શું તમારે પેટની ચરબીને ઘટાડવી છે તો અજમાવો ટિપ્સ

Hide your abdominal fat without exercise, try 10 Stylish Tips

તૈયાર થયા બાદ જ્યારે તમે અરીસામાં પોતાને જોઇ રહ્યા હોવ છો, તો તમને અહેસાસ થાય છે કે તમારું પેટ બહારની તરફ નિકળેલું છે. બીજી જ પળે તમે એ ડ્રેસને બદલીને ટમી ટકર પહેરી લો છો. પરંતુ ટમી ટકર્સ ઘણીવાર અસુવિધાજનક હોઇ શકે છે. તો એવા કપડાં કેમ ના ખરીદવામાં આવે જે તમારાં પેટને છૂપાવે? અહીં અમે કેટલીક ટિપ્સ આપી છે જે તમારાં પેટને ટમી ટકરની મદદ વગર જ છૂપાવી શકે છે.

1. ઓવર ફિટેડ કપડાં ના પહેરો

તમારાં એસેટ્સને હાઇલાઇટ કરવું એ સારી વાત છે, પરંતુ જો તમારું પેટ બહાર નિકળેલું છે તો ઓવર ફિટેડ ટોપ્સ અથવા બીજાં કપડાં ના પહેરો. લેગિંગ્સ પહેરો જે તમારાં પગની સુંદરતાને વધારે નહીં કે, તમારાં પેટની આસપાસની જગ્યા તરફ લોકોનું ધ્યાન ખેંચે.

2. લેયરિંગ

તમે હેવી હિપ્સ હોવ કે પછી તમારું પેટ થોડું બહાર નિકળેલું હોય, આ તમારી તમામ મુશ્કેલીઓને સરળ બનાવી દે છે. બ્લેઝર્સ, કિમોનોઝ અને જેકેટ્સ તેના કેટલાંક ઓપ્શન્સ છે. જેટલું લાંબુ તમારું કાર્ડિગન હશે, એટલા જ તમે લાંબા અને પાતળા દેખાશો. ક્રોપ શ્રગ્સ અને જેકેટ્સથી દૂર રહો.

3. ઘટ્ટ રંગ પહેરો

બ્લેક, બ્રાઉન, ગ્રેઝ અને બ્લૂઝ જેવા ઘટ્ટ રંગ પહેરો. ચમકતા રંગો લોકોનું ધ્યાન વધારે આકર્ષિત કરે છે.

4. પેટની આસપાસથી ધ્યાન હટાવો

બેલ્ટ્સ અથવા એવી કોઇ પણ ચીજથી દૂર રહો, જે તમારાં પેટની આસપાસના ભાગ પર લોકોનું ધ્યાન ખેંચે. આનાથી તમારાં પેટની હકીકત બધાની સામે લાવીને મુકી દેશે.

5. પેપ્લમ્સ પહેરો

તમારાં પેટને છૂપાવવા માટે પેપ્લમ ટોપ્સ અને પેપ્લમ હાઇવેસ્ટ સ્કર્ટ્સ ટ્રાય કરવા માટે પરફેક્ટ ઓપ્શન છે. આ અત્યારે ટ્રેન્ડમાં પણ છે અને તેને વધારે સારી રીતે એક્સરસાઇઝ કરી શકાય છે. જો કે, બંનેને એકસાથે ના પહેરો.

6. હાઇ-વેસ્ટ આઉટફિટ્સ ટ્રાય કરો

લો-રાઇઝ પેન્ટ્સ તમારાં પેટની આસપાસની ચરબીને દેખાડે છે, જે ખૂબ જ ખરાબ લાગે છે. તેથી મિડ-રાઇઝ અથવા હાઇ-વેસ્ટ પેન્ટ્સ અથવા જીન્સ પહેરો, જે તમારાં પેટને દબાવીને રાખશે.

7. એસિમેટ્રિક ટોપ્સ

તમારાં પેટને છૂપાવવાની સૌથી સારી રીત છે એસિમેટ્રિક ટોપ્સ અથવા કૂર્તા. પેન્સિલ પેન્ટ્સની સાથે પહેરવામાં આવેલા લાંબા એસિમેટ્રિક કૂર્તા ખૂબ જ શાનદાર લાગે છે. તે બેસિકલી વર્ટિકલ લાઇન્સ બનાવે છે, જે તમારાં બહાર નિકળેલા પેટને છૂપાવે છે.

8. શર્ટ્સને ટક-ઇન ના કરો

દરેક વખતે જ્યારે તમે શર્ટ પહેરીને ઓફિસ જાવ છો, તો તેને ટક-ઇન કરી લો છો. આવું કરવાનું બંધ કરી દો. આનાથી તમારો શર્ટ કમરની આસપાસ કસાઇ જાય છે અને તમારું પેટ દેખાઇ જાય છે.

9. એવા ફેબ્રિક્સ પહેરો જે ચિપકે નહીં

કેટલાંક ફેબ્રિક્સ એવા હોય છે જે તમારાં શરીર સાથે ચિપકી જાય છે અને જે ભાગને તમે છૂપાવવા ઇચ્છો છો તે ઉભરીને સામે આવી જાય છે. સ્પેન્ડેક્સ, નાયલોન અને સેટિન જેવા ફેબ્રિક્સ અવોઇડ કરો. ફ્લોઇ ફેબ્રિક્સ અને ગારમેન્ટ્સને મહત્વ આપો, જેવા કે કોટન, ખાદી, જ્યોર્જેટ અને રો-સિલ્ક.

10. પેટની આસપાસ રહેતા ટોપ અને કૂર્તી પસંદ કરો

એ-લાઇન સલવાર કમિઝ અને અનારકલી સૂટ સૌથી વધારે ફાયદાકારક રહેશે, તમારાં પેટને છૂપાવવા માટે. એવા કૂર્તા પહેરો જે પ્લીટેડ હોય અથવા બ્રેસ્ટની આસપાસ ચોંટી ના જાય. રેપ ડ્રેસીસ અને મેક્સી ડ્રેસીસ પણ બેસ્ટ ઓપ્શન સાબિત થશે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


11,102 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − 4 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>