રસોડામાં ઉપયોગી એવી ઘણી બધી શોર્ટકટ ટીપ્સ હોય છે, જેના વિષે કદાચ તમને ખબર નથી હોય. તો જાણો અમારી આ ટીપ્સને.
* ભીંડો અને કોળુંને કાપ્યા બાદ ચપ્પુના રહેલ ચીકાશ કાઢવ માટે અખબારી (ન્યુઝ પેપર) કાગળથી સાફ કરીને ધોવાથી ચીકાશ દુર થઇ જશે.
* ધી બનાવતી વખતે જો વાસણ બળી જાય તો તેમાં પાણી અને મીઠું નાખીને ઉકાળો, આનાથી વાસણ ચમકાતા (સાફ) થઇ જશે.
* રોટલી બનાવ્યા બાદ લોઢી (તવી) માં લીંબુની છાલ ઘસવાથી લોઢી સારી રીતે સાફ થઇ જશે.
* કાંચના (ફાયબરના વાસણ) વાસણને ચમકાવવા તેમાં લીંબુની છાલ ઘસવી.
* શાક ની ગ્રેવી ઘટ્ટ કરવા માટે મસાલાની સાથે તેમાં થોડું છીણેલું નાળીયેર નાખવાથી શાક સ્વાદિષ્ટ બનશે.
* જો કાંચના વાસણોને ઉપયોગમાં લેવા ન હોય તો એક એક પીસને પેપરથી વીંટી નાખવા. આમ કરવાથી વાસણ અથડાશે નહિ.
* કારેલાનું શાક કડવું ન લાગે તે માટે કારેલા ને સમારીને આખી રાત દહીં માં પલાળી રાખો.
* ઠંડીમાં બ્રેડ પર માખણ લગાવવા માટે ચપ્પુને ગરમ કરીને માખણ કાપવું. ઝડપથી માખણ કપાશે.
* વધારે મલાઈ મેળવવા માટે દૂધને ઘીમાં ગેસે વધારે સમય સુધી ઉકાળવું.
* માખણથી ઘી બનાવતા સમયે પાણીનો છંટકાવ કરવાથી ઘી દાણાદાર બને છે.
* જુના બટાટા બાફતી વખતે લીંબુનો રસ નાખવાથી બટાટા સફેદ રહેશે.
* ચીકણાઈ વાળા વાસણોને સાફ કરવા માટે કેળાની છાલના અંદરના ભાગને વાસણમાં ઘસવું. આમ કરવાથી ચીકણાઈ સરળતાથી નીકળી જશે.
* મલાઈમાં એક ચમચી ખાંડ નાખીએ અને તેને ફેટી એતો માખણ વધારે નીકળશે.