કંઈક આ રીતે તમારી ક્મ્પયુટર સીસ્ટમ ની જાણકારી મેળવો

desktop-computer-repair-fix-service-troubleshooting-in-sharjah-dubai-uae-

કમ્પ્યુટર આજના યુગનો એક આવશ્યક હિસ્સો બની ચુક્યો છે. કમ્પ્યુટર પર વધતા જતા કાર્ય અને લેટેસ્ટ ટેકનોલોજી ને કારણે વારંવાર તેની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. આ માટે એ જાણવું ખુબ જ જરૂરી છે કમ્પ્યુટર ની હાર્ડડિસ્ક, રેમ, મધરબોર્ડ, પ્રોસેસર વગેરેની કેપીસીટી કેટલી છે ? તેમજ તે કઈ કંપનીના છે અને તેના મોડેલ નંબર શું છે ? તમે એ બધીજ વિગત તમારા કમ્પ્યુટર પર આસન રીતે જાણી શકો છો.

જયારે કમ્પ્યુટર બગડે અને રીપેરીંગ કરાવવામાં હાર્ડ ડિસ્ક ,રેમ, મધરબોર્ડ જેવા અગત્યના પાર્ટ્સ નવા નાંખવાના થાય ત્યારે તે કઈ કંપનીના છે ? તેમજ તેના સીરીયલ નંબર વગેરેની જાણકારી ખુબ જ અગત્યની થઇ પડે છે. નવું કમ્પ્યુટર લીધા બાદ ખાસ્સો સમય વીત્યા પછી તે યાદ પણ નથી રહેતું.આ ટીપ્સ થી તમે જાતે જ તમારા ક્મ્પ્યુટરની જાણકારી ખુબ જ સરળતાથી મેળવી શકશો.

input-dxdiag-and-click-ok-in-run

જો તમે વિન્ડોઝ XP નો ઉપયોગ કરતા હો તો સૌથી પહેલા સ્ટાર્ટ બટન ઓપન કરી Run પર ક્લિક કરો. જેથી એક વિન્ડો ઓપન થશે. તેમાં ઓપન થયેલી વિન્ડોમાં dxdiag ટાઇપ કરી OK બટન દબાવો. તેથી થોડી વાર પછી તમારા કમ્પ્યુટરની સ્ક્રીન પર એક નવી વિન્ડો ઓપન થશે.જેમાં તમારા કમ્પ્યુટરની બધી જ ઉપયોગી જાણકારી મેળવી શકશો. તેમાં કમ્પ્યુટરની ઓપરેટીંગ સીસ્ટમ, સીસ્ટમ મોડેલ,પ્રોસેસર, રેમ, ડિસ્પ્લે, સાઉન્ડ કાર્ડ વગેરની માહિતી મેળવી શકશો.

732x533xDirect,P20X.png.pagespeed.gp+jp+jw+pj+js+rj+rp+rw+ri+cp+md.ic.j6R9H4Vw_Q

જો તમારી પાસે Windows 7 હોય તો સ્ટાર્ટ મેનુ ઓપન કરી તેની નીચેના સર્ચ બોક્ષમાં run ટાઇપ કરવાથી તે વિન્ડો આપો આપ ઓપન થઇ જશે. તેમજ Run Box ને Windows + R દબાવી શોર્ટ કટ કી થી પણ ઓપન કરી શકશો. જેમાં તમારે dxdiag ટાઇપ કરી OK
બટન દબાવવાથી તે આપો આપ Windows 7 ની બધી જ જાણકારી સરળતાથી મેળવી શકશો.

આ સિવાય તમે My Computer પર Right Clik કરી Properties પર ક્લિક કરો. જેથી એક નવી વિન્ડો ઓપન થશે. તેમાં પણ તમે તમારા ક્મ્પ્યુટરની ની ઉપયોગી જાણકારી મેળવી શકશો. જેમ કે કમ્પ્યુટરનું પ્રોસેસર, રેમ, ઓપરેટીંગ સીસ્ટમ ટાઇપ વગેરે ની જાણકારીમેળવી શકાશે.

આ સિવાય એક સૌથી સરળ રીત છે કે જેમાં તમારે run વિન્ડો ઓપન કરી msinfo32 ટાઇપ કરી OK બટન દબાવો. જેથી કમ્પ્યુટરની સ્ક્રીન પર એક નવી વિન્ડો ઓપન થશે. જેમાં કમ્પ્યુટરના અગત્યના બધા જ પાર્ટ્સ ની જાણકારી મેળવી શકશો.

Comments

comments


9,151 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 × 5 =