આજના સમયમાં કોફી પીવી કોને પસંદ ન હોય? માર્કેટમાં ઘણા બધા પ્રકારની કોફીઓ અવેઇલેબલ હોય છે. આજના બીઝી સીડ્યુલ માં દરેક કોફીને પોતાના રીફ્રેશમેન્ટનું એક માધ્યમ માને છે. પરંતુ રીફ્રેશમેન્ટનું માધ્યમ એટલે કે કોફી કેવી રીતે બને તે અંગે ઘણા લોકો ઓછુ જાણતા હશે.
જોકે, કોફી કઈ રીતે બને છે એ જાણીને તમે કોફી પીવાનું પણ પસંદ નહિ કરો. કોફીની ક્વાલીટી જેટલી સારી હોય છે તેટલો જ તેનો ટેસ્ટ સારો હોય છે. સ્વાસ્થ્યને હિસાબે કોફી પીવાથી ઘણા બેનીફીટ થાય છે. એક કહેવત છે કે જે વસ્તુ જોવામાં જેટલી સારી હોય તેટલી જ તેને બનાવવાની પ્રોસેસ ગંદી હોય છે. તેવી જ રીતે કોફીનું મેન્યુફેકચર પણ ખુબ ગંદુ છે. ચાલો જાણીએ આખી સ્ટોરી…
વિશ્વની સૌથી મોંધી કોફીનું નામ ‘બ્લેક આઈવરી બ્લેન્ડ’ છે. આ 1 કિલો કોફીની કિંમત લગભગ 1100 ડોલર એટલેકે 67,100 રૂપિયા છે. દુનિયાની સૌથી મોંધી આ કોફી હાથીના ‘મળ’ માંથી બનાવવામાં આવે છે. આ કોફીને ઉત્તરી થાઈલેન્ડમાં બનાવવામાં આવે છે. આ કોફી હાથીના મળ માં રહેલ બીજથી બનાવાય છે.
આ કોફીને બનાવવાની પ્રોસેસ પણ અલગ છે. આના માટે સૌપ્રથમ હાથીને કાચા ફળ, કેળા, શેરડી અને બીજ ખવડાવવામાં આવે છે. આ ફળ અને બીજને પચાવ્યા બાદ હાથી મળ કરે છે. બીજ કાઢવાનું કામ હાથીના પ્રશિક્ષિત ટ્રેનર કરે છે. આ બીજને પહેલા તડકામાં સૂકવવામાં આવે છે. ત્યારબાદ તેને પીસીને પાવડર તૈયાર કરવામાં આવે છે.
આ કોફી સહેજ પણ કડવી નથી હોતી. કહેવાય છે કે પાચન ક્રિયા બાદ હાથીના એન્જાઈમ કોફીના પ્રોટીનને તોડે છે. આ પ્રોટીન તુટતાની સાથે જ બધી કડવાશ નીકળી જાય છે. તો આ રીતે હાથીના મળ માંથી તૈયાર છે વિશ્વની મોસ્ટ એક્સ્પેન્સીવ કોફી.