કપિલ શર્માની ‘કિસ કિસકો પ્યાર કરું’ 25 સપ્ટેમ્બરે રિલીઝ થશે

Kapil Sharma's "kiss kisako pyer karu ' will be released on September 25

‘કોમેડી નાઈટ્સ વિથ કપિલ’થી સ્ટાર બની ગયેલા કોમેડિયન કપિલ શર્માની લાંબા સમયથી જે ફિલ્મની રાહ જોવાઈ રહી હતી, તેની રિલીઝ ડેટ નક્કી થઈ ગઈ છે. કપિલની પહેલી ફિલ્મ ‘કિસ કિસકો પ્યાર કરું’ 25 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. અબ્બાસ-મસ્તાન દ્વારા નિર્દેશિત ફિલ્મમાં અરબાઝ ખાન, મંજરી ફડનીસ, સિમરન કૌર મંડી અને એલી અવરામ પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.

થોડા દિવસો પહેલાં સમાચાર આવ્યાં હતાં કે, છેલ્લા થોડા સમયથી કોમેડિયન કપિલ શર્માના ટીવી શોની ટીઆરપી નીચે ગઈ છે, તેની કિંમત કપિલને લિડ રોલમાં લઈને ફિલ્મ બનાવનાર ડિરેક્ટર જોડી અબ્બાસ-મસ્તાનને ચૂકવવી પડી હતી. કહેવામાં આવે છે કે, છેલ્લા બે-ત્રણ મહિનાથી અબ્બાસ મસ્તાનની જોડી કપિલ સાથે બનાવેલી નવી ફિલ્મ ‘કિસ કિસકો પ્યાર કરું’ના પોસ્ટ પ્રોડક્શનના કામમાં વ્યસ્ત હતાં.

પરંતુ આ કામમાં તેમને કપિલનો સહયોગ ન મળવાથી ફિલ્મની રિલીઝ ડેટ સતત આગળ જતી હતી. ગયા અઠવાડિયે પણ કપિલ જ્યારે છેલ્લા સમયે સ્ટુડિયો પર નહીં પહોંચતા, ડિરેક્ટર જોડીને પોતાનું કામ વચ્ચે જ પડતું મૂકવું પડ્યું હતું. ફિલ્મની પ્રોડક્શન કંપનીના એક સૂત્રએ જણાવ્યું હતું કે, પ્રોડક્શન કંપની આ ફિલ્મને સમર હોલિડેમાં રિલીઝ કરવા માગતી હતી, પરંતુ કપિલને લીધે આ શક્ય બન્યું ન હતું. આ પહેલા પણ કપિલને લઈને યશ રાજ બેનરે એક ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી, પરંતુ તેઓને પણ કપિલના નખરાને કારણે તેને ડ્રોપ કરીને વિવેક ઓબેરોયને લઈને ફિલ્મ બનાવવી પડી હતી.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,869 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 − = 1

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>