રતન તાતા, અંબાની લાગ્યા લાઇન માં ઓબામાં સાથે હાથ મળવવા માટે

ઓબામા સાથે હાથ મિલાવવા લાઇનમાં દેશનાં ‘રતન’ ટાટા, અંબાણી, અદાણી

ત્રણ દિવસના ભારતના પ્રવાસ પર આવેલા અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બન્ને દેશોની દિગ્ગજ કંપનીઓના સીઇઓને મળ્યા. આ દરમિયાન અમેરિકા અને ભારતમાં રોકાણની સંભાવનાઓ પર વાતચીત થઇ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે દેશમાં થનારા મોટા વિકાસ કાર્યો પર નજર રાખવાની વાત પણ કરી.

સીઇઓની બેઠક પહેલાનો નજારો જોવા લાયક હતો. અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાને મળવા માટે રતન ટાટા, મુકેશ અંબાણી, ગૌતમ અદાણી સહિત દેશના મોટા ઉદ્યોગપતિઓ લાઇનમાં ઉભા રહેલા જોવા મળ્યા. કાર્યક્રમ બાદ મોદી અને ઓબામાએ તમામ સીઇઓ સાથે એક ગૃપ તસવીર પણ ખેંચાવી. જેમાં રતન ટાટા, મુકેશ અંબાણી, સાઇરસ મિસ્ત્રી, અનિલ અંબાણી અને ચંદા કોચર પણ સામેલ હતા.

ઓબામા સાથે હાથ મિલાવવા લાઇનમાં દેશનાં ‘રતન’ ટાટા, અંબાણી, અદાણી

મોદીએ શું કહ્યું

એ જાણવું ઘણું જ મહત્વનું છેકે સરકાર કેવી રીતે કામ કરે છે. એ દિશામાં રોકાણકાર શું વિચારે છે? પીએમએ સમસ્યાઓ જણાવવા અંગે બિઝનેસ કોમ્યુનિટીના લોકોનો આભાર માન્યો.

ઓબામાએ શું કહ્યું

મોદી અને હું હિતેચ્છુ કાયદાના પક્ષધર છીએ. ઓબામાએ કહ્યું કે ગ્રોથ માત્ર જીડીપીમાં માપી શકાય નહીં. સામાન્ય લોકોનું જીવન સારું બનાવવું પણ તેમા સામેલ છે. તેમણે કહ્યું કે બન્ને દેશો સાથે મળીને એવી ટેક્નિક ડેવલોપ કરી શકે છે, જે ભારતને આગળ લાવી શકે.

ઓબામા સાથે હાથ મિલાવવા લાઇનમાં દેશનાં ‘રતન’ ટાટા, અંબાણી, અદાણી

હાઇલાઇટ

ભારત અને યુએસનાં સીઇઓએ મોદી અને ઓબામાને પોતાની ભલામણો સોંપી દીધી છે. આ તકે મોદીએ કહ્યું છેકે ભારતમાં ખરીદશક્તિ વધારવા માટે અર્થતંત્રને સુધારવાની જરૂર છે, સુધારા માટેનો એક માત્ર રસ્તો ઇન્ફ્રા, કૃષિ સેક્ટરમાં રોકાણ છે. મોટી પરિયોજનાઓની દેખરેખ હું જાતે રાખીશ, તેનો વિશ્વાસ હું આપું છું. જ્યારે બીજી તરફ યુએસ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં બંને દેશો વચ્ચેનાં વેપારમાં 60 ટકાનો વધારો થયો છે, ભારત સાથે વ્યાપારના ૧૦૦ અરબ ડોલર સુધી લઇ જવાનો છે. ભારતે રોકાણ માટે અનેક મહત્વના પગલા ઉઠાવ્યા છે. ભારતમાં રોકાણથી ઉત્સાહિત છુ. અમે વધારે વ્યાપાર અને રોકાણ કરવા માગીએ છીએ.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,624 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 × 9 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>