કરો પીપડા નું પૂજન

કષ્ટ દૂર કરવા કરો પીપળાનું પૂજન

મહાત્મા બુદ્ઘે પીપળાના વૃક્ષ નીચે બેસીને જ જ્ઞાન મેળવ્યું હતું. તેથી તેને ‘બોધી વૃક્ષ’ પણ કહેવામાં આવે છે. સનાતન ધર્મમાં તેને દેવતૂલ્ય માનીને પૂજવામાં આવે છે.જ્યારે પિતૃદોષને કારણે કષ્ટ થઇ રહ્યાં હોય ત્યારે તેમાંથી મુક્તિ મેળવવા માટે દરરોજ પીપળાનું પૂજન કરવું જોઇએ

પીપળાના વૃક્ષને  તિબ્બતમાં લાલચંડ, નેપાળમાં બંગલિસમા, બર્મામાં સ્યામ, શ્રીલંકામાં તેને શોલબો વગેરે નામથી ઓળખવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે, વૃક્ષમાં હું પીપળો છું. તેને આધારે પીપળાનું મહત્વ કેટલું બધું છે તે આંકી શકાય છે. જ્યોતિષીઓ પ્રમાણે પણ શનિવારના દિવસે પીપળાને દીપદાન કરવું. જળ અને તેલ ચઢાવવું. ઉપાસના કરવી તથા પરિક્રમા કરવી શુભ હોય છે. કારણ કે શ્રીવિષ્ણુ અને લક્ષ્મીજી પીપળાના વૃક્ષના થડમાં નિવાસ કરે છે. જે જાતક પીપળાની સેવા-પૂજા કરે છે તેના પર ભગવાન વિષ્ણુ, લક્ષ્મીજી અને શનિદેવ પ્રસન્ન થાય છે. જેને લીધે જાતકના જીવનમાં રહેલા તમામ પ્રકારના કષ્ટ દૂર થાય છે અને ધન-ધાન્યમાં વૃદ્ઘિ થાય છે.

પીપળાનું વૃક્ષ ઉછેરવાથી જાતકને જીવનમાં ક્યારેય કોઇ પણ પ્રકારના કષ્ટ સહન કરવા પડતાં નથી. તેનું ઘર ધાન્યના ભંડારથી ભરપૂર રહે છે. પીપળાને દરરોજ જળ ચઢાવવાથી ઘર-પરિવારની સુખ-સમૃદ્ઘિ વધતી જાય છે. પીપળાનું વૃક્ષ મોટું ન થાય ત્યાં સુધી તેની જાળવણી કરવી જોઇએ. તેનાથી આશ્ચર્યજનક લાભ મળે છે. – પીપળાની પરિક્રમા કરવાથી કાલસર્પ દોષ સમાપ્ત થઇ જાય છે.

કષ્ટ દૂર કરવા કરો પીપળાનું પૂજન

શનિદેવના કોઇ પણ પ્રકારના અશુભ પ્રભાવને નષ્ટ કરવા માટે પીપળાના વૃક્ષની પૂજા શુભ ગણાય છે. રવિવારને બાદ કરતાં રોજ પીપળાને જળ ચઢાવવાથી જન્મકુંડળીના ઘણા અશુભ માનવામાં આવતા ગ્રહયોગોનો પ્રભાવ સમાપ્ત થઇ જાય છે. આ ઉપરાંત પુરાણો અનુસાર પીપળામાં સમસ્ત દેવી-દેવતાઓનો નિવાસ હોય છે.

જીવનમાં તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન જોઇતું હોય તો પીપળાના વૃક્ષ નીચે સ્થાપેલા શિવલિંગનું દરરોજ પૂજન કરવું. આમ કરવાથી ગરીબ વ્યક્તિ પણ માલામાલ થવા લાગે છે. જ્યારે પિતૃદોષને કારણે કષ્ટ થઇ રહ્યાં હોય ત્યારે તેમાંથી મુક્તિ મેળવવા માટે દરરોજ પીપળાનું પૂજન કરવું જોઇએ. અને દરિદ્રતા કે ગરીબીમાંથી બહાર નીકળવા માટે પીપળાની સેવા-પૂજા કરવી જોઇએ.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


5,792 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − = 3