કાળઝાળ Summer માં બનાવો રાહત આપે તેવી ‘પિસ્તા કુલ્ફી’

સામગ્રી

dcca464ce790eaac7a9d2d90e646a10d

*  ૪ કપ ફૂલ ફેટ મિલ્ક,

*  ૫ ટીસ્પૂન શુગર,

*  ચપટી કેસર,

*  ૧ ટીસ્પૂન મકાઈનો લોટ,

*  ૧/૨ કપ પિસ્તા,

*  ૧/૪ ટીસ્પૂન એલચીનો પાવડર.

રીત

ડીપ તવામાં ફૂલ ફેટ મિલ્ક નાખી તેમાં શુગર નાખીને ૫ થી ૭ મિનીટ માટે ઉકળવા દેવું. આ ઉકળે ત્યાં સુધી એક બાઉલમાં ચપટી કેસર લઇ તેમાં એકાદ ચમચી જેટલું તવામાં ઉકળી રહેલ દૂધ નાખવું. બાદમાં આને સાઈડમાં થોડા સમય માટે રાખી મુકવું.

હવે એક બાઉલમાં મકાઈનો લોટ લઇ તેમાં ૨ ચમચી જેટલું પાણી નાખી મિક્સ કરીને આને પણ સાઈડમાં રાખી મુકવું.

તવામાં ઉકળતા દુધને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. બાદમાં આમાં મકાઈના લોટનું મિશ્રણ નાખવું. મિલ્કને બરાબર રીતે ઉકળવા દેવું. આ મિશ્રણ નાખ્યા બાદ આને ૧૦ થી ૧૨ મીનીટ સુધી કુક થવા દેવું.

બાદમાં આમાં કેસરનું મિશ્રણ, પિસ્તા અને એલચીનો પાવડર નાખી મિક્સ કરીને એલ્યુમિનિયમ ના ગ્લાસમાં (કુલ્ફી મોલ્ડ) કુલ્ફીનું આ મિશ્રણ લઇ ભરવું. હવે આને ફ્રીઝરમાં એક દિવસ માટે મૂકી રાખવું. બાદમાં ઠંડી ઠંડીને આ કુલ્ફીને સર્વ કરો.

Comments

comments


5,069 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


4 × 1 =