શું તમને કઠોળ ખાવાથી ગેસની સમસ્યા થાય છે?

પલ્સ એ વેજિટેરિયન્સ માટે પ્રોટીનનો સારો એવો સ્રોત છે, પણ એનાથી ગેસ થતો હોવાથી એનું સેવન સંભાળીને કરવું જરૂરી છે. તેનું કઈ વસ્તુઓ સાથે યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો એ ગુણકારી બને એ વિશે તમને આજે જણાવીશું.

Why is eating beans is the proper way to eat it is the problem of gas

મગ, મઠ, ચણા, કાબુલી ચણા, વાલ, વટાણા, રાજમા, સોયાબીન અને એનાં જેવાં કઠોળ લગભગ બારેમાસ ખવાય છે. શાકાહારીઓ માટે એ પ્રોટીનનો ઘણો અગત્યનો સ્ત્રોત છે. કઠોળ વાયડાં પડે કે વાયુ કરે એટલે સાચવીને ખાવાં જોઈએ એવું તમે ઘણાં લોકોના મોઢે સાંભળ્યું હશે અથવા તો પોતે પણ અનુભવ્યું હશે. મોડર્ન ન્યુટ્રિશન સાયન્સ હોય કે આયુર્વેદ, બન્ને દ્વારા કહેવાયું છે કે કઠોળ પચવામાં ભારે હોય છે અને સાવચેતી ન રાખવામાં આવે તો ગેસ કરે છે. કઠોળ ભારે અને વાયુકર છે, પણ એવું કેમ છે?  એવું તો શું છે જે એટલો ગેસ કરે છે કે પેટ ફૂલીને દડા જેવું થઈ જાય છે અને વ્યક્તિ આકળવિકળ થઈ જાય છે? તો ચાલો આજે તમને તેની પાછળના કારણો જણાવી દઈએ.

કઠોળમાં રહેલા તત્વો

Why is eating beans is the proper way to eat it is the problem of gas

પ્રત્યેક કઠોળમાં વધતા-ઓછા અંશે એક પ્રકારની શુગર રહેલી હોય છે જે વધુ પડતો ગેસ પેદા કરવા માટે જવાબદાર ગણાઈ છે. આ શુગર છે ઓલિગોસેક્રાઇડ. આપણા શરીર માટે આ શુગરનું વિભાજન કરીને એને પચાવવાનું ઘણું જ અઘરું છે. સામાન્ય રીતે ખોરાકનું વિભાજન થઈને પચીને એમાંની જરૂરી ચીજો નાના આંતરડાની અંત:ત્વચામાં શોષાઈ જાય છે, પણ આપણા શરીરમાં ઓલિગોસેક્રાઇડનું વિભાજન કરે એવો કોઈ એન્ઝાઇમ પેદા થતો નથી એટલે અવિભાજિત શુગરનું શોષણ નાના આંતરડામાં થતું નથી. અપાચિત અને વણશોષાયેલી શુગર એવી ને એવી જ મોટા આંતરડામાં આવી જાય છે. સાથે નાના આંતરડામાંના બેક્ટેરિયા એ ઓલિગોસેક્રાઇડને વિભાજિત કરવાની કોશિશ કરે છે જેના પરિણામે ગેસ પેદા થાય છે. આ ગેસ રેક્ટમ એટલે કે મોટા આંતરડા અને મળદ્વારને જોડતા ભાગમાં ભરાઈ રહે છે અને વાછૂટ વખતે નીકળી જાય છે.

ગેસ છે શું?

Why is eating beans is the proper way to eat it is the problem of gas

તમે કોઈ પણ પ્રકારનો ખોરાક ખાધો હોય, પણ જો નાના આંતરડામાં જરૂરી પાચકરસોનું શોષણ ન થાય અને ખોરાક એવી જ અધકચરી અવસ્થામાં ઝટપટ મોટા આંતરડામાં આવી જાય ત્યારે ગેસ થાય છે. કઠોળમાં તો લગભગ હંમેશાં ઓલિગોસેક્રાઇડનું શોષણ થવાની સમસ્યા રહે જ છે જેને કારણે એ વાયુ પેદા થાય જ છે. નાના આંતરડામાં હાનિકારક બેક્ટેરિયાનું પ્રમાણ જો કુદરતી રીતે જ ઓછું હોય તો ગેસ થોડોક ઓછો બને છે.

વાસ કેમ આવે છે?

Why is eating beans is the proper way to eat it is the problem of gas

નોર્મલ વ્યક્તિ પણ જાણેઅજાણે દિવસમાં બારથી ચોવીસ વખત વાછૂટ કરે છે. વાછૂટ થવી સામાન્ય છે, પણ એમાંથી ટિપિકલ વાસ આવે છે ત્યારે એ પાચનતંત્રનો બગાડ કહેવાય છે. સામાન્ય રીતે ગુદામાર્ગેથી નીકળતા ચોખ્ખા ગેસમાં હાઇડ્રોજન, નાઇટ્રોજન અને કાર્બન ડાયોક્સાઇડ હોય છે. જ્યારે નાના આંતરડામાંથી ખોરાક પચ્યા વિના જ આગળ વધી જાય ત્યારે મોટા આંતરડામાં ભરાઈ રહે છે. અપચિત ખોરાકની માત્રા જ્યારે વધી જાય ત્યારે મોટા આંતરડામાં રહેલા બેક્ટેરિયા એ ખોરાક ખાઈને જે બાયપ્રોડક્ટ કાઢે છે એ વાસ હોય છે. બેક્ટેરિયાની બાયપ્રોડક્ટમાં મિથેન અને સલ્ફર વાયુનું પ્રમાણ વધારે હોય છે જે ગંદી વાસવાળો હોય છે. જ્યારે સ્ટાર્ચ અને પ્રોટીનયુક્ત ખોરાક વધુ ખાવામાં આવે ત્યારે ગેસ થવાની સંભાવના વધી જાય છે.

ઉપચાર શું?

Why is eating beans is the proper way to eat it is the problem of gas

પંજાબ અને ઉત્તર ભારતમાં તો લોકો બારેમાસ કાબુલી ચણા, રાજમા જેવાં ભારે કઠોળ ખાય છે; પણ મધ્ય અને દક્ષિણ ભારતમાં આ કઠોળનું સેવન એટલું નથી થતું. જો કરવામાં આવે તો અહીંના લોકોને વધુ માત્રામાં ગેસની સમસ્યા સતાવે છે. એની પાછળું કારણ છે, કઠોળને કઈ રીતે પકવવામાં આવે છે એ બહુ અગત્યનું છે. કઠોળની જે તાસીર છે એ તો સેમ જ રહે છે, પણ ઉત્તર ભારતના લોકો એને રાંધતી વખતે વિશેષ કાળજી લે છે. રાજમા કે છોલે બનાવતાં પહેલાં છથી સાત કલાક પલાળી રાખે છે. એ પછી એમાં ભારોભાર આદું, લસણ, કાળાં મરી અને તેજાના નાખે છે. આ તેજાનાને કારણે કઠોળનું પ્રોટીન સુપાચ્ય બનીને સરળતાથી આંતરડામાં શોષાઈને આગળ વધી જાય છે અને ગેસ પ્રમાણમાં ઓછો થાય છે.

કઠોળને પકાવવાની બેસ્ટ રીત

Why is eating beans is the proper way to eat it is the problem of gas

આયુર્વેદના મતે કઠોળ વાસ મારતો વાયુ કરે છે એની પાછળનું મૂળ કારણ કઠોળ ઉગાડવામાં વપરાતું સલ્ફર છે. લગભગ દરેક પ્રકારનાં કઠોળ પચવામાં ભારે છે. એટલે જો પાચકાગ્નિ બરાબર પ્રદીપ્ત થયેલો ન હોય તો એનું પાચન ન થાય કે અધૂરું થાય એવી શક્યતાઓ રહે છે અને ગેસ પેદા થાય છે. એમાં રહેલા સલ્ફરને કારણે ગેસમાં વાસ ભળે છે. સલ્ફર ધરાવતાં લસણ, કાંદા, બ્રોકલી, કોબી, ફ્લાવર જેવાં શાકભાજી ખાધા પછી પણ ગંધ મારતો ગેસ નીકળે છે.

ગેસ ન થાય એ રીતે કઠોળ કઈ રીતે પકાવવા માટે સૌથી પહેલાં તો કઠોળને પૂરતાં પલાળેલાં હોય તો એમાંનો ગુરુ ગુણ ઘટે છે. બીજું, એને બનાવવા માટે ધીમી આંચનો ઉપયોગ કરવો જરૂરી છે. ઝટપટ ઊંચા તાપમાને પકવી દેવાને બદલે ધીમે-ધીમે પકાવેલાં કઠોળ વધુ સુપાચ્ય હોય છે. અને ત્રીજું, એમાં તેલ કે ઘી અને તેજાના હોવા જરૂરી છે. કઠોળના વાયડા ગુણનું શમન કરે એ માટે તલનું તેલ કે ગાયનું ઘી લેવું. એમાં લસણ, આદું, રાઈ, હિંગ, જીરું, લીંબુ, ફુદીનો વગેરે ચીજોનો ભરપૂર ઉપયોગ કરવો. આયુર્વેદ કહે છે કે કોઈ પણ કઠોળ તેલ વિના અને કાચાં ફણગાવેલા ખાવાં ન જોઈએ.

સ્ટ્રેસને કારણે પણ ગેસ થાય

Why is eating beans is the proper way to eat it is the problem of gas

બ્રિટનની ક્વીન મેરી યુનિવર્સિટી ઓફ લંડનના રિસર્ચરોનું કહેવું છે કે વ્યક્તિ જ્યારે માનસિક તાણમાં હોય છે ત્યારે પણ નાના આંતરડામાં પોષકતત્વોનું પૂરેપૂરું શોષણ થયા વિના જ એ મોટા આંતરડામાં આગળ વધી જાય છે અને એને કારણે વાયુ પેદા થાય છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,272 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − = 2

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>