજસ્ત તેજી આવી. ભપકાદાર બ્રાન્ડિંગ, નવી લાઈફસ્ટાઈલનું સમર્થન અને નવા સંચાર માધ્યમોના ઉપયોગને કારણે યુબી ગ્રુપ પોતાના પ્રતિદ્વંદીઓની આગળ નીકળી ગયું હતું. માલ્યાએ ભારતીય શહેરોમાં કેબલ ટીવીની શરૂઆતનો પણ સારો એવો ફાયદો ઉઠાવ્યો હતો.

લિકર કિંગને 17 વર્ષની ઉંમરમાં જ તે સમયે યુબી ગ્રૂપના અસ્થાયી કાર્યભાર સોંપાયો હતો જ્યારે તેમના પિતા વિઠ્ઠલ માલ્યા બીમાર હતા. 28 વર્ષ પૂરા કરતાં-કરતાં માલ્યાની ઉપર પૂરી રીતે યુબી ગ્રૂપની જવાબદારી આવી ગઇ હતી.

vijay mallya lifestyle

માલ્યાની છબી

રેબેનના ચશ્મા અને ભારે, મોંઘા ઘરેણા પહેરનારા અને પોતાની સ્પીડબોટમાં ખુબસુરત મહિલાઓ સાથે દેખાનારા વિજય માલ્યાની છબી લોકોના દિલોદિમાગમાં વસી ગઈ છે. માલ્યાના અનેક ઘર છે. ન્યૂયોર્ક સિટીના ટ્રંપ ટાવર્સમાં તેઓ ઘર ધરાવે છે. ફ્રેંચ રિવિયેરાના એક દ્વીપમાં તેમનું ઘર છે. દક્ષિણ આફ્રિકા અને ગોવામાં પણ તેઓ પ્રોપર્ટી ધરાવે છે.

માલ્યાની કંપનીની ટેગલાઈન છે- ધ કિંગ ઓફ ગુડ ટાઈમ્સ મતલબ કે સારા દિવસોનો રાજા. તેમણે યુબી ગ્રુપના બ્રાન્ડ્સના નામનો ઉપયોગ અન્ય રોકાણોમાં પણ કર્યો છે. પછી ભલે તે ઘોડાની રેસ હોય, ફોર્મ્યુલા વન ટીમ હોય, વાર્ષિક બિકિની કેલેન્ડર હોય કે પછી આઈપીએલની ટીમ જેનું નામ એક વ્હિસ્કી પર છે.

માલ્યાની વૈભવી લાઇફસ્ટાઇલનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે અંદાજે 4 વર્ષની ઉંમરમાં જ તેમને પહેલી ફેરારી કાર મળી હતી. જ્યારે માલ્યા 9 વર્ષની ઉંમરના હતા ત્યારે અભ્યાસને લઇને તેમની ઘટતા રસથી તેમના પિતા ઘણા પરેશાન હતા. જ્યારે તેમના પિતા ઇચ્છતા હતા કે તેઓ તમામ ફિલ્ડમાં ટોપર રહે પછી તે અભ્યાસની ફિલ્ડ હોય કે રમતની. તેમના માતાના સમજાવા પર પણ વિજયમાં કોઇ ફેરફાર આવ્યો નહીં. અંતમાં પિતા વિઠ્ઠલભાઇએ 9 વર્ષની ઉંમરમાં તેમને લાફો માર્યો હતો. આ લાફાના અવાજે તેમના દિલ પર ચોટ પહોંચાડી. ત્યારથી માલ્યા સતત ટોપર બની રહ્યા.

vijay mallya kingfisher

કિંગફિશરે ડૂબાડ્યા

2005માં કંપનીએ એરબસ 320 સાથે હવામાં પોતાની ઉડાન ભરી. માલ્યાએ કિંગફિશરના મુસાફરોને કહ્યું હતું કે પ્લેનના કર્મચારીઓને તેમણે જાતે પસંદ કર્યા છે. તેમણે તેમને ફ્લાઈંગ મોડેલ્સ નામ આપ્યું હતું. માલ્યાને રાજ્યસભા માટે પણ ચૂંટવામાં આવ્યા હતા જ્યાં તેમણે પૂર્વ ઉડ્ડયનમંત્રી પ્રફુલ્લ પટેલ સાથે ખાસ સંબંધ બનાવ્યા જે કિંગફિશરના શરૂઆતના દિવસોમાં મહત્વપૂર્ણ સાબિત થય. પરંતુ 2007 બાદ જ કિંગફિશરમાં પડતી દેખાવા લાગી હતી. તેના પાછલા વર્ષે જ કંપનીએ ઓછા ભાડાંના મોડેલ પર આધારિત એર ડેક્કનને ખરીદી લીધી હતી.

આજે કિંગફિશર 6800 કરોડ રૂપિયાનું દેવું ન ચુકવી શકતા બેંકો તેની પ્રોપર્ટી સીલ કરવાનું શરૂ કરી દીધું છે. વર્ષ 2013થી કિંગફીશરે ઉડાન ભરવાનું બંધ કરી દીધું હતું ત્યારથી માલ્યાની પડતીના દિવસો શરૂ થઈ ગયા હતા.

vijay mallya and salman-khan

વિજય માલ્યાના મોંઘા શોખ

હોટ અને સેક્સી કેલેન્ડર:

કંપનીની આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાંય દર વર્ષે માલ્યાની કંપની હોટ અને સેક્સી કિંગફિશર કેલેન્ડર પ્રકાશિત કરે છે. કેલેન્ડરને પ્રકાશિત કરવા માટે માલ્યા દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચ કરે છે. કેલેન્ડર માટે દેશ-વિદેશની મોડલોના ફોટો શુટ કરાય છે. આ કેલેન્ડર પરથી મોડલ પૂનમ પાંડેને પબ્લિસિટી મળી હતી. સૌથી ખાસ વાત એ છે કે માલ્યા જાતે જ આ કેલેન્ડર માટે મોડલ્સની પસંદગી કરે છે.

vijay mallya lifestyle

ફોર્મ્યુલા-1ના માલિક :

માલ્યાના શોખે હિન્દુસ્તાનને એક એવી ઓળખ આપી દીધી છે, જેને ભારતીય ક્યારેય ભૂલી શકે તેમ નથી. 2007માં માલ્યાએ 90 મિલિયન યુરો ખર્ચ કરીને ફોર્મ્યુલા-1 ‘ફોર્સ ઇન્ડિયા’ નામની ટીમ ખરીદી. એફ-1 ટીમ ખરીદ્યા બાદ ભારતને પણ મોંઘી રમતોમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર ઓળખ મળી. ઓકટોબર 2011માં સહારા ઇન્ડિયા પરિવારે વિજય માલ્યાની સંપૂર્ણ માલિકીવાળી ફોર્મ્યુલા-વન ટીમમાં 42.5 ટકા હિસ્સો ખરીદી લીધો. ત્યારબાદ નવી ટીમનું નામ ફોર્સ ઇન્ડિયામાંથી બદલાઇને ‘સહારા ફોર્સ ઇન્ડિયા’ થઇ ગયું.

લક્ઝુરિયસ યૉટના ગ્રાહક :

માલ્યાની પાસે 80ના દશકાથી જ શાનદાર યૉટ્સ છે. તેમાં સૌથી ખાસ છે એક 315 ફૂટ લાંબી લક્ઝુરિયસ યૉટ. જેની કિંમત 450 કરોડ રૂપિયા છે. આ યૉટ્સમાં માલ્યાએ કેટલીય જગ્યાઓની મુસાફરી કરી છે, જેમાં લક્ષદ્વીપ તેમની સૌથી પસંદગીની જગ્યા છે. તેઓ મોટાભાગે પોતાના મિત્રોની સાથે લક્ષદ્વીપ જઇને જબરદસ્ત મોજ-મસ્તી કરે છે. સ્કૂબા ડાઇવિંગ માલ્યાનો વધુ એક પસંદગીનો શોખ છે. તે પોતાના દિકરા સિદ્ધાર્થની સાથે સ્કૂબા ડાઇવિંગથી દરિયામાં ઊંડે સુધી ઉતરીને ખૂબ જ મજા લે છે.

vijay mallya lifestyle

હવામાં મહેલ એ-319 :

કિંગફિશર એરલાઇન્સના માલિક માલ્યાની પાસે પોતાના કેટલાંય વિમાનો છે. પરંતુ તેમાં સૌથી ખાસ એ-319 છે. તેમને એ-319ની સજાવટ અને ફાયરપ્રૂફ અપહોલ્સ્ટરી લગાવા માટે અંદાજે 180 કરોડ રૂપિયા ખર્ચ કર્યો. આ વિમાનમાં એક સાથે 24 લોકો બેસી શકે છે. ઘર અને ઓફિસ બંનેની સુવિધાઓ તેમાં સામેલ છે. વિમાન વચ્ચમાં એક વખત ઇંધણ ભરીને લંડન કે અમેરિકા સુધીની ઉડાન ભરી શકે છે. એ-319 સિવાય માલ્યાની પાસે ગલ્ફસ્ટ્રીમ, હૉકર અને બોઇંગ 727 વિમાન પણ છે.

ભારતીય વારસો સાચવયો :

માલ્યાની પાસે ટીપૂની તલવાર અને મહાત્મા ગાંધીની કટોરી-ચમચી ખરીદવાનો શોખ ધરાવે છે. 2003માં લંડનમાં થયેલી હરાજીમાં તેમને 350000 પાઉન્ડમાં ટીપૂની એક તલવાર ખરીદી હતી. તેમને મહાત્મા ગાંધીજીની સંપૂર્ણ ખાનગી વસ્તુઓ ખરીદીને પણ ખૂબ નામના મેળવી છે. આ વસ્તુઓમાં ગાંધીજીના ચશ્મા, 1910ની સાલની ઘડિયાળ, એક જોડી ચપ્પલ, કટોરો અને એક થાળી સામેલ છે. આ વસ્તુઓ માટે માલ્યાએ 18 લાખ ડોલર ચૂકવ્યા હતા.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


4,703 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 + 9 =