ટોપ 5 બ્રાન્ડ્સ, જે અચાનક થઈ છે ગાયબ

બજારમાં કેટલીક એવી બ્રાન્ડ્સ અથવા પ્રોડક્ટ આવી જે કંપનીઓ કરતાં વધુ પ્રખ્યાત થઈ, પરંતુ કંપનીઓ તેના નામનો લાભ ન લઈ શકી. બદલાતા સમય અને ટેક્નોલોજીની સાથે નવી ચાલવાના કારણે અચાનક આ બ્રાન્ડ્સ બજારમાંથી ગાયબ થઈ ગઈ. જોકે, આ બ્રાન્ડ પોતાની ઓળખના કારણે આજે પણ લોકોના મન મસ્તિક પર છવાયેલી છે. આવી જ કેટલીક બ્રાન્ડ્સ વિશે Janvajevu.com તમને જણાવી રહ્યું છે, જે એક જમાનામાં વિશ્વભરના બજારમાં છવાઈ ગઈ હતી.

કોડક

Companies were more famous than the 5 brands, was suddenly 'disappeared'

આજે ભલે ડિજિટલ કેમેરાનો યુગ હોય, પરંતુ એક સમયે ફિલ્મને વાળીને નેગેટિવ અને પોઝિટિવ પ્રિન્ટ્સ તૈયાર કરનારા કોડ કેમેરો મોટી બ્રાન્ડ હતી. આજે પણ લોકોની યાદમાં એ કેમેરાની છાપ ઉપસી આવે છે. વર્ષ 1888માં જોર્જ ઇસ્ટમેને સુકાયેલ, પારદર્શી, કુમળી ફોટોગ્રાફિક ફિલ્મ ( જેને વાળીને કેમેરામાં લગાવી શકાય છે) અને કોડક કેમેરાની શોધ કરી, જેમાં આ નવી ફિલ્મનો ઉપયોગ કરવમાં આવ્યો.

જ્યોર્જ ઇસ્ટમેન એક મહાન ફોટોગ્રાફર અને ઇસ્ટમેન કોડક કંપનીના સંસ્થાપક છે. તેમણે જ કોડક કેમેરો લોન્ચ કર્યો હતો અને જાહેરાત તરીકે તેમણે વચન આપ્યું હતું કે, તમે બટન દબાવો, બાકીનું કામ અમે કરીશું. ડિજિટલ કેમેરો આવ્યા બાદથી આ કંપનીની સ્પર્ધા વધી ગઈ. વર્ષ 2003માં ટેક્નોલોજીના કારણે પાછળ રહી જવાને કારણે કંપનીએ 47 હજાર કર્મચારીઓની છટણી કરી અને 13 પ્લાન્ટ પણ બંધ કરવા પડ્યા હતા.

કંપનીએ દેવાળું ફૂંક્યું

વર્ષ 1996માં કંપનીના શેરનો ભાવ 80 ડોલરની ઉચ્ચતમ સપાટીએ પહોંચ્યો હતો, પરંતુ થોડા સમય બાદ જ અચાનક ઇસ્ટમેન કોડક કંપની નાદાર થઈ જવાની જાહેરાત કરવામાં આવી. કોડક એવી કંપની જેણે 20મી સદીમાં ફોટોગ્રાફીની દુનિયામાં રાજ કર્યું. આ એજ સમય હતો જ્યારે ટીવીની દુનિયામાં તેના દ્વારા ખેંચવામાં આવેલ ફોટોને કોડક મુમેન્ટ નામ આપવામાં આવ્યું હતું.

મારુતિ 800

Companies were more famous than the 5 brands, was suddenly 'disappeared'

મારુતિ 800 કોને યાદ નહીં હોય. 20મી સદીની સૌથી મોટી બ્રાન્ડ હતી મારુતિ 800. આ એ જ નાની કાર છે, જેને ભારતીયોની વિચારવાની રીત બદલી નાખી હતી. એ સમયે તેની સવારી કરવી એ શાન ગણાતી હતી. મારુતિ 800 પ્રથમ વખત 1980માં બજારમાં આવી હતી, ત્યારે તેની કિંમત માત્ર 50000 રૂપિયા હતી. તેમ છતાં લાંબા સમય સુધી લોકોના દિલ પર રાજ કરનારી મારુતિ 800ને વર્ષ 2014માં મારુતિ સુઝુકી ઇન્ડિયાએ બંધ કરી દીધી. કાર બંધ થવા પર કંપનીએ કહ્યું કે, જ્યારે મારુતિ સુઝુકી ઇન્ડિયાએ કાર પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, ત્યારે અમને ખબર ન હતી કે આ કારને લોકો કેટલી પસંદ કરશે.

કોમ્પેક

Companies were more famous than the 5 brands, was suddenly 'disappeared'

પર્સનલ કોમ્પ્યુટરના શરૂઆતના દિવસોમાં કોમ્પેક એક મોટી બ્રાન્ડ હતી. 90ના દાયકામાં કોમ્પેક પર્સનલ કોમ્પ્યુટર સિસ્ટમની સૌથી મોટું સપ્લાયર હતું, પરંતુ કંપનીએ પ્રોડક્ટ ગુણવત્તાના મામલે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને બદલાતી ટેક્નોલોજીની સાથે ફેરફાર ન કરી શકી. ઓછી કિંમત પર પ્રોડક્ટ આપતી ડેલ જેવી કંપની આ સ્પર્ધામાં આગળ નીકળી ગઈ. ધીમે ધીમે કોમ્પેકની માગ ઘટવા લાગી અને વર્ષ 2002માં હેવલેટ પેકર્ડ (એચપી)એ કંપનીનું અધિગ્રહણ કર્યું. આ ડીલની સાથે જ કોમ્પેકનું નામ બજારમાંથી ગાયબ થઈ ગયું.

ટેલીગ્રામ

Companies were more famous than the 5 brands, was suddenly 'disappeared'

એસએમએસ, ઈમેલ, મોબાઇલ ફોનની આધુનિક ટેક્નોલોજીની ચમક આગળ ફીકી પડેલ ટેલીગ્રામ સેવાએ પણ આખરે દમ તોડ્યો. એક સમયે લાખો લોકોના પ્રત્યાયનનું સૌથી ઝડપી માધ્યમ કહેવાતું ટેલીગ્રામ કોઈપણ શોરબકોર વગર બંધ કરી દેવામાં આવી. ખુદ પોસ્ટ ઓફિસ માટે આ સમય દુખદ હતો, માટે છેલ્લા ટેલીગ્રામને પોસ્ટ ઓફિસના સંગ્રહાલયમાં સંરક્ષિત રાખવામાં આવ્યો છે. ટેલીગ્રામથી છેલ્લો સંદેશ અશ્વની મિશ્રાએ રાહુલ ગાંધીને દિલ્હીના જનપથ આઉટલેટ પર મોકલ્યો હતો.

વર્ષ 1850માં કોલકાતાના ડાયમંડ હાર્બરમાં તેની શરૂઆત થઈ હતી. બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પણ થેનો ખૂબ ઉપયોગ કર્યો. વર્ષ 1854માં આ સેવા લોકો માટે ઉપલબ્ધ કરવવામાં આવી. 163 વર્ષ જૂની સેવાએ પાછલા કેટલાક વર્ષમાં 25 કરોડ ડોલરનું નુકસાન થયું. ટેલીગ્રામ સેવા પણ ટેક્નોલોજીની સાથે નહીં ચાલવાને કારણે બજારથી દૂર થઈ ગઈ.

લેહમેન બ્રધર્સ

Companies were more famous than the 5 brands, was suddenly 'disappeared'

લેહમેન પ્રધર્સ, અમેરિકાની એક કંપની, પરંતુ દુનિયાભરમાં તેને એક બ્રાન્ડ તરીકે જોવામાં આવી. અમેરિકાની આ કંપનીની બનવાની અને વિકાસની કહાની પણ એટલી જ રોચક છે, જેટલી તેના વિલય અને નાદાર થવાની છે. નાણાંકીય સેવા આપતી લેહમેન બ્રધર્સની સ્થાપના 1850માં થઈ હતી. તેની શરૂઆત પશુઓનો વેપાર કરતા જર્મન વ્યાવસાયિક હેનરી લેહમેન કરી હતી. હેનરીએ 1844માં અમેરિકામાં અલબામામાં આવીને એચ. લેહમેનના નામથી વ્યવસાય શરૂ કર્યો હતો. 2005માં લેહમેન બ્રધર્સે મુંબઈમાં પોતાની ઓફીસ ખોલી. તે સમયે તેનો કુલ કારોબાર 175 અબજ ડોલર આંકવામાં આવ્યો હતો.

2006 અને 2007માં પણ કંપનીએ તગડો નફો નોંધાવ્યો હતો, પરંતુ ખરાબ લોનથી શરૂ થયેલ નાણાંકીય સંકટને કારણે વર્ષભરની અંદર કંપની અર્શ પરથી ફર્શ પર આવી ગઈ. આ એ જ કંપની છે, જેના કારણે અમેરિકાના સ્ટોક માર્કેટમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ત્યાર બાદ કંપનીને નાદાર જાહેર કરવામાં આવી હતી.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


5,063 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 5 = 4