ઓછા બજેટમાં મનોરંજન માટે બેસ્ટ છે ગુજરાતના મોંઘેરા સ્થળો

image009..5

જ્યારે કોઇ ટૂરની વાત કરવામાં આવે છે ત્યારે આપણે આપણા દેશને છોડીને અન્ય દેશમાં જવાનું વિચારતા હોઇએ છીએ, આવા સમયે આપણે એ પણ જાણી લેવું જોઇએ કે આપણે જે ખર્ચ ટૂર સમયે ટ્રાન્સપોર્ટેશનમાં કરીએ છીએ તેને બદલે આપણી આસપાસના ખાસ સ્થળોની મુલાકાત પણ લઇ શકાય છે. આપણા દેશમાં પણ એવા કેટલાક સ્થળો છે જેના આપણે ફક્ત નામ જ સાંભળ્યા છે, તેને ક્યારેય જોયા નથી..

અહીં ગુજરાતના એવા કેટલાક સ્થળોની વાત કરવામાં આવી રહી છે જે મોટેરાંઓને શાંતિ આપે છે અને સાથે જ બાળકોના જ્ઞાનમાં વધારો કરે છે. ટૂર એટલે ફક્ત ખર્ચ કરવાની વાત નથી. તેનાથી તમારા જ્ઞાનમાં વધારો થાય છે. આજે અહીં અમદાવાદની મુલાકાત માટેના કેટલાક ખાસ સ્થળોની વાત કરવામાં આવી રહી છે.

લોથલ

ancient-lothal

લોથલ એક એવું સ્થાન છે જ્યાં હડપ્પા સભ્યતાના અવશેષો આજે પણ જોવા મળે છે. લોથલનો અર્થ થાય છે ‘ડેડ માઉન્ડ.’ આ ઉપરાંત આ સ્થળ શહેરની વાસ્તુકલા યોજના અને પરિશુદ્ધતા અંગે એક મહાન અંતરદ્રષ્ટિ પ્રદાન કરે છે. આજે પણ રાજ્યમાં ખંડર તરીકે લોથલ પ્રાચીન સમાજ અને સંરચના, અર્થવ્યવસ્થાને દર્શાવે છે જે ઘણાં વર્ષો પહેલા અહીં વસવાટ કરતા હતા. આ સિવાય અહીં કલા અને શિલ્પ પણ જોવા મળે છે જે અનેકવખત અહીં આવેલા જળપ્રલયથી પ્રભાવિત થઇ છે અને આજે વિરાસત તરીકે ઉભી છે.

ઝૂલતા મિનારા

281042-visit-jhulta-minar......2

ઝૂલતા મિનારા, બે હલતા મિનારાઓની જોડ છે, તેમાંથી એક સિદી બશીદ મસ્જિદની સામે સારંગપુર દરવાજામાં આવેલી છે અને બીજી રાજ બીબી મસ્જિદની સામે અમદાવાદ રેલવે સ્ટેશનની અંદર આવેલી છે. આ જોડાવાળા મિનારાઓની ખાસ વાત એ છે કે એક મિનાર જ્યારે હલે છે ત્યારબાદ બીજી મિનાર પણ હલે છે. સિદી બશીર મસ્જિદની મિનાર ત્રણ માળની છે. જેની બાલ્કનીમાં પત્થર ઉપર સુંદર નકશીકામ કરવામાં આવ્યું છે. એક માન્યતા અનુસાર, ઝૂલતા મિનારાનું નિર્માણ સુલ્તાન અહમદ શાહના નોકર સિદી બશીરે કરાવ્યું છે.

વોટર વર્લ્ડ રિસોર્ટ

Essel-World-Water-Kingdom...3

મહેસાણા હાઇવે પર આવેલા શંકુ વોટર પાર્કમાં તમે અનેક વોટર રાઇડ્સની મજા માણી શકો છો. રજા સિવાયના દિવસોમાં પણ અહીં ખાસ્સી ભીડ જોવા મળે છે. આ સિવાય અહીં સ્વિમિંગ પુલ વિથ વેવ્સ ઉપરાંત ભોજનની પણ સારી સુવિધા જોવા મળે છે. પ્રવાસન દિવસ ઉપરાંત પણ વન ડે પિકનિક માટે આ સ્પોટ બેસ્ટ છે.

કેલિકો મ્યુઝિયમ 

13..4

અમદાવાદના અન્ય જોવાલાયક સ્થળો કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ્સ, એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, એનસી મહેતા આર્ટ ગેલેરી, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ, એસવી પટેલ નેશનલ મેમોરિયલ, શ્રેયસ ફોલ્ક આર્ટ મ્યુઝિયમ, ટ્રાઇબલ મ્યુઝિયમ, સંસ્કાર કેન્દ્ર, હુસૈન દોશીની ગુફા વગેરે.

ગાંધીનગર  

image009..5

ભારતના પ્લાન્ડ સિટીમાં જેની ગણના થાય છે, તે ગાંધીનગર શહેર ગુજરાતનું પાટનગર છે. સાબરમતી નદીના કિનારે વસેલું આ શહેર અહીં આવેલા અક્ષરધામ મંદિરના કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ સિવાય ગાંધીનગરમાં મહાત્મા મંદિર, ઇન્દ્રોડા પાર્ક, સરિતા ઉદ્યાન, બાલોદ્યાન, પુનિત વન, ગિફ્ટ સિટી વગેરે જોવાલાયક છે. ગાંધીનગર જવાના રસ્તામાં સાયન્સ સિટી, ઇસ્કોન મંદિર અને તેનાથી આગળ મહુડી જેવા સ્થળો પણ જોવાલાયક છે.

કાંકરિયા 

Kankaria-Lake-Ahmedabad..6

કાંકરિયા તળાવ એ અમદાવાદ શહેરનું સૌથી મોટું તળાવ છે. આ તળાવ અમદાવાદ શહેરના મણીનગર વિસ્તારમાં આવેલું છે. કાંકરિયા તળાવની મધ્યમાં એક બાગ આવેલો છે જેનું નામ નગીના વાડી છે. કાંકરિયા તળાવ સહેલાણીઓ માટેનું એક આકર્ષણ સ્થળ છે જ્યાં ફરવા અને ખાણીપીણીની ઘણી સુવિધા ઉપલબ્ધ છે. વર્ષના બારે મહિના લોકો સાંજના સમયથી મોડી રાત્રી સુધી અહીં ફરવા જાય છે.

કાંકરિયા તળાવ પ્રાંગણમાં અંબુભાઈ પુરાણી વ્યાયામશાળા, માછલીઘર, પ્રાણી સંગ્રહાલય અને બાલવાટિકા આવેલાં છે. દર વર્ષે ૨૫થી ૩૧ ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલની ઉજવણી કરવામાં આવે છે.

અહીં કાંકરિયા પ્રાણીસંગ્રહાલય ૨૧ એકરમાં ફેલાયેલ છે. જેનું નિર્માણ ૧૯૫૧માં રૂબેન ડેવિડ દ્વારા કરવામાં આવ્યુ હતુ. જેમાં તમે અનેક પ્રાણી-પક્ષીઓ-જળચર પ્રાણીઓને જોવાનો લ્હાવો લઈ શકો છો. તો બાલવાટિકા બાળકોના મનોરંજન માટેનો એક પાર્ક છે જેનું નામ પાછળથી જવાહરલાલ નહેરૂ રાખવામાં આવ્યુ હતુ. કિડ્ઝ સીટીમાં નાના બાળકો માટે રચાયેલું વિશ્વ છે. અટલ એક્સપ્રેસ નામની એક ટ્રેન જેનું નામ ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપાયીનાં નામ પરથી રાખવામાં આવ્યું છે જે કાંકરિયા તળાવ પરિસરમાં બાળકો માટે લંડનથી મંગાવવામાં આવી છે.

હાલમાં આ ટ્રેન તળાવની ફરતે ૪.૫ કિલોમીટરના પથ પર ૧૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ચાલે છે. આ ટ્રેનની સફળતા બાદ સ્વર્ણીમ જ્યંતિ એક્સપ્રેસ નામે બીજી એક ટ્રેન શરૂ કરવામાં આવી છે. તો અમદાવાદ આઇ કાંકરિયા પરિસરના નવીનીકરણ પછી બનાવવામાં આવેલી બલુન રાઈડનું નામ છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,824 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 × 9 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>