કાળા મીઠા યુક્ત પાણી પીવાથી સ્વાસ્થ્યને થાય છે ઘણા બધા ફાયદાઓ

Rock-Salt

સારા સ્વાસ્થ્ય માટે કાળા મીઠા યુક્ત પાણી પીવાથી સ્વાસ્થ્ય ઠીક રહે છે. કાળું મીઠું મતલબ કે સિંધવ મીઠું. સિંધવ મીઠું હંમેશા ભારતીય વ્યંજનમાં વપરાય છે. આને અંગ્રેજીમાં ‘રોક સોલ્ટ’ કહેવાય છે. તમને જાણીને નવાઈ લાગશે પણ આમાંથી ૮૦ પ્રકારના પ્રાકૃતિક ખનીજ તત્વો મળી આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.

આમાંથી સોડિયમ સલ્ફેટ, આયર્ન સલ્ફાઇડ, હાઇડ્રોજન સલ્ફાઇડ ની થોડી માત્રા મળી આવે છે. આ મીઠામાં રહેલ આયર્ન સલ્ફાઇડ ને કારણે તેનો રંગ કથ્થઈ (બ્રાઉન) જેવો લાગે છે.

*  રોજ સવારે ચપટી (ભુક્કો કરીને) કાળા મીઠાને હુંફાળા ગરમ પાણીમાં મેળવીને પીવાથી શરીરને બહુ ફાયદો થાય છે. આ પાણી પીવાથી અનિયંત્રિત બ્લડ પ્રેશર અને શુગર સહીત ઘણી બધી બીમારીઓ દુર થાય છે.

*  આ પાણી પીવાથી મોટાપો ઓછો થાય છે. એક ગ્લાસ ગરમ પાણીમાં ચપટી જેટલું કાળું મીઠું અને લીંબુ નાખીને પાણી પી ને ૨૫-૩૦ મિનીટ સુધી ફાસ્ટ વોક કરવું. ૧૫-૨૦ દિવસમાં જ તમારા વજન પર નિયંત્રણ આવી જશે.

*  મીઠા વાળું પાણી મોઢામાં લાળ ગ્રંથીને સક્રિય કરવા મદદરૂપ છે. સારા પાચન માટે આ સૌથી અગત્ય છે. પેટમાં પ્રાકૃતિક મીઠું હાઈડ્રોકલોરીન એસીડ અને પ્રોટીન ને પચાવનાર એન્જાઈમ ને ઉત્તેજિત કરવા મદદરૂપ છે. આનાથી ખાધેલ ભોજન તૂટીને સરળતાથી પચી જાય છે.

*  આ ખરાબ ત્વચાને સુંદર, બ્લડ શુગર, બ્લડ પ્રેશર, ઉર્જાને સુધારવા સિવાય ઘણી બીમારીઓને જડમૂળ થી મટાડે છે.

*  આ મીઠામાં રહેલ તત્વોમાં ખીલ ને દુર કરવાની ક્ષમતા હોય છે. આ ત્વચાને કોમળ બનાવે છે. ઉપરાંત આમાં એવા ખનીજ તત્વો મળી આવે છે જે એન્ટીબેક્ટેરિયલ ની જેમ કામ કરે છે. જેના કારણે શરીરમાં રહેલ ખતરનાક બેક્ટેરિયાઓ દુર થાય છે.

*  જે લોકોને ભૂખ ઓછી લાગતી હોય તેમણે કાળા મીઠા યુક્ત પાણી પીવું. તમે આને સલાડમાં નાખીને પણ ખાઈ શકો છો.

*  પગની પાની (એડી) ઓ માં ચીરા પડી ગયા હોય તો ગરમ પાણીની ડોલમાં ૨ ચમચી જેટલું મીઠું નાખીને તેમાં પગ ડૂબાડો. આનાથી તમારી એડીઓ ઠીક થઇ જશે.

*  આપણું શરીર હાડકા માંથી કેલ્શિયમ અને અન્ય ખનીજ તત્વો પ્રાપ્ત કરે છે. આનાથી આપણા હાડકાઓ કમજોર પડી જાય છે. પરંતુ કાળા મીઠા ને પાણીમાં નાખીને પીવાથી મિનરલ્સની આ કમીની પૂર્તિ થાય છે અને બોન્સ સ્ટ્રોંગ બને છે.

Comments

comments


9,858 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 + 2 =