કડકડતી ઠંડીમાં ખાઓ ખજૂર, આના છે ઘણા બધા ફાયદાઓ

Produce-562

મેવામાં કાજુ, બદામ ની જેમ ખજુરને પણ પૌષ્ટિક માનવામાં આવે છે. અરબ દેશોમાં થતી ખજુર સ્વાદમાં મીઠી અને ગુણકારી એવો પૌષ્ટિક પદાર્થ છે. આને અંગ્રેજીમાં ‘Date’ કહેવામાં આવે છે. આ શિયાળા માં થતો મેવો છે. આના સેવનથી સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદાઓ થાય છે.

આ પ્રોટીનથી ભરપુર મેવો છે. આમાંથી કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, કોપર, પોટેશિયમ, ફોસ્ફરસ, વિટામિન વગેરે જેવા તત્વો મળી આવે છે. આ સિવાય આ વસા, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ખનીજ તત્વો, કેલ્શિયમ અને ફોસ્ફરસ થી ભરપુર હોય છે.

*  જો તમને મૂત્ર સબંધિત કઈ બીમારી હોય તો ૨ ખજુરને સવારે દૂધ સાથે ખાવાથી તમને આ સમસ્યા માં લાભ મળશે.

*  જો શરીરમાં દુર્બળતા હોય તો આનું સેવનથી તમને તાકાત મળશે.

*  ખજુર ફાઈબર નો સારો સ્ત્રોત છે. તેથી આને ખાવાથી પાચનક્રિયામાં ફાયદો થાય છે. આ LDL માં કોલેસ્ટ્રોલ જમા થતું હોય તો તેને રોકે છે. જેના કારણે દિલની બીમારી જેમકે હાઈપરટેન્શન, હાર્ટ અટેક વગેરેને ઘટાડવા સહાયક છે.

2cf1b33d-05eb-4ecb-ab2a-0cdece289cf8

*  દુધમાં ખજુર મેળવીને પીવાથી બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે. જેનાથી ત્વચા ગોરી થાય છે.

*  ખજુરને દૂધ સાથે લેવાથી પણ ફાયદો છે. દૂધ અને ખજુરમાં કેલ્શિયમ હોય છે જેથી સાંધા ના રોગમાં આ સહાયક છે.

*  ભૂખ ન લાગતી હોય ત્યારે લીંબુ અને ખજુરની ચટણી બનાવીને ખાવાથી અરૂચી દુર થાય છે.

*  દરરોજ ૪ થી ૫ ખજુર ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.

*  જો તમે નિયમિત રૂપે આનું સેવન કરશો તો તમારૂ હાર્ટ સ્વસ્થ જ નહિ, હેલ્ધી પણ રહેશે.

*  ખજુરની તાસીર ગરમ હોય છે તેથી શિયાળામાં આને ખાવાથી તમને ઠંડી પણ ઓછી લાગશે.

*  આનાથી પેટનું કેન્સર દુર થાય છે. આની સૌથી સારી વાત એ છે કે આની કોઈ સાઈડ ઈફેક્ટસ નથી. આનાથી આંખની રોશની વધે છે આંખ સબંધીત નાના મોટા રોગો પણ દુર થાય છે.

*  ખજુર વીર્યવર્ધક છે. તેથી શિયાળામાં ગાયના દૂધની સાથે આને ખાવાથી શુક્રાણુઓની વૃદ્ધિ થશે.

Comments

comments


7,475 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + = 7