કાળઝાળ ગરમી અને પંચરની પનોતી : ગાડીઓ પણ ગરમીની અડફેટે

Scorching heat and puncture Cancer: Trails heat adaphete

સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ જ ભમી રહ્યો છે. ગુજરાતના ગરમ વિસ્તારોમાં તો સૂર્ય દેવતાનો કોપ પ્રવર્તી રહ્યો છે, ત્યારે માણસ તો શું ગાડીઓ પણ ગરમીની અડફેટે ચઢી ગઈ છે.

મે મહિનાની ધોમધખતી ગરમીના કારણે ચારેકોર લાય-લાય થઈ રહી છે. ગરમીની સાથો સાથે માણસ ઠંડક હાંસલ કરવાના ઉપાયો પણ ગોતે છે. સૂર્ય દેવતાનો પ્રકોપ ઘરતી પર ઉતરી રહ્યો છે. ગરમીના કારણે પરસેવે રેબઝેબ થતાં લોકો શાતા મેળવવા અનેક પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છે, ત્યારે કાળઝાળ ગરમીમાં ગાડીઓના ટાયર પંચર થઈ જઈ રહ્યા છે.

પંચરની દુકાનો પર લાંબી લચક લાઈનો જોવા મળી રહી છે. કેટલીક જગ્યાએ તો મોડી રાત સુધી પણ પંચરવાળા પંચર સાંધી રહ્યા છે. કાર હોય કે ટુ-વ્હીલર, પંચરવાળાને ત્યાં ઘરાકી સારી છે. એક પછી એક ગાડી આવતી જાય અને પંચરવાળાને ખંજવાળવાની પણ ફુરસદ ન હોય તેવું આંખે જોતાં લાગ્યું છે.

રદ્દી ટયુબના જોઈન્ટ ખુલી જાય છે

નાનપુરા મક્કાઈ પુલ સર્કલ પર પંચરની દુકાન ધરાવતા રફીક શેખ કહે છે ગરમીના કારણે પંચર પડે એ તો માની શકાય છે. ગરમીના કારણે ટયુબના જોઈન્ટ ખુલી જતાં હોવાથી પંચર થઈ જાય છે. ટયુબની કવોલિટી એટલી બધી બગાડી દેવામાં આવી છે કે ચોખ્ખી રીતે આવી ટયુબને રદ્દી માલ કહેવો પડે એમ છે. પંચર પડવામાં ગરમી પોતાનો ભાગ ભજવે છે પણ સાથો સાથ ટયુબની ક્વોલિટી સૌથી મોટું કારણ છે.

એક સાંધે ત્યાં તેર તૂટે

તેઓ કહે છે કે આજથી 10-15 વર્ષ પહેલાં ટાયર-ટયુબની ક્વોલિટીમાં સ્ટાન્ડર્ડ હતું. મટીરીયલની ગુણવત્તા ટકાઉ હતી. હવે બને છે કે એવું કે એક કે બે પંચર પડે તો આખી ટયુબ બદલાવી દેવી પડે છે. પહેલાં પણ ગરમી પડતી હતી તોય પંચર પડવાની સંખ્યામાં આટલો બધો ઉછાળ આવતો ન હતો. આજની ટયુબની કવોલિટી એટલી ખરાબ છે કે એક સાંધવા બેસીએ તો તેર તૂટે તેવો ઘાટ સર્જાય છે.

હલકી ગુણવત્તાવાળી ટયુબ પધરાવાય છે

Scorching heat and puncture Cancer: Trails heat adaphete

નાનપુરામાં મોડયુલિંગવાળી ટયુબનો ધંધો કરતાં વેપારીએ નામ ન દેવાની શરતે કહ્યું કે અંકલેશ્વર અને વાપીની ફેકટરીઓમાંથી તૈયાર થઈને આવતી ટયુબની ગણવત્તા નિમ્ન કક્ષાની હોય છે. 100થી લઈ 180, કે પછી 220 રૂપિયા સુધીમાં મળતી આવી ટયુબમાં હલકા પ્રકારનું રો-મટીરીયલ વાપરવામાં આવતું હોવાના કારણે ટૂંકાગાળામાં ફાટી જાય છે અથવા એક બે પંચર પડે તો ટયુબ પરવારી જાય છે.

બે પંચરમાં બદલવી પડે આખી ટયુબ

કેટલાક પંચરવાળા ખરાબ થયેલી ટયુબ ભંગારવાળાને દોઢ-બે રૂપિયામાં વેચી દે છે. ભંગારવાળા આ ટયુબ ફેકટરીવાળાને વેચી નાંખે છે. ફેકટરીવાળા રિ-મોડીફિકેશન કે રિ-મોડયુલિંગ કરી ટયુબને ફરીથી બજારમાં વેચવા કાઢે છે. પહેલાંથી હલકા પ્રકારના ગુણવત્તાવાળા મટીરીયલથી તૈયાર થયેલી ટયુબ નવેસરથી બનીને બહાર આવે તો પણ ટકાઉ હોતી નથી.
ગરમી અને હલકા પ્રકારની ટયુબની ગુણવત્તાના કારણે પંચર પડવાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પંચરની દુકાનવાળા ગરમીની સિઝનમાં રમતા-રમતા બે સિઝનનો વકરો કરી લે છે. કેટલાક પંચરવાળા તો પંચર સાંધવાના 40થી50 રૂપિયા લઈ રહ્યા છે. જો બે પંચર પડેલા જણાય તો સીધી જ ટયુબ જ બદલાવાની વાત કરાય છે. મજબુરીના માર્યા લોકો ટયુબ બદલાવા પણ રાજી થઈ જાય છે.

ટયુબલેસ ટાયરો પર ભરોસો ઓછો

ટયુબ લેસ ટાયરો માર્કેટમાં હોવા છતાં ટયુબલેસ ટાયરના પંચરવાળાનો અભાવ હોવાથી ટયુબલેસ ટાયર એટલા બધા ચલણમાં આવ્યા નથી. આ ઉપરાંત ટયુબલેસ ટાયરની કિંમત પણ વધારે હોવાથી લોકો ખરીદતા અચકાય છે. ભલે ટકાઉ નહીં હોય પણ સસ્તી ચીજ-વસ્તુ ખરીદવા લોકોની માનસિકતા રહેલી છે. અને એટલે જ હલકી ગુણવત્તાવાળી ટયુબ માર્કેટમાં ચાલી રહી છે.

કાદરશાની નાળમાં છે આવા ટયુબ-ટાયરોનો ખજાનો

સસ્તામાં અને વન ટાઈમ યુઝ કરી ફેંકી દેવા માંગતો હોવ તો એવાં ટયુબ અને ટાયરોની દુકાનો કાદરશાની નાળના સર્કલ પાસે મળી આવશે. કાદરશાની નાળ ઉપરાંત કામરેજ અને કડોદરા ખાતે પણ ટાયર-ટયુબ વેચનારા મળી આવશે. માત્ર કાદરશાની નાળ નહીં પરંતુ એવા ધણા વિસ્તારો છે કે જ્યાં વન ટાઈમ યુઝ કરવાની ટયુબ અને ટાયરો મળી રહેશે. હવે પંચરોવાળા પણ ટયુબ રાખતા થઈ ગયા છે. એકથી વધુ પંચર પડે કે સીધી રીતે જ ટયુબને બદલી કાઢવાની સલાહ સામેથી મળી જાય છે. પંચરવાળા પણ 40થી 50 રૂપિયા પંચરના લે છે તો સોલ્યુશન અને વેલ્કેનાઈઝીંગ કરવાની મજુરી પણ ગણી લેવામાં આવે છે. ગરમીમાં એક રીતે કહીએ કે પંચરવાળાને તડાકો પડી ગયો છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,844 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 3 = 15

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>