કડવું છે પણ જીવનમાં ઉતારવા, સમજવા જેવું છે……

maxresdefault

જીવનમા સમજવાની ખાસ બાબતો :-

*  તમે હેરાન થાઓ છો એનો અર્થ એ નથી કે, તમારૂ નસીબ ખરાબ છે. એનો અર્થ એ છે કે, તમારો સ્વભાવ જરૂર કરતા વધારે સારો છે.

*  મારી પાસે એવા માણસને નફરત કરવાનો ટાઇમ નથી કે જે મને નફરત કરે છે….. કેમ કે, હુ એવા લોકોમા વ્યસ્ત છુ જે લોકો મને પ્રેમ કરે છે…

*  ભૂખ તો… સંબંધોને પણ… લાગે છે !! બસ, લાગણીઓ.. સ્વાદિષ્ટ હોવી જોઈએ.

*  ભક્ત હોય તો નરસિંહ મહેતા અને મીરા જેવી,
જેમાં ટેન્શન હંમેશા ભગવાનને જ લેવુ પડે..

*  તું કહે છે ખાલી હાથે શું મળે, પૈસો ખર્ચો તો જગત આખું મળે ! બોલ, સોદા કરવા હું તૈયાર છું, કેટલામાં બાળપણ પાછું મળે ?

*  ગામમાં લીમડા ઘટતા જાય છે
અને ઘરમાં કડવાશ વધતી જાય છે..!!
હોઠો પરથી ‘શુગર’ ઘટી છે, ત્યારથી લોહીમાં વધી છે…!!

*  મને નથી ખબર કે હું એક સારો મિત્ર છું કે નહીં પણ મને એ ખબર છે કે મારી મિત્રતા જેમની સાથે છે તે બધા સારા મિત્રો છે.

*  “ઘર નાનું હોય કે મોટું” પણ
જો મીઠાશ ન હોય તો… માણસ તો શું કીડીઓ પણ નથી આવતી..

*  લાગણીઓ જ થકવી જાય છે,
બાકી, માણસ તો બહુ મજબુત હોય છે….

All-Alone-on-Valentines-Day-1

*  પ્રેમ અને દોસ્તી મા ચઢીયાતી
દોસ્તી છે દોસ્તો, ત્યારે તો રાધા રડે
છે કૃષ્ણ માટે અને કૃષ્ણ રડે છે, સુદામા માટે

*  પરિસ્થિતિ આપણને સાચવી લે
તે આપણું નસીબ, પરિસ્થિતિને
આપણે સાચવી લઈએ તે આપણી સમજણ..

*  એ સફળતાની નિસરણી શું કામની કે જેમાં માણસ તો ઉપર ચઢે પણ માણસાઇ નીચે ઊતરી જાય ?….

*  આ દુનીયા ની સૌથી સુંદર જોડી…
“હાસ્ય” અને “આંસુ”
આ બંનેનુ સાથે આવવુ અશક્ય છે…. પરંતુ સાથે આવે એ સમય સહુ થી ખુબસુરત હોય છે…

*  આજકાલ કોઇને એલાર્મ નથી જગાડતુ … હર કોઇને તેની
જવાબદારીઓ જ જગાડે છે….

*  કોઇપણ વસ્તું કે માણસની એટલી બધી અપેક્ષા ન રાખવી કે તેના વગર જીવી ના શકાય.

*  પાંપણો પર જો પાળ બાંધી હોત ને, તો….ખરેખર, આ આંખો સાતેય દરિયાની માલિક હોત….

*  અફવા એ એવું ઝડપી ગતીવાળું પક્ષી છે, જેની પાંખોને ક્યારેય વાર લાગતી નથી.

*  સાપ ઘરે જોવા મળે તો લોકો દંડો મારવા દોડે છે
અને
શિવ લિંગ પર જોવા મળે તો દુધ પીવડાવવા દોડે છે…
સન્માન તમારું નહિ, તમારા સ્થાન અને સ્થિતિનું થાય છે.

*  આપણે જેમને સહુથી વધુ ચાહીએ છીએ, તેમનામાં જ આપણને વધુ
દુઃખ આપવાની શક્તિ રહેલી હોય છે.

*  દુનિયાની સાચી હકીકત જ્યાં સુધી “સાચી વાત” ઘરની બહાર નીકળે…… ત્યાં સુધીમાં તો “ખોટી વાતે” અડધી દુનિયા ફરી લીધી હોય છે….

18lrjbr6kkzdujpg

*  સિંહ અને વાઘ ખુબજ શક્તિશાળી છે, તેમ છતા, પિજરામા પુરાઈને સર્કસમા કામ કરવુ પડે છે, પણ શિયાળ ક્યારે સર્કસમાં કામ નથી કરતો.

*  બસ દિલ જીતવાનો જ હેતુ રાખજો. કારણ કે…… દુનિયા જીતીને
પણ સિંકદર ખાલી હાથે જ ગયો….

*  અજબ રિવાજ છે આપણા દેશનો, નજર મર્દૉની ખરાબ હોય છે , અને સ્ત્રીઓને લાજ કાઢવાનું કહે છે…..

*  ઘડિયાળની ટીક ટીક ને મામુલી ના સમજો … એટલું સમજી લ્યો કે જિંદગીના વૃક્ષ પર કુહાડી ના વાર છે..!

*  તમે ભલે તમારા જીવનથી અસંતુષ્ટ હોવ. પણ ઘણા લોકો
એવા હશે જે તમારા જેવુ જીવન જીવવા તરસતા હશે.

*  કોઇને ‘ સારા ‘ લાગશો, કોઈને
‘ ખરાબ ‘ લાગશો, પણ ચીંતા ના કરશો… જેવા જેના વિચારો હોય છે,
તેવા જ તેના ‘ મૂલ્યાંકન ‘ હોય છે.

*  લાગણીઓ ના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા. કારણ કે સાચા મિત્રોના ક્યાંય સેલ ના ભરાય. દોસ્ત તારી ગેરહાજરી એટલે ફીલ અને તારી હાજરી એટલે મહેફિલ.

*  આપણને ગમતી વ્યક્તિ દર વખતે આપણને ગમે એવું વર્તન જ કરે એ જરૂરી નથી. આપણને ગમતી વ્યક્તિ જે કંઈ વર્તન કરે એ ગમે એ જ ખરો સંબંધ છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


9,636 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 × = 10

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>