કાચી ડુંગળી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

Raw onion beneficial for health

હૃદયની સુરક્ષા કરે છે :

કાચી ડુંગળીનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. આ સિવાય કાચી ડુંગળીનું નિયમિત સેવન કરવાથી લોહીની બંધ ધમનીઓ પણ ખુલી જાય છે.

કેન્સર સામે રક્ષણ કરે છે :

કાચી ડુંગળીમાં સલ્ફર તત્વની માત્રા વધુ હોય છે. સલ્ફર શરીરને પેટ, ફેફસા, બ્રેસ્ટ, પોસ્ટેટ કેન્સરથી બચાવે છે. સાથે જ આ પેશાબમાં થતાં સંક્રમણની સમસ્યાને પણ ખતમ કરે છે.

ડાયાબિટીસના રોગીઓ માટે ફાયદાકારક :

જો તમને ડાયાબિટીસ હોય તો દરરોજ એક કાચી ડુંગળી ખાવી જોઈએ. કાચી ડુંગળી શરીરમાં ઈંસુલિન પેદા કરે છે. જે ડાયાબિટીસના રોગીઓ માટે અત્યંત ફાયદાકારક રહે છે.

કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે :

ડુંગળીમાં મિથાઈલ સલ્ફાઈડ અને એમીનો એસિડ હોય છે. જે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલની માત્રાને ઘટાડીને શરીરમાં સારા કોલેસ્ટ્રોલના પ્રમાણને વધારે છે.

કબજિયાત દૂર કરે છે :

કાચી ડુંગળીમાં રહેલા રેશા પેટની અંદર ચોટેંલા ખોરાકને બહાર કાઢે છે. જેથી પેટ દુરસ્ત રહે છે અને સાફ પણ થઈ જાય છે. જેથી જો તમને કબજિયાતની સમસ્યા રહેતી હોય તો ભોજન સાથે રોજ એક કાચી ડુંગળી ખાવાનું શરૂ કરી દો.

Raw onion beneficial for health

ગળામાંથી કફ દૂર કરે છે :

જો તમને શરદી, કફ અથવા ગળામાં ખરાશની સમસ્યા રહેતી હોય તો તાજી ડુંગળીનો રસ પીવાથી ચોક્કસ ફાયદો થશે. રસમાં ગોળ અથવા મધ મિક્ષ કરીને પણ પી શકાય છે. આ સાથે શિયાળામાં દરરોજ કાચી ડુંગળી ખાવાથી શરદીમાં રાહત રહે છે.

એનીમિયામાં લાભકારક :

કાચી ડુંગળીમાં સલ્ફર વધુ માત્રામાં હોવાને કારણે ડુંગળી કાપતી વખતે આંખોમાંથી પાણી નિકળે છે. જે નાક દ્વારા શરીરમાં પ્રવેશે છે. આ સલ્ફરમાં એક પ્રકારનું તૈલીય પદાર્થ રહેલું હોય છે. જે એનીમિયાના રોગીઓ માટે અત્યંત લાભકારક હોય છે. પરંતુ ખારોક બનાવતી વખતે તે સલ્ફર બળી જાય છે. જેથી કાચી ડુંગળીનું સેવન જ કરવું જોઈએ.

નાકમાંથી લોહી પડવું :

જો નાકમાંથી લોહી પડતું હોય તો કાચી ડુંગળી કાપીને સૂંઘવાથી લોહી નિકળતું બંધ થઈ જશે. આ સાથે જો તમને હરસ-મસાની સમસ્યા હોય તો રોજ એક સફેદ કાચી ડુંગળી ખાવાનું શરૂ કરી દો. તમારી સમસ્યા દૂર થઈ જશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,030 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 2 = 1