કઈક આવી હોય છે દરેકની દીકરીઓ, શું તમારી પણ આવી છે…??

nIIwCFU

દીકરી મારી (શ્રેયા)

કદાચ પહેલી વાર તને દિકરી કહી રહ્યો છું.(હંમેશા તને બેટા જ કહું છું.)
જન્મદિવસ ના ખુબ જ આશીર્વાદ,

તારો આ બોલકો બાપ જયારે પણ તારા વિષે કઈ પણ બોલવા જાય ત્યારે કઈ બોલી જ શકતો નથી.કારણ કે સીધો લાગણી નો ઓવરફ્લો થઇ જાય છે. અને આંખો શબ્દો થી પેલા વહી જાય છે.

એટલે લખી રહ્યો છું. તો પણ ખબર નથી કે કેટલું લખી શકીશ.

દુનિયા ના તમામ બાપ કે તત્વચિંતકો દિકરી અને બાપ વિષે એટલું બધું કેહતા હોય છે, કે કઈ બાકી હોય તેમ લાગતું જ નથી. પણ જયારે પણ તારા વિષે વિચારું ત્યારે એમજ લાગે છે કે હજુ પણ દિકરી માટે કોઈ એ લખ્યું એતો હજુ અધૂરું જ છે.

સૌથી પેલા તો તારો ખૂબ જ આભાર કે મને સંયમિત પુરુષ બનાવ્યો,જે ખરેખર ખુબ જ કઠિન કામ છે કોઈપણ પુરુષ માટે.

બીજા પણ ઘણાં સુધારા હું મારી જિંદગી માં કરી શક્યો જે મારા શિક્ષકો કે માતાપિતા નહોતા કરી શક્યાં, એ હું અત્યારે નથી લખી રહ્યો.
હું હંમેશા એવું ઈચ્છતો હતો કે મારા ઘરે દીકરો આવશે તો ….હું આ શીખવાડીશ, આ સુવિધા આપીશ,જે મારી અધૂરી ઈચ્છાઓ છે તે પુરી કરીશ, આ તાલીમ આપીશ, આ સંસ્કાર આપીશ (કે આપવાની કોશિશ કરીશ), પણ તે તો મારા આ તમામ શેખચલ્લી નાં સપના ઓ ને એક જ ઝાટકે નવા જ સુખદ રૂપરંગ માં ઢાળી દીધાં કે મને એવું લાગવા માંડ્યું કે હું તારા કરતા પણ નાનો છું.

આ બધું તું કદાચ અજાણતાં કરી રહી છે. પણ મને એમ લાગે છે કે મારી અધૂરી સમજ ને તું પૂર્ણ કરી રહી છે.દીકરી-દીકરા વચ્ચે નો ભેદ સમજાવી રહી છે. તો ફરીથી આભાર તારો બેટા. મને હંમેશાં કેટલીય ફરિયાદો રહેતી મારા માતાપિતા વિષે. એ તમામ ફરિયાદો ને એક ઝાટકે ઋણ માં બદલવા માટે પણ તારો આભાર. તને માં કહેવી કે દીકરી????

હું ગમે તેટલો થાકેલો, હારેલો,નિરાશ, કે લાગણી શૂન્ય થઇ ગયો હોઉં, ત્યારે પણ મને મનમાં એક ખૂણે એક માત્ર તને મળવાની ઈચ્છા હોય છે અને મળ્યા પછી ઉત્સાહસંચાર ની ધરપત હોય છે એના માટે પણ તારો આભાર, કારણ કે selfinspired હોવા ની મારી મૂર્છા ને તે દૂર કરી મને અણીશુદ્ધ પ્રેરણા આપી.

શરૂઆત માં મને એવું લાગતું કે વૈજ્ઞાનિક નિયમો પ્રમાણે દરેક માનવ ને પોતાના DNA સાથે એક વિશેષ લગાવ હોય છે. એ વાત કદાચ સાચી હશે. તારા વિષે લાગણી ઓ નાં અતિરેક માં હું આવું જ વિચારી લેતો, પણ જયારે તું એકદમ ગુસ્સામા હોય, રિસાઈ ગઈ હોય, કોઈ નાં કહેવાથી શાંત નાં થતી હોય, પણ મને જોતાવેંતજ શાંત થઇ જાય છે. ત્યારે એમ લાગે છે …કે…

father-daughter-love

DNA નો મતલબ D daughters
N never get
A angry ……….. છે.

દરેક વસ્તુ નું મૂલ્યાંકન કરવાની મને એક આદત છે, પણ તારી નાની નાની શૈક્ષણિક કે અશૈક્ષણિક ઉપલબ્ધીઓ માટે જયારે પણ હું તને કઈંક વિશેષ સોગાત આપવા માટે ફુલાઈ ને કહું છું કે”બોલ તારે શું જોઈએ છે.”? ત્યારે સરળ ભાષા માં તું કહી દે છે કે “મારા પાસે તો બધું છે.” ત્યારે આડકતરી રીતે મને એવું લાગે છે કે “મારી પાસે બધું છે”,મને આ રીતે અઢળક અસ્ક્યામત નો ધણી બનાવવા બદલ ફરીથી તારો આભાર બેટા.

કોઈ પણ ભાવનાત્મક ફિલ્મ જોતા જોતા હંમેશાં લાગણીશીલ થઇ જાઉં છું .પણ જ્યારથી આપણે બંને સાથે ફિલ્મ જોતા હોઈએ અને બધાજ દૃશ્ય માં તું એમ કહેતી હોય છે, કે આ બધું તો ખોટું હોય …તને ખબર છે તું મને પરિપક્વતા નાં પાઠ શીખવતી હોય છે?. જે ખરેખર મારે તને શીખવવા નાં હોય.આ કારણ થી તારો આભાર.

કેટલીય વાત તને કરવી છે. પણ છેલ્લા કેટલાય દિવસ થી તું સત્તત મને કહે છે કે “હું હવે મોટી થઇ ગઈ છું.” એટલે અહીંયા અટકી જાઉં છું. જોકે આપણી વચ્ચે નું ઋણાનુબંધ સત્તત જળવાઈ રહે એ માટે ભગવાન મને અને તને આશિષ આપે.

ફરીથી જન્મદિવસ નાં અંતઃકરણ પૂર્વક આશિષ.

અતિ ભાગ્યશાળી….. બાપ.

Comments

comments


8,382 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 × 4 =