કાળભેરવ નહિ પણ અહી માતાની મૂર્તિ કરે છે મદિરાપાન!

Kal_Bhairava_Ujjain_13488

મદિરાપાન પાન કરનાર ભેરવનું મંદિર તો વિશ્વમાં પ્રસિદ્ધ છે. આની સાથે એક દેવી મંદિર એવું પણ છે કે જ્યાં દેવી ભક્તો દ્વારા ચઢાવેલ મદિરાનું પાન કરે છે.

અમે તમને આજે એ મંદિર વિષે જણાવવાના છીએ જ્યાં માતાને પ્રસાદ રૂપે મદિરાપાન અર્પણ કરવામાં આવે છે. આ મંદિરમાં મદિરા નો પ્રસાદ ભક્તોની સામે ચઢાવવામાં આવે છે અને મૂર્તિના હોઠે લગાવતા જ પ્યાલા માંથી મદિરા ગાયબ થઇ જાય છે.

માતા ‘કવલકા’ ના નામથી પ્રસિદ્ધ આ મંદિર રતલામ શહેરથી લગભગ 32 કિમીના અંતરે ગામ સાતરુંડાની ઉંચી ટેકરી પર આવેલ છે. આ મંદિર 300 વર્ષ જૂનું છે. અહી સ્થિત માતાની મૂર્તિ ચમત્કારી છે.

અહીના પુજારીનો દાવો છે કે આ મૂર્તિ મદિરાપાન કરે છે. મંદિર ચમત્કારી હોવાને કારણે દુર-દુરથી અહી દર્શન કરવા માટે ભક્તો આવે છે. આ મંદિરમાં માતા કવલકા ની સાથે કાળભેરવ, કાળી માં અને ભગવાન શિવ બિરાજમાન છે. અહી ફક્ત માતા કવલકા જ મદિરાપાન નથી કરતા પણ તેની સાથે કાળી માં અને ભગવાન શિવ પણ મદિરાપાન કરે છે.

ભક્તજન માતાને પ્રસન્ન કરવા હેતુ મદિરાનો ભોગ ચઢાવે છે. ભૂતપ્રેતથી પ્રભાવિત લોકોનો ઈલાજ પણ આ મંદિરમાં થાય છે.

Comments

comments


9,726 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 × = 40