સલમાન ની 3 માર્ચ સુધી સુનવડી

Salman Khan

બોલિવૂડના દબંગ ખાને જોધપુર કાર્ટ 16 વર્ષ જુના કેસનો નિર્ણય સંભળાવવાનો છે. સલમાન ખાન ઉપર આર્મ્સ એક્ટ હેઠળ ગેકરાયદે નોન પરવાના હથિયારોથી 1998માં બે કાળા હરણના શિકારનો આરોપ છે. જો આજે કાર્ટમાં આરોપ સાબિત થશે તો સલમાન ખાનને સાત વર્ષની જેલની સજા થઇ શકે છે.

સલમાન ખાનને આજે કાર્ટે ફરજીયાત હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે. પરંતુ સલમાન ખાન હાલમાં ગુજરાતના ગોંડલમાં ફિલ્મ ‘પ્રેમ રતન ધન પાયો’ના શૂટિંગમાં વ્યસ્ત છે. કેર્ટમાં હાજર રહેવાનું ફરજીયાત હોવા છતાં સલમાન જોધપુર કોર્ટમાં પહોંચ્યો નથી. સલમાનના વકિલે આજના નિર્ણયને પાછળ ઠેલવા માટેની અરજી કરી છે. આજના મહત્વના નિર્ણયને ધ્યાનમાં રાખીને સલમાને ફિલ્મનું શૂટિંગ પણ કેન્સલ કરી દીધું છે.

16 વર્ષ પહેલાં 15 ઓક્ટોબર 1998મા સલમાન ખાન વિરુદ્ધ જોધપુરમાં ફોરેસ્ટ વિભાગે આર્મ્સ એક્ટ હેઠળ બે કાળા હરણના શિકારનો કેસ દાખલ કર્યો હતો. સલમાન ખાન ઉપર આરોપ લગાવવામાં આવ્યો છે કે જે બંદૂકથી કાળિયારનો શિકાર કરવામાં આવ્યો હતો એ બંદૂકનું લાયસન્સ પણ ખતમ થઇ ચૂક્યું હતું. એટલા માટે પોલીસે સલમાન ખાન ઉપર આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

Salman Khan

ઉલ્લેખનીય છે કે આ કેસમાં નીચલી અદાલતે સલમાન ખાનને પાંચ વર્ષની જેલની સજા પણ ફટકારી હતી. આ સજાને હાઇકોર્ટે દ્વારા રોક લગાવી દેવામાં આવી હતી. આ કેસમાં સલમાન ખાન કેટલાક દિવસ માટે જોધપુર જેલમાં સજા કાપી ચુક્યો છે.

શું છે આખો કેસ

16 વર્ષ પહેલાંના કાળા હરણ શિકાર કેસમાં 25 ફેબ્રુઆરીના રોજ જોધપુર કોર્ટ ચુકાદો અપાશે. સુનાવણી સંપૂર્ણ થાય ત્યાં સુધી સલમાનને કોર્ટમાં રહેવા જણાવ્યું હતું. 15 ઓક્ટોબર 1998માં સલમાન ખાન વિરૂદ્ધ વનવિભાગે બે કાળા હરણના શિકારની ફરિયાદ નોંધાવી હતી. છેલ્લી સુનાવણી 5મી ફેબ્રુઆરીએ પૂરી થઈ હતી. આરોપ એવો છે કે 12 ઓક્ટોબરે કનકની ગામમાં સલમાને બંદૂકથી શિકાર કર્યો હતો. તે બંદૂકનું લાઇસેંસની પણ મુદત પૂરી થઈ ગઈ હતી.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


3,303 views

Leave a Reply

Your email address will not be published.


7 + 5 =