જ્યારે તમે ક્યાંક ફરી રહ્યા હો કે રોડ પરથી પસાર થઈ રહ્યા હો ત્યારે તમારી આજુબાજુ ભીખ માંગવા કોઈને કોઈ ચોક્કસ આવી જ ચડશે. આવી સ્થિતિ માત્ર ભારતમાં જ છે એવું નથી આપણા પડોશી અને વિશ્વની મહાસત્તાઓ પૈકી એક ચીનમાં પણ આવા દ્રશ્યો સામાન્ય છે.
આજે અમે તમને ચીનના એક ભીખારી વિશે જણાવીશું કે જે રસ્તા પર ભીખ માંગીને કરોડપતિ બની ગયો છે. એટલું જ નહીં તેને ભીખમાં એટલી અઢળક કમાણી થાય છે કે આ પૈસા તે જ્યારે પોસ્ટ ઓફિસમાં સેવિંગ માટે મુકવા જાય છે ત્યારે તેને પૈસા ગણવામાં મદદ કરનાર કર્મચારીને ટીપમાં 1000 રૂપિયા આપે છે!
આ ભીખારી ચીનના બેઈજીંગની ગલીઓમાં દરરોજ ભીખ માંગવા નીકળી પડે છે. તેના દયામણા દેખાવના કારણે લોકોના દિલ દ્રવી ઉઠે છે અને ઉદારતાપૂર્વક ભીખ આપે છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર