ઓફિસમાં 7 વાતો હંમેશા રાખો ગુપ્ત, મળશે ઝડપથી સફળતા

office success tips

કોઇ પણ કામના સ્થળે તમારાં સહકર્મચારી સાથે તમે મિત્રતા બાંધી લો છો, ઘણીવાર એવું પણ બને છે કે તમારાં મિત્રો કરતા પણ વધારે સમય તમારાં ઓફિસકર્મી સાથે વિતાવો છો. પરંતુ આ મિત્રતા દરમિયાન એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે ક્યાં આપણે લાઇન ખેંચવાની છે અને કયા પોઇન્ટ પર સહકર્મીઓની સાથે મિત્રતા કરતા તેઓની સાથે પ્રોફેશનલ રિલેશન જ રાખવા જોઇએ. ભારતીય મૂળના વર્કપ્લેસ લો એક્સપર્ટ જયદીપ હોરે પોતાના એક આર્ટિકલમાં જણાવ્યું છે કે, હાલના સમયમાં પ્રોફેશનલ અને પર્સનલ લાઇફની વચ્ચેનું અંતર ધૂંધળુ બની રહ્યું છે. જેના કારણે પ્રોફેશનલ અને કાયદાકીય રીતે અનેક સમસ્યાઓ પેદા થઇ રહી છે. તેઓએ સાત વાતોનું ધ્યાન રાખવાનું જણાવ્યું છે, જે ભૂલથી પણ સહકર્મચારીઓ સાથે શેર ન કરવી જોઇએ.

office success tips

પોતાની ભૂલો અંગે વાત ના કરો

કોઇ પણ વ્યક્તિએ પોતાના સહકર્મી સાથે પોતાના જીવનની કોઇ પણ ભૂલો અંગે ન જણાવવું જોઇએ. જો કે, આ પ્રકારની વાતો તમારાં મિત્રો સાથે શેર કરી શકો છો.

office success tips

પર્સનલ લાઇફ અંગે વાત

વ્યક્તિની પર્સનલ લાઇફમાં બનેલી ઘટનાઓ આગળ જઇને સમસ્યાઓનું કારણ બની શકે છે, ખાસ કરીને એવા સમયે જ્યારે તેને વર્કિંગ પ્લેસ પર તમે જણાવતા હોય.

office success tips

ખરાબ બોલવું

અન્ય એક બાબતે આપણે જાગૃત થવાની જરૂર છે અને તે છે ઓફિસમાં અન્ય ગ્રૂપ અંગે કંઇક ખરાબ બોલવું. આનાથી તેઓને પર્સનલ ધારણાઓ પર અસર પહોંચી શકે છે.

અન્ય વ્યક્તિની મજાક

ઓફિસમાં અન્ય વ્યક્તિની છૂટથી મજાક ના કરવી જોઇએ. આનાથી જે-તે વ્યક્તિની પ્રોડક્ટિવિટી પર પ્રભાવ પડી શકે છે. તમારી પર્સનલ લાઇફમાં પણ કોઇની મજાક કરવી ક્યારેય ખતરનાક બની શકે છે.

office success tipsઉપરી અધિકારી કે બોસ અંગે ખરાબ બોલવું

કોઇ પણ કર્મચારીએ પોતાના ઉપર અધિકારી કે પછી બોસ અંગે ખરાબ ન બોલવું જોઇએ. ઉપરાંત તમારાં બોસ કે ઉપરી અધિકારીને એવું પણ ના બોલો કે તમે વીકેન્ડ પર ઇમેલ વગેરે લખશો, કારણ કે આનાથી જાણ થાય છે કે તમારાંમાં નિર્ણય શક્તિનો અભાવ છે.

પ્રતિક્રિયામાં સાવધાની

જો કોઇ વ્યક્તિથી તેનો સહકર્મી અથવા ગ્રાહક નારાજ છે તો આ અંગે પ્રતિક્રિયા આપવામાં થોડાં સાવધાન રહો. ખાસ કરીને એવા સમયે જ્યારે આ બાબતથી જે તે વ્યક્તિ નારાજ અથવા નિરાશ છે. તમારી પ્રતિક્રિયાથી તમારાં સહકર્મી નારાજ થઇ શકે છે અથવા તેમનું કામ પણ પ્રભાવિત થઇ શકે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,333 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 × = 6

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>