કચ્છના આ વિજય વિલાસ પેલેસમાં અચૂક જાવા જેવું

Kutch 'luxury' Vijay Vilas Palace on amazing pictures

કચ્છ જિલ્લામાં માંડવીમાં બીચ છે જે ગુજરાતનો અને સંભવત દેશનો એક માત્ર પ્રાઈવેટ બીચ છે. ઉનાળાના દિવસોમાં ગરમીથી બચીને દરિયાકિનારાના ઠંડા વાતાવરણમાં રહેવા 1920માં કચ્છના તત્કાલીન મહારાજાએ માંડવી શહેરથી આઠ કિ.મી. દૂર વિજયવિલાસ પેલેસ બનાવ્યો હતો. આ પેલેસ તેના વિશાળ કમ્પાઉન્ડમાં માંડવી પેલેસ તરીકે પ્રખ્યાત એવો રિસોર્ટ ખુલ્લો મૂક્યો છે. આ રિસોર્ટમાં બે કિ.મી. લાંબા ખાનગી બીચનો પણ સમાવેશ થાય છે. આ સ્થળને બીચ રિસોર્ટ તરીકે વિકસાવવામાં આવ્યું છે. બહાર ખૂબ જ સુંદર દસ એરકન્ડીશન્ડ લકઝરી ટેન્ટ બાંધવામાં આવ્યા છે. આ ટેન્ટમાં ફાઇવ સ્ટાર હોટેલ જેવી જ સુવિધાઓ છે.

પેલસેમાં પક્ષી નિરીક્ષણ, સ્વીમિંગ, ફીશિંગ, વોલીબોલ, ક્રિકેટ તથા ઇન્ડોર ગેમ્સની અને ઘોડા તથા ઊંટ-સવારીની પણ સગવડો છે. થોડે દૂર 72 જૈન દેવાલયોનું સંકુલ છે. ૧૯૧૮માં વિજય વિલાસ પેલેસના કામનો પ્રારંભ થયો. મહેલને અદ્વિતીય બનાવવા માટે કચ્છ ઉપરાંત ખાસ રાજસ્થાનના કુશળ કારીગરોને તેડાવવામાં આવેલા. તૈયાર થયેલો પેલેસ જૉઇને કચ્છના મહારાવ એટલા બધા પ્રભાવિત થયા હતા કે તેમણે આ મહેલના કારીગરો માટે આખું ગંગાપર ગામ બાંધીને તેમને રહેવા માટે બક્ષીસમાં આપી દીધું! ૬૯૨ એકરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલો આ ભવ્યાતિભવ્ય મહેલ બાંધવામાં એ વખતે ૫૦ લાખ કોરી (કચ્છના ચાંદીના ચલણી સિક્કા)નો ખર્ચ થયો હતો, આજના ભાવ પ્રમાણે તેની કિંમત ૬૫૬ કરોડ રૂપિયા જેટલી થાય! માંડવી શહેરમાં ચાર હજાર વર્ષ જુની શીપયાર્ડ કંપની છે જે અત્યારે પણ નાની શિપોનું નિર્માણ કરે છે. અત્યારે વિજય વિલાસ પેલેસની આજુ-બાજુમાં સુંદર બાગ-બગીચાઓ, પાણીના ફુવારાઓ છે. બિચ રસિયાઓએ અહીં એકવાર તો મુલાકાત લેવી જ જોઈએ, ત્યાંનું વાતાવરણ ઈકો-ફ્રેન્ડલી છે અને તેની સુંદરતા જોવા જેવી છે.

માંડવીના સુંદર દરિયા કિનારા નજીક વૈભવતાના પ્રતિક સમાન વિજય વિલાસ પેલેસ એ કચ્છની શાન છે. આ પલેસનું બાંધકામ ઇ.સ. 1920માં જયપુરના કારીગરો દ્વારા કરવામાં આવ્યું હતું, જેના લીધે પેલેસના બાંધકામમાં રાજપુત સ્‍થાપત્‍ય કળાની ઝાંખી જોવા મળે છે. લાલ રેતાળ પથ્થરોથી બનેલો આ મહેલ એક મુખ્ય ગુંબજ ધરાવે છે, ઉલ્લેખનીય છે કે અહી આમિર ખાનની ફિલ્મ ‘લગાન‘ અને દિગદર્શક સંજય લીલા ભણશાળીની ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ‘નું કેટલુંક શૂટિંગ આ પેલેસમાં થયું હતું. પેલેસમાં મ્યુઝિયમ પણ છે, તે જોવા ઘણા પ્રવાસીઓ આવે છે. હકીકતમાં માંડવી આ પેલેસ અને તેના દરિયાકિનારા માટે પ્રવાસીઓમાં ઘણું જાણીતું છે.

અહીં કેવી રીતે પહોંચશો ?

જમીન માર્ગે:

ભૂજના કેન્દ્રીય પરિવહન વિસ્તારમાંથી દર 30 મિનીટે એસટી બસો અને ખાનગી જીપો ઉપડે છે. સ્થાનિક પ્રવાસ માટે જીપો ભાડે કરી શકાય છે.

ઉલ્લેખનીય છે કે કચ્છના તત્કાલિન રાજવી મદનસિંહજીના બે પુત્ર માજી મહારાવ પ્રાગમલજી ત્રીજા એટલે કે પૃથ્વીરાજસિંહ અને મહારાજ કુમાર હનુવંતસિંહ વચ્ચે વર્ષોના કાનુની જંગ પછી સમાધાન થયું છે. મુંબઇ ખાતે સુપ્રીમ કોર્ટના જજની મધ્યસ્થીથી મિલકત વહેંચણીના ઝઘડાનો અંત આવ્યો હતો. 80ના દાયકાથી ચાલતા કાનુની વિવાદમાં ત્રણ મીટિંગના અંતે બન્ને ભાઇ વચ્ચે મિલકત વહેંચણીના કરાર વચ્ચે સહી થઇ ગઇ હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું. કચ્છી નવા વર્ષ પૂર્વે મળેલા હકારાત્મક સમાચારની વિગત એવી મળી હતી કે, મુંબઇમાં માત્ર પરિવારના સભ્યોની હાજરીમાં મીટિંગ યોજાઇ હતી, જેમાં સુપ્રિમ કોર્ટના જજ ઉપરાંત કચ્છના વકીલો પણ સામેલ થયા હતા. પરિવારમાં સંબંધ ન હોવાને કારણે આ મામલો કાયદાકીય એરણે ચડ્યો હતો, પરંતુ અંતે રાજીખુશીથી સમાધાન થયું છે.

મહેલની ખાસિયત એવી કે તેમાં કયાંય કોઇ પણ ઠેકાણે પંખાની જરૂર વર્તાતી નહીં. અત્યારનો પેલેસ જૉઇને ત્યારની જાહોજલાલીનો બખૂબી ખ્યાલ આવી જાય. કચ્છની સૌ પ્રથમ લિફ્ટ પણ વિજય વિલાસ પેલેસમાં મેરિયર સ્ડોટ નામની લંડનની કંપની દ્વારા ફિટ કરાઇ હતી.વીજળી જયારે લકઝરી ગણાતી એ વખતે આ મહેલમાં જર્મન બનાવટના ઝુમ્મરો લાઇટથી ઝળહળતાં હતાં. મહેલની થોડે દૂર મિની પાવરહાઉસ ઉભું કરવામાં આવ્યું હતું. પેલેસના ગ્રાઉન્ડમાં ચાઇનીઝ મારબલનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને હિંદુ સંસ્કૃતિની બારીકાઇથી મીનાવર્કની આકષર્ક કલાકૃતિ કંડારાઇ છે.

ફ્રેંચ, ભારતીય, મોગલાઇ પ્રકારનું આર્ટ આ મહેલમાં જોવા મળે છે. કરાચીના કારીગરોએ નમૂનેદાર ઓપ આપેલા સાગનાં બારી-બારણામાં જડેલા બેલ્જિયમના કાચ આજે પણ અકબંધ છે. ઇટાલીના કપ-રકાબી તેમજ કાચની પ્લેટનો ઉપયોગ આજે પણ થાય છે. ક્રોકરીની વેરાયટીઓ જૂના અને અવશેષ રૂપે રહી છે. મહેલમાં મસાલા ભરીને શો-પીસ તરીકે રખાયેલા ચિતા-વાઘ, હરણ તેમજ નાનાં-મોટાં પ્રાણીઓ રાજા-મહારાજાઓના શિકાર શોખની ચાડી ખાય છે. એક જમાનામાં મહેલની આસપાસના લીલાછમ રખિયાલી જંગલમાં ઉપલબ્ધ અમૂલ્ય વનસ્પતિનો ખજાનો કાળક્રમે લુપ્ત થયો છે, પરંતુ પક્ષીઓનો કલરવ આજે પણ એટલા જ ઉલ્લાસથી ગુંજે છે.

1929માં રાવ વિજયરાજજીએ બનાવેલા આ મહેલની કાળજીપુર્વકની માવજત કરવામાં આવે છે. ઘણીવાર બોલીવુડની ફિલ્મોનું અહીં શુટિંગ થાય છે. રાજપુત શૈલીમાં લાલ રેતાળ પથ્થરોથી બનેલો આ મહેલ એક મુખ્ય ગુંબજ ધરાવે છે, તેની ચારેબાજુએ બંગાળી ગુંબજો, ખૂણામાં બૂરજો અને રંગીન કાચની બારીઓ છે. છત પરના ઝરુખામાંથી આસપાસના વિસ્તારનું સુંદર દ્રશ્ય અને રાજાની સમાધિ પણ જોવા મળે છે.

શહેરના મધ્યભાગથી સાત કિમી.ના અંતરે આવેલો મહેલ સવારે 9.00થી 1.00 વાગ્યા સુધી અને બપોરે 3.00થી 6.00 વાગ્યા સુધી ખુલ્લો રહે છે. પ્રવેશ ફી R 20 છે. ફોટોગ્રાફીનો ખર્ચ R 50 થાય છે અને ખાનગી વાહન દ્વારા પ્રવેશ કરવો હોય, તો R 10નો ચાર્જ છે.

Kutch 'luxury' Vijay Vilas Palace on amazing pictures

Kutch 'luxury' Vijay Vilas Palace on amazing pictures

Kutch 'luxury' Vijay Vilas Palace on amazing pictures

Kutch 'luxury' Vijay Vilas Palace on amazing pictures

Kutch 'luxury' Vijay Vilas Palace on amazing pictures

Kutch 'luxury' Vijay Vilas Palace on amazing pictures

Kutch 'luxury' Vijay Vilas Palace on amazing pictures

Kutch 'luxury' Vijay Vilas Palace on amazing pictures

Kutch 'luxury' Vijay Vilas Palace on amazing pictures

Kutch 'luxury' Vijay Vilas Palace on amazing pictures

Kutch 'luxury' Vijay Vilas Palace on amazing pictures

Kutch 'luxury' Vijay Vilas Palace on amazing picturesસૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


5,207 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 + = 3