‘કબાલી ૨’ માં તમિલ સુપરસ્ટાર રજનીકાંત સાથે જોવા મળશે ધનુષ

Rajinikanth-Radhika-Apte-Kabali-Movie-Ultra-HD-Stills-11-min

તમિલ સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘કબાલી’ એ ફિલ્મી દુનિયામાં નવો ઈતિહાસ રચી કાઢ્યો છે. જયારે આ ફિલ્મ બની રહી હતી ત્યારથી જ દર્શકો તેની રાહ જોય રહ્યા હતા. આ ભારતની મોસ્ટ અવેઈટેડ ફિલ્મમાંથી એક છે.

દર્શકો કબાલી ફિલ્મ જોઇને ખુબ જ ખુશ છે. આ એક બ્લોકબસ્ટર ફિલ્મ રહી તેથી ડાયરેક્ટર અને પ્રોડ્યુસર ઈચ્છે છે કે આની નવી સીરીઝ એટલેકે ‘કબાલી ૨’ બને. આ ફિલ્મના પ્રોડ્યુસર ઘનુષ છે.

ધનુષ પોતાની આ ફિલ્મને ‘વન્ડર બાર’ ના બેનર હેઠળ બનાવશે. આ ફિલ્મમાં દર્શકોને નવી સ્ટોરી જોવા મળશે. રીયલ લાઈફમાં ધનુષ ના સસરા રજનીકાંત છે. તેથી સસરા અને જમાઈની જોડી દર્શકોને જોવા મળશે.

જાણકારી અનુસાર કબાલી ૨ માં ધનુષ પણ એક્ટિંગ કરશે. તમને જણાવી દઈએ કે બ્લોકબસ્ટર ફિલ્મ કબાલી એ બોક્સ ઓફીસ પર 600 કરોડની કમાણી કરી હતી. ઘનુશે પોતાની આ જાણકારીને ટ્વીટર પર પોતાના ફેન્સ સાથે શેર કરી હતી.

Comments

comments


4,818 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


8 × 1 =