કરન જોહર બનાવશે ‘સ્ટુડંટ ઓફ ધ ઇયર’ નું સિકવલ

232657-soty

બોલીવુડના જાણીતા ફિલ્મ મેકર કરન જોહર પોતાની સુપર હીટ ફિલ્મ ‘સ્ટુડંટ ઓફ ધ ઇયર’ નું સિકવલ બનાવવા જઈ રહ્યા છે. કરન જોહરે વર્ષ ૨૦૧૨ માં સ્ટુડંટ ઓફ ધ ઇયર બનાવી હતી. જોકે આ ફિલ્મ સારી સાબિત થવાને કારણે તેમણે આનું સિકવલ બનાવવાનું વિચાર્યું છે.

આ ફિલ્મના માધ્યમે ફિલ્મ મેકર કરન જોહરે આલિયા ભટ્ટ, વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રાને લોન્ચ કર્યા હતા. આ ફિલ્મ બોક્સ ઓફીસ પર સુપર ડુપર હીટ રહી. જોકે, કરન જોહરે કેટલા દિવસથી આ ફિલ્મ નું સિકવલ બનાવવા માંગતા હતા.

કરન ને આના સ્ટાર કાસ્ટ માટે પણ ન્યુકમર્સ ની તલાશ છે. જાણકારી અનુસાર કરને સૌપ્રથમ આ ફિલ્મ માટે સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન, શહીદ કપૂરનો ભાઈ ઇશાન કપૂર અને શ્રીદેવી ની પુત્રી જ્હાનવી કપૂરને આના માટે અપ્રોચ કર્યા હતા. જોકે, હવે ટાઇગર શ્રોફને લીડ રોલ માટે ફાઈનલ કરવામાં આવ્યો છે.  એટલે કે સ્ટુડંટ ઓફ ધ ઇયર-૨ માં ટાઇગર શ્રોફ હીરો હશે.

કરને  સ્ટુડંટ ઓફ ધ ઇયર ના સિકવલ માટે પોતાની ટીમને ટાઇગર શ્રોફને ધ્યાનમાં રાખીને સ્ટોરી લખવાનું જણાવી દીધું છે. ફિલ્મમાં ફીમેલના લીડ રોલ માટે હજુ કોઈ જાણકારી નથી.

tiger-shroff_650_102914041650

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,264 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − = 4

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>