હાલમાં અનુષ્કા શર્માની ફિલ્મ ‘એ દિલ હે મુશ્કિલ’ આવી રહી છે, જે દિવાળીમાં રીલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં તેના સહ-કલાકારો તરીકે એશ્વર્યા રાય બચ્ચન, પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન અને રણબીર કપૂર છે.
વેલ, અનુષ્કા સંજય દત્તની બાયોપિક ફિલ્મ માં જોવા મળી શકે છે. આ ફિલ્મનું નામ હજુ ડિક્લેર નથી કરવામાં આવ્યું. સંજય દત્તની આ ફિલ્મને બ્લોકબસ્ટર ફિલ્મ ‘૩ ઈડિયટ્સ’ અને ‘પીકે’ બનાવી ચૂકેલ ડાયરેક્ટર રાજકુમાર હિરાણી બનાવી રહ્યા છે.
તેઓ પોતાની આ ફિલ્મ માટે અનુષ્કા શર્માને સાઈન કરી રહ્યા છે. આ ફિલ્મમાં તેઓ સંજય દત્તની એક્સ ગર્લફ્રેન્ડ એટલેકે બોલીવુડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિત નેને કે પછી સંજય દત્તની પત્ની માન્યતા દત્ત નો રોલ કરવા જઈ રહી છે. આમાં અનુષ્કાનો શોર્ટ રોલ છે. મેલ એક્ટર તરીકે આમાં રણબીર કપૂર જોવા મળશે.