ફોર્બ્સે એશિયા પ્રાંત ક્ષેત્રની ટોચની 200 કંપનીઓમાં 11 ભારતીય કંપનીઓને સામેલ કરી છે. ફોર્બ્સ અનુસાર બેસ્ટ અન્ડર અ બિલિયન યાદીમાં એવી કંપનીઓને સામેલ કરવામાં આવી છે જેની વાર્ષિક આવક 50 લાખ ડોલર (31 કરોડ 50 લાક રૂપિયા) થી એક અબજ ડોલર (6300 કરોડ રૂપિયા) છે. સાથે જ કંપનીઓની ચોખ્ખી આવક સકારાત્મક અને ઓછામાં ઓછા એક વર્ષ માટે સાર્વજનિક રીતે કારોબાર કર્યો હોય.
ચીન અનો હોંગકોંગનો દબદબો
આ વર્ષે યાદીમાં ચીન અને હોંગકોંગ (84)ની સાથે સાથે તાઇવાન (36)નો દબદબો રહ્યો છે. એશિયા પ્રશાંત ક્ષેત્રમાં જાહેર ક્ષેત્રની કારોબાર કરનારી ટોચની 200 કંપનીઓમાં 60 ટકા હિસ્સેદારી છે. યાદીમાં 11 કંપનીઓની સાથે ભારત પાંચમા સ્થાન પર છે. જ્યારે દક્ષિણ કોરિયા 17 કંપનીઓની સાથે ચોથા સ્થાન પર છે.
આ છે ભારતીય કંપનીઓ
જે ભારતીય કંપનીઓને ફોર્બ્સની યાદીમાં સામેલ કરવામાં આવી છે તે આ પ્રમાણે છે….
– બાઇક હોસ્પિટિલિટી
– કેપલિન પોઇન્ટ લેબોરેટરીઝ
– સેંટમ ઇલેક્ટ્રોનિક્સ
– કાવેરી સીડ
– કિટેક્સ ગાર્મેન્ટ્સ
– એનજીએલ ફાઇન-કેમ
– ઓર્બિટ એક્સપોર્ટ્સ
– પ્રેમકો ગ્લોબલ
– વકરાંગી
123 નવી કંપનીઓ યાદીમાં સામેલ થઈ
200 કંપનીઓ યાદીમાં 123 ફર્મ નવી છે. આ લઘુ અને મધ્યમ આકારના ક્ષેત્રની ગતિશીલતાને રેખાંકિત કરે છે. યાદીમાં ભારત અને મલેશિયાની બન્નેની 11 કંપનીઓ છે જ્યારે ઓસ્ટ્રેલિયાની નવ કંપનીઓ સામેલ છે. જ્યારે, જાપાનની માત્ર આઠ કંપનીઓને તેમાં સ્થાન મળ્યું છે. પાછલા 15 વર્ષમાં પ્રથમ વખત એવું બન્યું જ્યારે જાપાન ટોચના પાંચ દેશ કરતાં નીચે રહ્યું હોય.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર