રથયાત્રા સ્પેશીયલ:137 વર્ષની ઐતિહાસિક તસવીરો

(ડાબે) 2014ની રથયાત્રા, (જમણે ઉપર) 1969માં ખાન અબ્દુલ ગફાર ખાને રથયાત્રાની મુલાકાત લીધી હતી, (જમણે નીચે) 1958 કાલી રોટી સફેદ દાલના ભંડારામાં ઉમટેલા સાધુ-સંતો

Historical Photos: Rathyatra leaves the 137-year-old Rathyatra

1876માં મહામંડળેશ્વર નૃસિંહદાસજીએ સ્વપ્નમાં સ્વયં ભગવાને આપેલા આદેશને માથે ચડાવીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો એ પછી દર વર્ષે અષાઢી બીજે અમદાવાદમાં જગન્નાથ ભગવાનની રથયાત્રા યોજાતી રહી છે, આટલા વર્ષો પછી આજેય રથયાત્રામાં ભક્તિ અને શ્રદ્ધાનું ઘોડાપૂર યથાવત રહ્યું છે.

લગભગ ચારસો વર્ષ પહેલાં રામાનંદી સંત શ્રી હનુમાનજીદાસજીએ આજના જગન્નાથજીના મંદિરમાં પોતાની ગાદીની સ્થાપના કરી હતી. એમના પછી ગાદીએ આવેલા સારંગદાસજીએ જગન્નાથજી, બળદેવજી અને દેવી સુભદ્રાજીની મૂર્તિઓ મંગાવીને સ્થાપના કરાવી ત્યારથી જ આ મંદિર ‘જગન્નાથજીની મંદિર’ તરીકે જગપ્રસિદ્ધ થયું. એમના પછી બાલમુકુંદદાસજી આવ્યા અને તે પછી નરસિંહદાસજી આવ્યા.નરસિંહદાસજીને સ્વપ્નમાં ભગવાન જગન્નાથજી આવ્યા અને તેમણે રથયાત્રા શરૂ કરી. લોકવાયકાઓ અનુસાર ભરૂચમાં રહેતા ખલાસ કોમના ભક્તોએ પણ રથયાત્રાની પોતાની જવાબદારી સ્વીકારી લીધી. તેમણે તાબડતોબ નરિયેળના ઝાડમાંથી ત્રણે ભગવાનના રથ તૈયાર કરીને અમદાવાદ પહોંચાડી દીધા.

આમ 1876થી શરૂ થયેલી રથયાત્રામાં પરંપરા મુજબ રથ ખેંચવાનું કાર્ય ખલાસ કોમના ભાઇઓ સાચી શ્રદ્ધાથી દર વર્ષે કરે છે. 137 વર્ષ પહેલા શરૂ થયેલી રથયાત્રામાં ઉત્તરોત્તર મોટી થતી ગઇ. શરૂઆતમાં માત્ર સાધુ-સંતો જ રથયાત્રામાં ભાગ લેતા હતા અને તેમનું રસોડું સરસપુરના રણછોડજી મંદિરમાં રાખવામાં આવતું, ભક્તજનોની ભીડ વધતા સરસપુરમાં ઠેર ઠેર રસોડાંઓ ઊભાં કરવામાં આવ્યાં. દર વર્ષે મામેરું પણ અહીંયા જ કરાય છે નરસિંહદાસજી મહારાજે પ્રથમવાર કાઢેલી રથયાત્રા વખતે ભગવાનને બળદગાડામાં બિરાજમાન કરવામાં આવ્યા હતાં. ત્યારથી લઇને આજ સુધીમાં રથયાત્રા ઐતિહાસીકથી મોર્ડન બની ગઇ છે.

હાથીઓનો દબદબો | 1985ના તોફાનો વખતે મંજૂરી નહીં મળતા યાત્રા આડે પોલીસ વાહનો ખડકી દેવાયા હતા પણ  હાથીઓએ વાહનો ફંગોળી યાત્રા આગળ ધપાવી હતી.

Historical Photos: Rathyatra leaves the 137-year-old Rathyatra

1964 અવિરત યાત્રા: આજે જ્વલ્લેજ જોવા મળતી ઘોડાગાડીઓ એક જમાનામાં રથયાત્રાની શાન ગણાતી હતી. 

Historical Photos: Rathyatra leaves the 137-year-old Rathyatra

1996 ખલાસીઓનું સમર્પણ | દરિયાપાર હોય કે દેશદેશાવર, ખલાસીઓ અચૂકપણે અષાઢી બીજે ભગવાનના રથને ગંતવ્ય સ્થાને પહોંચાડવા હાજર થઈ જાય છે.

Historical Photos: Rathyatra leaves the 137-year-old Rathyatra

અતીતની ઝાંખી | રથયાત્રાના વીતેલા દાયકાની અવર્ણિય  તસવીર. આટલા વર્ષો પછી આજેય ભગવાનની નગરચર્યા વખતે ભક્તિ અને શ્રદ્ધાનું ઘોડાપુર યથાવત રહ્યું છે.

Historical Photos: Rathyatra leaves the 137-year-old Rathyatra

1996ની રથયાત્રા

Historical Photos: Rathyatra leaves the 137-year-old Rathyatra

1960ની રથયાત્રા

Historical Photos: Rathyatra leaves the 137-year-old Rathyatra

1994ની રથયાત્રા

Historical Photos: Rathyatra leaves the 137-year-old Rathyatra

1967ની રથયાત્રા

Historical Photos: Rathyatra leaves the 137-year-old Rathyatra

1956ની રથયાત્રા

Historical Photos: Rathyatra leaves the 137-year-old Rathyatraસૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments

3,771 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

9 − 8 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>