જાણો દુનિયા ની પ્રથમ કાર વિષે

There was something of the world's first CAR, 1000 became dollar car

આજે આપણે રસ્તા પર જુદા જુદા પ્રકાર, આકાર, ડિઝાઇનની કાર જોઈએ છીએ. પરંતુ ક્યારે એવો વિચાર આવ્યો છે કે વિશ્વની પ્રથમ મોટરકાર કેવી હશે? બેંજ પેટન્ટ-મોટરવેગનને વિશ્વની પ્રથમ કાર માનવામાં આવે છે. અમને તમને વિશ્વની પ્રથમ કાર વિશે થોડું વિસ્તારથી જણાવીએ છીએ. અહીં જે કારની તસવીર બતાવવામાં આવી છે તે વિશ્વની પ્રથમ કાર તો નથી પરંતુ તેનું પ્રતિરૂપ મોડલ છે.

બેંજ પેટન્ટ-મોટરવેગન પ્રથમ એવી કાર છે જે ઇન્ટરનલ કંબશ્ચન એન્જિનની સાથે આવી હતી. માટે તેને વિશ્વની પ્રથમ ઓટોમોબાઇલ પણ કહેવામાં આવે છે. 1885માં આ કાર બનાવવા પાછળ 1000 ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આજેના હિસાબે જોવા જઈએ તો આ રકમ 16 લાખ રૂપિયા જેટલી થવા જાય છે. આગળ કેટલી આકર્ષક દેખાય છે આ મોટરકાર. જોકે લોકો તેને મોટરકારની જગ્યાએ મોટરવેગનના નામથી વધુ ઓળખતા હતા.

There was something of the world's first CAR, 1000 became dollar car

બેંજે વિશ્વની પ્રથમ કારને આધિકારિક રીતે 3 જુલાઈ, 1886ના રોજ લોકો સમક્ષ રજૂ કરી હતી. વિશ્વની પ્રથમ કારના પેટેન્ટ માટે કાર્લ બેંજે અરજી કરી હતી પરંતુ કારને વિકસાવવામાં તેમની પત્નીએ આર્થિક મદદ કરી હતી, માટે તેઓ પેટન્ટ તેની પત્ની નામે ઇચ્છતા હતા, પરંતુ એ સમયે અમેરિકામાં વૈવાહિક મહિલાઓને પેટન્ટ મેળવવાનો હક ન હતો.

કાર્લ બેન્ઝ સામાન્ય રીતે અદ્યતન મોટરગાડીના શોધક તરીકે જાણતા છે. તેના પોતાના ફોર સ્ટ્રોક સાઇકલ ગેસોલિન એન્જિનથી ચાલતી મોટરગાડી કાર્લ બેન્ઝ દ્વારા 1885માં જર્મનીના મેનહેઇમમાં બનાવવામાં આવી હતી, અને 1883માં સ્થપાયેલી તેની મુખ્ય કંપની બેન્ઝ એન્ડ સાઇના આશ્રય હેઠળ પછીના વર્ષે જાન્યુઆરીમાં પેટન્ટ લેવામાં આવી હતી. તે સમયે અસ્તિત્વમાં રહેલા અન્ય સાધનોનો ઉપયોગ કર્યા વિના તે એક અભિન્ન ડિઝાઇન હતી, અને નવી કલ્પનાની રચના કરવા માટે ઘણી નવી તકનીકો સમાવિષ્ટ હતી. આ રચના પેટન્ટ માટે યોગ્ય હતી. તેણે 1888થી ઉત્પાદિત વાહનોના વેચાણની શરૂઆત કરી.

1879માં, બેન્ઝને તેના પ્રથમ એન્જિન માટે પેટન્ટ આપવામાં આવી, તેની રચના 1878માં કરવામાં આવી હતી. તેમની ઘણી શોધોમાં વાહનોને ઉર્જા આપવાનું શક્ય બનાવવા ઇન્ટર્નલ કમ્બ્શન એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

There was something of the world's first CAR, 1000 became dollar car

તેનું પ્રથમ મોટરવેગન 1885માં બનાવવામાં આવ્યું હતું, અને તેની શોધ માટેની તેની અરજીને 29 જાન્યુઆરી, 1886ના રોજ પેટન્ટ આપવામાં આવી હતી. બેન્ઝે 3 જૂલાઇ, 1886ના રોજ વાહનોના વેચાણની શરૂઆત કરી, અને 1888 અને 1893 વચ્ચે આશરે 25 બેન્ઝ વાહનોનું વેચાણ કરવામાં આવ્યું હતું, જ્યારે તેમના પ્રથમ ચાર પૈડાના વાહનની રજૂઆત પરવડે તેવા મોડેલની સાથે કરવામાં આવી હતી. તેની પોતાની ડિઝાઇનના ફોર-સ્ટ્રોક એન્જિન્સ તેમાં લગાવવામાં આવ્યા હતા.

There was something of the world's first CAR, 1000 became dollar car

There was something of the world's first CAR, 1000 became dollar car

There was something of the world's first CAR, 1000 became dollar car

There was something of the world's first CAR, 1000 became dollar car

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,693 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 × 7 =