આજ ટેકનોલોજી નો જમાનો છે. આજ કાલની ટેકનોલોજી બધી વસ્તુમાં ફાસ્ટ છે. શું તમે ક્યારેય એવી કોઈ કલ્પના કરી છે કે કાશ એવું થાય કે પથ્થર માંથી વાઈ-ફાઈ સિગ્નલ મળે? શું એવો કોઈ પથ્થર હોઈ શકે ખરા? જો તમે આવું વિચારી રહ્યા હોવ તો તમારો આ ખ્યાલ સાચો છે.
ઉપર જણાવેલ તમને થોડું શોક લાગે તેવું છે. હમણાં જર્મનીનો એક પથ્થર સોશીયલ મીડિયા માં ખુબ છવાયેલ છે. જર્મની ના આઉટડોર સ્કલ્પચર્સ નું મ્યુઝિયમ ‘ન્યુએનકીર્ચેન’ માં એક એવો પથ્થર છે જેની પાસે આગ લગાવવાથી ઈન્ટરનેટનું વાઈ-ફાઈ સિગ્નલ મળવાનું શરુ થઇ છે.
કેમ થાય છે આવું?
જોકે, પથ્થરની અંદર એક થર્મોઇલેક્ટ્રીક જનરેટર લગાવવામાં આવ્યું છે, જે ગરમીને વીજળીમાં બદલી નાખે છે. વીજળી મળતા જ વાઈ-ફાઈ નું રાઉટર ચાલુ થઇ જાય છે અને ઈન્ટરનેટ સિગ્નલ શરુ થઇ જાય છે.
આ પથ્થરનું વજન લગભગ 1.5 ટન છે અને આ આર્ટવર્ક ને ‘કીપ અલાઇવ’ નામ આપવામાં આવ્યું છે. આને ‘એરમ બર્થોલ’ નામના વ્યક્તિએ બનાવ્યું છે. અત્યારે Wi-Fi જનરેટરની તસ્વીરને સોશીયલ મીડિયામાં ખુબ શેર કરવામાં આવી છે. ઘણા લોકો આ પથ્થરને યુનિક અને ચમત્કારી જણાવે છે.
અહી આવતા વપરાશકર્તાઓ (મુલાકાતીઓ) ને જાતે જ આગ લગાવીને Wi-Fi સિગ્નલ જનરેટ કરવાનું કહેવામાં આવે છે. જોકે, આ બધાને ખબર ન પડે. આના માટે સૌથી પહેલા આગ લગાવવામાં આવે છે ત્યારબાદ જ સિગ્નલ કેચ થઇ શકે છે. આના પછી લોકો પોતાના લેપટોપ, સ્માર્ટફોન અને ટેબ્લેટ સરળતાથી કનેક્ટ કરી શકે છે.