તમે આજ સુધી ઘણી જગ્યા એ સાંભળ્યું કે વાંચ્યું હશે કે ‘an apple a day keeps the doctor away’ રોજ એક સફરજન ખાવાથી તમારે ક્યારેય ડોક્ટર પાસે નહિ જવું પડે. પરંતુ શું તમે જાણો છો રોજ એક કાચુ કેળું ખાવાથી તમે જીવન ભર સમગ્ર રીતે સ્વસ્થ રહી શકો છો.
કેળા ને તમારી દિવસ ચર્યામાં શામેલ કરવાથી તમે ફીટ અને હેલ્ધી રહી શકો છો. જોકે, કેળા તો કેળા છે, પાકા હોય કે કાચા. તે ખુબજ ફાયદેકારક છે. કાચા કેળા જેટલા જોવામાં સારા લાગે, તેટલા જ ખાવામાં પણ. મોટાભાગે કાચા કેળાનો ઉપયોગ લોકો શાક બનાવવા અને સ્નેક્સ બનાવવા કરતા હોય છે. ચાલો જાણીએ આના ફાયદાઓ.
* આમાં થાઈમીન, નીયાસીન, રીબોફ્લેવીન અને ફોલિક એસીડના રૂપમાં વિટામીન એ અને વિટામીન બી પર્યાપ્ત માત્રામાં હોય છે. જો સવારે નાસ્તામાં એક કેળુ ખાધું હોય તો લંચ સુધી ભૂખ લાગવાની સંભાવના ઓછી છે.
* બધા પ્રસિદ્ધ ખેલાડીઓનું લોકપ્રિય ફ્રુટ કેળા જ રહ્યું છે. ૨ કેળા ખાવાથી તમે ૯૦ મિનીટ સુધી ઊર્જાવાન રહી શકો છો.
* Raw બનાના માં પોટેશિયમ નો એક ખજાનો છે જે રોગપ્રતિકારક સિસ્ટમને મજબૂત બનાવે છે. કાચા કેળામાં સ્ટાર્ચ હોય છે.
* વેઇટ લોસ કરવા વાળા લોકોને કાચા કેળા ખાવાની સલાહ આપવામાં આવે છે. આમાંથી ભરપુર માત્રામાં ફાઈબર્સ મળી આવે છે, જે બિનજરૂરી ચરબી કોશિકાઓ અને અશુદ્ધિઓને સાફ કરે છે.
* Raw બનાના બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં અને સ્ટ્રોકને રોકવામાં મદદરૃપ થાય છે. સરેરાશ કેળામાં ૫૦૦ મિલિગ્રામ પોટેશિયમનું પ્રમાણ હોય છે. જે બ્લડપ્રેશરને ઘટાડવામાં મદદરૃપ થાય છે. સાથે સાથે શરીરમાં ફલુઇડના સંતુલનને નિયંત્રણમાં રાખે છે.
* ગ્રીન બનાના ગરમ તાસીર, એલિફેટિક, કફકારક, પિત્ત, રક્ત વિહાર, બળતરા અને વાયુને નષ્ટ કરે છે. કાચા કેળામાં પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, કોપર, આયર્ન, ફોસ્ફરસ, સલ્ફર, આયોડીન, એલ્યુમિનિયમ, જસત, કોબાલ્ટ, સાઇટ્રિક એસિડ, મેલિક એસિડ, ફેરુલિક એસિડ અને ગેલિક એસિડ વગેરે જેવા તત્વો મળી આવે છે.
* આ સારી હેલ્થ માટે ખુબજ જરૂરી છે. આ ફૂડને જરૂરી એનર્જી માં બદલે છે, જે વજન ઘટાડવા માં કારગર છે.
* કાચા કેળાના નિયમિત સેવનથી તમે પાચન ક્રિયા ઠીક કરી શકાય છે. કાચા કેળા ખાવાથી પાચન રસોનું સ્ત્રાવણ સારી રીતે થઇ શકે છે. ઉપરાંત આ તમને કેન્સરથી પણ બચાવે છે.
* કાચા કેળામાં રહેલ કેલ્શિયમ હાડકાને મજબુત બનાવવા સહાયરૂપ છે. આ મૂડ સ્વિંગની સમસ્યામાં પણ ફાયદાકારક છે.