ઓહ!… તો એટલા માટે શંકર ભગવાન માથા પર ચંદ્ર ઘારણ કરે છે!

7

મોટાભાગે લોકોને ખબર નથી હોતી કે ભગવાન શંકર માથા પર ચંદ્ર કેમ ઘારણ કરે છે. ભગવાન શિવનું એક નામ ‘ભાલચંદ્ર’ પણ પ્રસિદ્ધ છે. ભાલચંદ્ર નો અર્થ ‘માથામાં ચંદ્ર ધારણ’ કરવું થાય છે. ચંદ્રમા નો સ્વભાવ શીતળ હોય છે.

પૌરાણિક કથાઓ અનુસાર ચંદ્રના વિવાહ દક્ષ પ્રજાપતિની 27 નક્ષત્ર કન્યાઓની સાથે સંપન્ન થયા. ચંદ્ર અર્થાત્ રોહિણી ખુબજ સુંદર હતી. ચંદ્રનું રોહિણી પર વધારે સ્નેહ જોઈ શેષ કન્યાઓએ પોતાના પિતા દક્ષ સામે દુઃખ વ્યકત કર્યું.

આ વાત જાણી દક્ષ ક્રોધિત થયા અને ચંદ્રને શ્રાપ આપ્યો કે તુ ક્ષય રોગથી ગ્રસ્ત થઈશ. આમ કહેતા ચંદ્રને રોગ થયો. આ જાણીને નારદજી એ તેમને મૃત્યુંજય ભગવાન આશુતોષની આરાધના કરવાનું કહ્યું. જયારે ચંદ્ર અંતિમ શ્વાસ લઇ રહ્યા હતા ત્યારે શિવ ભગવાને પ્રદોષકાળમાં ચંદ્રને પુન:જીવિત નું વરદાન આપી ચંદ્રમાં ને પોતાના મસ્તક પર ધારણ કર્યું.

લાઈફ મેનેજમેન્ટના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો તે અનુસાર ભગવાન શિવ કહે છે કે ગમે એવી સમસ્યા કેમ ન આવે, મગજ હંમેશા શાંત જ રહેવો જોઈએ. જ્યોતિષવિદ્યા માં ચંદ્રમાં ને મન નો ગ્રહ માનવામાં આવે છે.

શિવ દ્વારા ચંદ્ર ઘારણ કરવાનો અર્થ છે કે મનને સદા કાબુમાં રાખવું જોઈએ. જો મન ભટકશે તો લક્ષ્યની પ્રાપ્તિ નહી થાય.

Comments

comments


9,342 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 × 4 =