ઓછા સમયમાં ફટાફટ બને તેવી ગુજરાતી રસોઈ ‘ચોખાના લોટનું ખીચું’

સામગ્રી

khichu

* ૧ કપ પલાળેલા ચોખા,

* ૧ ટેબલ સ્પૂન ઘી,

* ૨ ટેબલ સ્પૂન આખું જીરું,

* ૧ ટેબલ સ્પૂન તલ,

* ૧/૨ ટેબલ સ્પૂન હિંગ,

* સ્વાદાનુસાર મીઠું,

* ૧/૨ ટેબલ સ્પૂન લાલ મરચું,

* ૧૧/૨ ટેબલ સ્પૂન સમારેલ લાલ મરચાં,

* ૧/૪ કપ સમારેલ કોથમીર,

* ૧/૪ માં કાપેલ લીંબુ.

રીત

20140504_184510

એક બાઉલમાં ચોખા નાંખી ૨ કલાક સુધી પલળવા દેવા અને થોડા પલળી જાઈ એટલે હાથેથી થોડા ક્રશ કરી નાખવા.

હવે એક નોનસ્ટીક પેનમાં ઘી ગરમ કરવું, ત્યારબાદ પેનમાં આખું જીરું, તલ અને હિંગ નાખીને એકાદ બે મિનીટ સુધી સાંતડવું. હવે આમાં પલાળેલા ચોખા પાણી સહીત નાખવા. ઉપરથી સ્વાદાનુસાર મીઠું નાખવું. ત્યારબાદ આ મિશ્રણને બરાબર હલાવી લેવું. આ મિશ્રણને વચ્ચે વચ્ચે હલાવીને ઘીમાં ગેસે કુક થવા દેવું. આ મિશ્રણને લગભગ ૫ મિનીટ સુધી ઉકળા દેવું. ત્યારબાદ તેમાંથી ચોખાનું પાણી બળી જશે.

હવે આ મિશ્રણમાં ઉપરથી સમારેલ લાલ મરચાં, કોથમીર અને ૧ કપ પાણી નાખીને હલાવી, થોડા સમય બાદ ધીમા ગેસે કુક થવા દેવું. તો તૈયાર છે ચોખાના લોટનું ખીચું.

આને ગાર્નીશ કરવા એક એક બાઉલમાં ખીચું નાખીને એક પ્લેટમાં ઉલટું કરી લેવું. પછી ઉપરથી ૧ ટેબલ સ્પૂન ઘી રેડવું, લાલ મરચું અને લીંબુનો રસ નાખવો. તો તૈયાર છે ગરમાગરમ ચોખાના લોટનું ખીચું. તમે આને સવારે બ્રેકફાસ્ટ માં ખાઈ શકો છો.

Comments

comments


7,240 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 − 2 =