કંપીનીઓ સામાજિક નેટવર્ક ક્ષેત્રે જાહેરાતમાં ભૂલો કરતી આવી છે

Company's social network segment disclosures have been errors

એ દિવસો ગયા જ્યારે કંપનીઓ પોતાની રીતે સામાજિક નેટવર્ક પર રેટિંગ મુકી ગ્રાહકોને ઉંધા ચશ્મા પહેરાવતી હતી. કારણકે ગ્રાહકો ફણ સામાજિક નેટવર્ક પર પોતાના નેટવર્ક દ્વારા કંપનીની ખરી હકિકતો જાણી શકે છે.

સામાજિક નેટવર્કને કારણે વધતાં સંપર્કોને કારણે ગ્રાહકોને દરેક કંપનીની સાચી વેલ્યુ સમજમાં આવી છેય. તેમ છતાં કંપનીઓ સામાજિક નેટવર્ક પર બ્રાન્ડ વેચવાના મોહમાં સાત પ્રકારની ભૂલો કરી રહી છે. તેઓ ગ્રાહકોને કેવી રીતે ભરમાવે છે તેના કારણો નીચે દર્શાવ્યા છે.

બધા જ સોશિયલ મીડિયા પર સક્સેસ નથી જતાં

કંપની દ્વારા નવા ગ્રાહકો માટે સોશિયલ મીડિયા પર એક ટૂલ મુકવામાં આવે છે. તેમાં વસ્તુ કઈ રીતે મેળવવી તેની સૂચના આપી હોય છે. કંપનીઓ પોતાની પ્રોડક્ટ માટે ધારણાઓ બંધાવે છે. સર્વેમાં મળેલી વિગત મુજબ ફેસબુક પર નવો ગ્રાહક સૌથ પહેલો ફેન બની જાય છે. જોો તે ગ્રાહક તેનો ચાહક હોય તો તેની ફરીથી ખરીદવાની શક્તિ અને વસ્તુની બ્રાન્ડવેલ્યુ બમણી કરે છે. ફેસબુકના ચાહકો અંદાજે દર વર્ષે 116 ડોલર બીજા કરતા વધુ ખર્ચે છે.

કપડાની ફેસન કેટેગરીમાં ચાહકો બીજા લોકો કરતા 257 ડોલર વધુ ખર્ચ કરે છે. નવા ગ્રાહકને આકર્ષવા કરતા જુના ગ્રાહકને આકર્ષવાથી બ્રાન્ડની વેલ્યુ બમણી થાય તે તો નફામાં છે. તેના કારણે વધુ સારુ વળતર તેમાં મળે છે. તેનાથી ગ્રાહકના કંપની સાથેના સંબંધો વધુ મજબૂત થાય છે.

બધા નુસખા બધે ન અજમાવો

ઘણી બ્રાન્ડો એવી હોય છે કે એક સોશિયલ નેટવર્ક પર વધુ ચાલે અને બીજા પર ચાલતી જ નથી. આ અંગે સર્વે કરવામાં આવતા જાણવા મળ્યું કે કંપની વિચારે છે કે બધા જ નેટવર્ક પર ઉપસ્થિતિ રાખવી છે, પરંતુ તેની પ્રોડક્ટ શું છે અને તેના ગ્રાહકો કોણ છે, તેના પર બધો આધાર છે. જો કોઈ નેટવર્ક પર ગ્રાહકો બ્રાન્ડને સપોર્ટ ન કરે તો તેનો કોઈ અર્થ રહેતો નથી.
દરેક ગ્રાહક પણ વિચારે છે કે પોતાના માટે અનુકુળ બ્રાન્ડ કઈ છે. પોતાને સુટ થાય છે કે નહીં. બીજા પોતાને જોશે તો કેવું લાગશે. તેના કારણે જે તે ગ્રાહક અને જે તે કંપનીના સંબંધો સુદ્રઢ થાય છે.

-કેટલાક એવા છે કે જોવા માટે જોય છે

બીજુ એક લક્ષણ ગ્રાહકોનું છે. દરેક જગ્યાએ પોતાની ઉપસ્થિતિ નોંધવવી. જેવી રીતે કંપની પોતાના પ્રચાર માટે દરેક નેટવર્ક પર ઉપસ્થિત નોંધાવે છે. તેના કારણે દરેક જગ્યાએ નજર ફેરવનારા ગ્રાહકો બ્રાન્ડ પર અલપજલપ નજર નાખે છે, પરંતુ તેના પર ધ્યાન કેન્દ્રિત કરતા નથી. આના કારણે કંપનીને ખબર નથી પડતી કે તેનો સાચો ગ્રાહક કોણ છે. વેપાર ક્યારેય એકતરફી હોતો નથી. ગ્રાહક હમેશા વસ્તુની લાઈફટાઈમ વેલ્યુ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જો કંપની આવા ગ્રાહકોની કેટેગરી નક્કી કરે તો સાચો ગ્રાહક મેળવી શકે. આના માટે સાચુ એનાલીસીસ જરૂરી છે.

સોશિયલ નેટવર્કને ભસ્માસૂર ન બનાવો

સોશિયલ નેટવર્ક પર મુકાતી દરેક વસ્તુ વેચાઈ જ જાય તેવું જરૂરી નથી. આના કારણે કેટલીક બ્રાન્ડ માટે સોશિયલ નેટવર્ક ભસ્માસુરની ગરજ સારે છે. પ્રચાર માટે મુકેલી વસ્તુની નકારાત્મક છાપ ઉભી થાય તો આ જ નેટવર્ક તેનું વેચાણ વધવા દેતું નથી. જ્યાં સુધી ગ્રાહક સુધી બ્રાન્ડ પહોંચતી નથી ત્યાં સુધી તેની સાચી વેલ્યુ સમજાતી નથી.
તમારા વેપારને મજબૂત અને સહજરીતે બહાર પાડો. તેની સાચી સમજ ગ્રાહકોને મળે તેના પર ધ્યાન આપો. કેટલીક કંપનીઓ પોતાની બ્રાન્ડના પ્રચાર માટે નિઃશુલ્ક કેટલીક વસ્તુઓ આપે છે. તેના કારણે કંપનીનો પ્રચાર થાય છે અને બ્રાન્ડની કિંમત ઉબી થાય છે. તેના કારણે ગ્રાહક અને વેપારી વચ્ચે સંબંધ મજબૂત થાય છે.

ટેલિવિઝનએ સોશિયલની કેટેગરીમાં નથી

કેટલીક કંપનીઓ દ્વારા પોતાની બ્રાન્ડની જાહેરાત માટે ટેલિવિઝન પર જોરશોરથી પ્રચાાર કરાય છે. તેના કારણે આ બ્રાન્ડ વેચાઈ જ જાય તે જરૂરી નથી, કારણકે સોશિયલ નેટવર્ક એ વ્યક્તિગત સંપર્ક છે અને ટેલિવિઝન એ સામૂહિક સંપર્ક છે. તેમાં સંવાદ સાધી શકાતો નથી. તેમાં ફક્ત તમે નિર્દેશ જ કરી શકો છો.
આ નિર્દેશ ફક્ત ધારણા આધારિત છે. આવા એક તરફી સંદેશાઓ બિનઉપયોગી બની રહે છે. બીજ એકમાર્ગ છે કે સોશિયલ નેટવર્ક પર સીધો સંવાદ કરી બ્રાન્ડ વિશે વધુ માહિતી પણ આપી શકાય છે. કંપની ગ્રાહક પર લગભગ 20 ટકા જેટલું વધારે સારી રીતે ધ્યાન આપી શકે છે.

Company's social network segment disclosures have been errors

ગ્રાહકની રીતે કંપનીએ વિચારવું જોઈએ

કોઈપણ કંપનીએ સોશિયલ નેટવર્ક પર પોતાની બ્રાન્ડના વેચાણ પહેલા એક ગ્રાહકની જેમ પોતાની બ્રાન્ડ પર ધ્યાન આપવું જોઈએ. બ્રાન્ડ વેચતી વખતે તે વેચવાની છે એટલા માટે નહીં, પરંતુ તેના સારા અને નરસા પાસાનો વિચાર કરવો જોઈએ. બ્રાન્ડમાં ગ્રાહક માટે શું છે તેના પર ફોકસ કરવું જોઈએ.

એક સફળ વેપારી તરીકે વિવિદ બ્રાન્ડોના ખરીદદાર પણ છો તેવી દ્રષ્ટિ અપનાવવી જોઈએ. ત્યારે કંપની પોતાના ગ્રાહકો અને ચાહકો સુધી પહોંચી શકે. ફક્ત વેચવા ખાતર બ્રાન્ડ બનાવી તેવું નહીં, પરંતુ તેમાં મારે માટે શું છે તે વિચાર આવવો જોઈએ. તેનાથી થતાં ફાયદા સમાચારોમાં ઝળકવા જોઈએ. તેના કારણે તમારો ગ્રાહક પોતાને વીઆઈપી તરીકે અનુભૂતિ કરશે. 40 ટકા જેટલી બ્રાન્ડના ચાહકો સામાજિક ક્ષેત્રમાંથી આવે છે, જેથી તેમની સાથે સતત સંવાદ જરૂરી છે. તેની સાથે દરેક બ્રાન્ડ અંગેના સમાચાર તેમને મળવા જોઈએ.

ફક્ત ચાહકો ઉભા કરવાથી કંઈ થતું નથી

કેટલીક બ્રાન્ડ દાવો કરતી હોય છે કે અમારા આટલા ચાહકો છે કે બીજી બ્રાન્ડ કરતા વધુ ચાહકો છે. આ દાવો ખોટો છે, કારણકે ચાહક એ ગ્રાહક નથી અને ગ્રાહક ચાહક હોય જ એવું પણ નથી. ગ્રાહક અને ચાહક બંને સાથે કંપની જેટલો સારી રીતે સંવાદ સાધી શકે તે બ્રાન્ડના વેચાણમાં ઉપયોગી સાબિત થાય છે. તેના માટે ફક્ત જાહેરાત પૂરતી નથી.
નવા ચાહકો સાથે સંવાદ સાધતી વખતે તમારા અગાઉના ગ્રાહકોની સમસ્યાઓ અને અનુભવોની આપ લે કરો. આ જોડાણ તમારા ચાહકને ગ્રાહકમાં પરિવર્તિત કરે છે. દરેક નેટવર્કિંગ સાઈટ પર લાઈક અને ફોલો બટન આપેલા હોય છે. તેની પર ફોકસ કરી કયા ગ્રાહકની શું સમસ્યા છે તે જાણવાનો પ્રયાસ કરો.

Company's social network segment disclosures have been errorsCompany's social network segment disclosures have been errors

બધા ચાહકો એકસરખા નથી હોતા

નેટવર્કિંગ સાઈટો પર જુદા જુદા પ્રકારના ગ્રાહકો હોય છે. તેમાં કોઈકમાં વધારે અને કોઈકમાં ઓછા ગ્રાહકો અને ચાહકો હોય છે. તેની પાછલ કઈ સાઈટ પર કેવા લોકો છે અને તેમના માટે કઈ બ્રાન્ડ ઉપયોગી છે તે જાણવું જરૂરી છે. એક સાઈટ પર ચાહકો વધારે હોય અને બીજી સાઈટ પર ગ્રાહકો વધારે હોય. આ બંને ફરકને કંપની મૂલવી શકે તો ચાહકને ગ્રાહકમાં પરિવર્તિત કરી શકે છે.

આ માટે તેને કઈ સાઈટ પર કઇ બ્રાન્ડ અને તેના પર શું ડિસ્કાઉન્ટ ઓફર કરવું આ બદા પગલાં મહત્વના છે. બ્રાન્ડ એ છે જે સોફિસ્ટીકેટેડ અને એલાલિસીસ ધરાવતી હોય. તેના કારણે સામાન્યથી લઈને ઉચ્ચ વર્ગના લોકો સુધી તે પહોંચી શકે છે. સોશિયલ મીડિયા એ એવું રોકેટ નથી કે તમારી બ્રાન્ડને રાતોરાત ઉંચાઈ પર લઈ જાય, પરંતુ તમે હોંશિયાર છો તો તમારી બ્રાન્ડને વધુ સારી રીતે સમજાવી શકો તો ગ્રાહક તેને યોગ્ય મુલવી શકે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,709 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 7 = 2

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>