કારના થશે વળતા પાણી, હોવરબાઇક લેશે સ્થાન

Water will be the return of the car, will take place Hover bikes

હંગેરીની એક સંશોધન સંસ્થાએ હવામાં તરતી તેમજ હેલિકોપ્ટર ટેકનોલોજીના આધારે છ રોટર્સ પર આધારિત એક મસ્તમજાની ફલાઇક નામક હોવરબાઇકનું નિર્માણ કર્યુ છે. આ બાઇકના કારણે કેટલાંક લોકો એવું માની રહ્યાં છેકે આવનારા દિવસોમાં કારના વળતા પાણી થઇ શકે છે.

આધુનિક ટેકનોલોજીમાં થઇ રહેલા પરિવર્તન કહો કે ફેરફાર કહો દિવસેને દિવસે કુદકે ને ભુસકે વધી રહ્યાં છે. હજુતો તમે પલક ઝપકાવો ને અલાઉદ્દીનના જિનની જેમ નવી વસ્તુ હાજર થઇ જાય. એમાં પણ ઓટોમોબાઇલ ટેકનોલોજીમાં થઇ રહેલું સતત અપડેટ્સ આપણી આંખો આંજી નાખે તેવું છે. એવું જ કંઇ janvajevu.com તમને અહીંયા જણાવવા જઇ રહ્યું છે.

બાઇક-કારનું સ્થાન લેવા થનગની રહ્યું છે ફલાઇક.યુરોપિયન મુલ્ક હંગેરીમાં હાલમાં જ વિશ્વની સૌથી પહેલી માણસ સંચાલિત હોવરબાઇક ‘ફલાઇક’નો સફળ પ્રયોગ કરવામાં આવ્યો હતો.

હેલિકોપ્ટર જેવું જ છે ફલાઇક

જેમ્સ બોન્ડ્સ સ્ટાઇલ જેવી આ અદભૂત કાર ટાઇપ બાઇકની રચના પાછળનો ઇરાદો બધાં ઇલેક્ટ્રીકલ પાટ્સનો ઉપયોગ કરીને છ રોટર્સના માધ્યમથી તેને હવામાં તરતી રાખવાનો હતો. જો આ બાઇકને મોટરકાર ટેકનોલોજીની જેમ બનાવવામાં આવે તો તે હવામાં કેવળ 15-20 મિનિટ સુધી જ ચાલી શકે પરંતુ તેને વધુ લંબાવીને 40 મિનિટ સુધી ચાલી શકે તેવું બનાવવું જરૂરી હતું. જેથી ફલાઇક માટે હેલિકોપ્ટર ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો.

Water will be the return of the car, will take place Hover bikes

વ્યકિતગત રોટર્સ દ્વારા ગતિ પર નિયંત્રણ મેળવી શકાય છે

ફલાઇક‘બાઇક’ની ગતિને નિયંત્રિત કરવા માટે ઇન્ડિવિઝુઅલ રોટર્સનો ઉપયોગ કરી શકાશે. હોવરબાઇક બનાવનારાઓનોનું કહેવું છેકે આ બસ એક હેલિકોપ્ટર જેવું જ છે. જેમાં હોવર, પાછળ લઇ જવું, આમથી તેમ ફેરવ્વું, ગોળ-ગોળ ઘુમાવી શકાય, ઉપર તરફ ચઢાણ કરી શકશે, ટર્ન લઇ શકે છે, ડાબી-જમણી બાજુ ફરી શકે છે. અને ડાઇવિંગ પણ કરી શકે છે.

હંગેરીની બે-ઝોલ્ટન નોનપ્રોફિટ લિમિટેડે બનાવ્યું ફલાઇક

હવામાં ઉડવાના શોખિન એવાં તેમજ હંગેરીની એક રિસર્ચ ઇન્સ્ટિટયુટ બે-ઝોલ્ટન નોનપ્રોફિટ લિમિટેડના ઉત્સાહી ઇજનેરોએ ફલાઇકની રચના કરી છે. આ ફલાઇકમાં પર્સનલ ટ્રાયકોપ્ટર જેવી એન્ટીગ્રેવટી ટેકનોલોજી અને ઝીરો એમિસનનો ઉપયોગ કરવામાં આવી છે.

માર્ચમાં કરાયો હતો પહેલો પ્રયોગ, વજન 210 કિલો

ફલાઇકનો પહેલો પ્રયોગ માર્ચ-2015માં કરવામાં આવ્યો હતો. જેમાં હવામાં 210 કિલો જેટલું વજનનું વહન કરી શકાતું હતું પરંતુ આટલા વજન સાથે માત્ર થોડીક વાર સુધી જ હવામાં ફલાઇક પોતાને જાળવી શકતું હતું.

Water will be the return of the car, will take place Hover bikes

એપ્રિલમાં વજનવૃધ્ધિ સાથે કરાયો બીજો પ્રયોગ

એપ્રિલ 2015માં કરવામાં આવેલા બીજા પ્રયોગમાં ફલાઇકમાં 240 કિલો વજનનું વહન કરી શકાયું હતું. આ પ્રયોગ સફળ રહેતા ટુંકાગાળાના માર્ગ પર ફલાઇક સફળ રહેવાની સંભાવના છે.

પર્સનલ ટ્રાંસપોર્ટેશનની સુવિધા સાથે ટ્રાફિકનું ભારણ ઓછી થવાની સંભાવના

ફલાઇક બનાવનારી ઇજનેર ટીમનું માનવું છેકે જે પ્રમાણે શહેરોમાં બાઇક-કાર અને બસોને પગલે ટ્રાફિકભારણ વધ્યું છે જેને દુર કરવામાં પણ ફલાઇક મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે એટલું જ નહી આ ફલાઇક નાના ડેસ્ટીનેશન પર હેલિકોપ્ટર જેવી હવાઇ મુસાફરીનો આનંદ પણ પુરો પાડશે. જોકે એના નિર્માણ પાછળ કેટલી પડતર કિંમત લાગશે તેનો હજુ ફોડ પાડવામાં આવ્યો નથી.

Water will be the return of the car, will take place Hover bikes

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,184 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − = 8

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>