કોઈને જીદ કરી પામી લેવાથી એ સંપૂર્ણ તમારું ક્યારેય નથી થતું. બે અડેલા શરીર વચ્ચે જો તમે એક પાતળી રેખા ન જોઇ શકતા હોય ને તો માનજો કે તમે માત્ર શરીર મેળવ્યું છે, આત્મા નહી.
આત્મા ને સ્પર્શ કરવા માટે તો તમારે એની અંદર ઊતરવું પડે. કારણકે પ્રેમ આત્માથી થાય છે. શરીર તમારું થઈ જવાથી એ વ્યક્તિ પણ તમારો થઈ ગયો એ માનવું ભ્રમ છે. કારણકે… પ્રેમ આજે પણ આત્મામાં જ જીવે છે. દૂર રહેલી બે વ્યક્તિ શરીર વગરનાં બંધનમાં જોડાયેલી છે. એ જ પ્રેમની સાર્થકતા છે.
પ્રેમ હોય ત્યાં અપેક્ષા પણ હોય. પણ શરીરની ઝંખના એ માત્ર ક્ષણિક છે. જેને તમે અંધારામાં પામી તો શકશો. પણ, સામે વાળાનાં પ્રકાશિત દેખાતા જીવનમાં કયાં ખૂણામાં અંધારું છે એ તમે ક્યારેય નહી જોઈ શકો. કારણકે એને જોવા માટે અંતરની આંખ જોઇએ, શરીરની આંખ નહી. એટલે પ્રેમ શરીરને નહી એની આત્માને કરો કારણકે… આત્મા જ પરમાત્મામાં વિલીન થશે, શરીર નહી.