એલચીના સ્વાસ્થ્ય લાભ, આપશે ગંભીર બિમારીમાંથી છૂટકારો

એલચીના 8 સ્વાસ્થ્ય લાભ, આપશે ગંભીર બિમારીમાંથી છૂટકારો

એલચી કોઇ પણ ભારતીય પરિવારમાં જોવા મળતા સામાન્ય મસાલાઓમાંથી એક છે. આ મસાલાને મીઠા અને સ્વાદિષ્ટ વ્યંજનોમાં નાખવામાં આવે છે, એટલું જ નહીં પણ તેને એક માઉથ ફ્રેશનર તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. એલચી માં વિટામિન બી, આર્યન અને રિબોફ્લેવિન, વિટામિન સી તથા નિયાસિન જેવા આવશ્યક વિટામિન રહેલા છે. લાલ રક્ત કોશિકાઓ અને સેલ્યુલર મેટાબોલિઝમના ઉત્પાદનમાં વધારે મહત્વની ગણાતી એલચી માં તાંબુ, આર્યન, રિબોફ્લેવિન, વિટામિન સી તથા નિયાસિનની સાથે એનિમિયાથી લડવામાં પણ મદદ કરે છે અને આ સ્થિતિમાં થતાં લક્ષણોમાં પણ રાહત આપે છે. આ સિવાય પણ એલચી સ્વાસ્થ્યમાં લાભપ્રદ છે.

શું તમે ક્યારેય વિચાર્યુ છે કે ભોજન બાદ એલચી એક મુખ્ય ખાદ્ય પદાર્થ કેમ છે? તેનું કારણ છે કે એલચી એક કુદરતી વાયુશમક છે અને તે પાચન સુધારવામાં, પેટના સોજાને ઓછો કરવા, એસિડીટીને દૂર કરવામાં મદદરૂપ થાય છે. એલચી શરીરના ચીકણા પદાર્થોને શાંત કરે છે જેથી તે યોગ્ય રીતે કાર્ય કરી શકે, આનાથી એસિડિટી અને પેટની ખરાબીના લક્ષણોથી રાહત મળે છે. આ સિવાય આયુર્વેદિક ગ્રંથો અનુસાર, આ પેટમાં થતી બળતરા અને વાયુના ગુણોને ઓછા કરે છે જેનાથી તે ભોજનને સરળતાથી પાચન કરે છે.

ટિપ્સઃ

જો તમને અપચાની સમસ્યા છે તો બેથી ત્રણ એલચી , આદુનો નાનો ટુકડો, થોડું લવિંગ અને ધાણાના બીજ લો. તેને યોગ્ય રીતે પીસીને ગરમ પાણી સાથે ખાવ. અપચો, સોજા અને ગેસ માટે ત્વરિત ઉપચાર છે.

મોંઢાની દુર્ગંધ દૂર કરે છે

જો તમારાં મોંઢામાંથી દુર્ગંધ આવે છે અને ઉપચારની દરેક કોશિશ કરી ચૂક્યા છો તો એકવખત એલચી ખાઇ જૂઓ. આ મસાલામાં એન્ટિબેક્ટેરિયલ ગુણ, તામસી સ્વાદ અને એક ભીની મહેક છે. આ સિવાય તે પાચનતંત્રમાં સુધાર લાવે છે – જે દુર્ગંધનું મુખ્ય કારણ છે – આ સમસ્યાના મૂળ કારણોને દૂર કરવામાં ખૂબ પ્રભાવશાળી છે.

ટિપ્સઃ

દરેક વખતે ભોજન બાદ એલચી ખાવાનો આગ્રહ રાખો. આનાથી પાચનતંત્ર મજબૂત બનશે અને ડિટોક્સિફાઇડ કરવા માટે વૈકલ્પિક રૂપથી દરરોજ સવારે એલચી ની ચા પણ પી શકો છો.

એસિડિટીથી છૂટકારો

એલચી માં રહેલા આવશ્યક તેલ એસિડિટીના ઉપચાર માટે મહત્વનું સાબિત થાય છે અને તે તમારાં પેટના મ્યુકોસલ લાઇનિંગને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તમારાં મોંઢામાં આવશ્યક લાળ પેદા કરવા માટે પણ એલચી ફાયદાકારક સાબિત થાય છે. એલચી માં રહેલા તેલ તમારી લાળ ગ્રંથિઓને ઉત્તેજિત કરે છે, જેનાથી તમારું પેટ યોગ્ય રીતે કાર્ય કરે છે. જેના પરિણામે તમારી ભૂખ સુધરે છે અને એસિડિટી ઓછી થાય છે. એલચી માં રહેલા તેલમાં એક ઠંડો સ્વાદ રહેલો હોય છે જે એસિડિટીમાં થતી જલનમાં રાહત આપે છે.

ટિપ્સઃ

નિયમિત રીતે ભોજન બાદ એલચી ચાવવાનો આગ્રહ રાખો. એસિડિટીને દૂર કરવાની આ સૌથી યોગ્ય રીત છે. ઉપરાંત ભોજન લીધા બાદ તરત બેસી ન જાવ, એલચી ખાતા-ખાતા ફરવાનો આગ્રહ રાખો.

શ્વાસની બિમારીઓને ઘટાડવામાં સહાયક

એલચી તમારાં ફેફસામાં બ્લડ સર્ક્યુલેશન વધારીને શ્વાસ સંબંધિત સમસ્યાઓ જેમ કે, અસ્થમા, ખાંસી અને શરદી વગેરેથી રાહત અપાવે છે. આર્યુવેદમાં એલચી ને એક ગરમ મસાલો ગણાવામાં આવ્યો છે. જે શરીરને અંદરથી ગરમી આપે છે અને કફને બહાર કાઢી તેને ફરીથી છાતીમાં જામ થવા દેતી નથી.

ટિપ્સઃ

ખાંસી અથવા છાતીમાં કફ જમા થઇ જવાના લક્ષણોથી રાહત મેળવવા માટે એલચી સૌથી પ્રાકૃતિક ઉપચાર છે. આ સમસ્યામાંથી બહાર નિકળવા માટે તમે ગરમ પાણીની વરાળ વેતી વખતે એલચી ના આવશ્યક તેલના થોડાં ટીંપા નાખો.

એલચીના 8 સ્વાસ્થ્ય લાભ, આપશે ગંભીર બિમારીમાંથી છૂટકારોહૃદય રેટને નિયમિત કરે છે

પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ખનીજોથી ભરપૂર એલચી આવશ્યક ઇલેક્ટ્રોલાઇટ્સ માટે એક સોનાની ખાણ છે. પોટેશિયમ તમારાં રક્તસંચાર, શરીરના તરલ પદાર્થ અને કોશિકાઓનું એક મુખ્ય તત્વ છે. આ આવશ્યક ખનિજોની પ્રચૂર માત્રામાં આપૂર્તિ કરવા માટે એલચી તમારાં હૃદયના ધબકારાને નિયમિત કરવામાં મદદ કરે છે અને બ્લકસર્ક્યુલેશનને નિયંત્રિત રાખે છે.

ટિપ્સઃ

તમારાં હૃદયના સ્વાસ્થ્ય લાભ માટે તમારાં દૈનિક ભોજનમાં એલચી ને શામેલ કરો અથવા માત્ર એલચી વાળી ચા પીતા રહો.

એનિમિયાથી સુરક્ષા

તાંબુ, આર્યન અને રિબોફ્લેવિન, વિટામિન સી તથા નિયાસિન જેવા આવશ્યક ઘટકો એલચી માં રહેલા છે. લાલ રક્ત કોશિકાઓ અને સેલ્યુલર મેટાબોલિઝમના ઉત્પાદનમાં અત્યાધિક મહત્વ માટે પ્રચલિત તાંબુ, આર્યન, રિબોફ્લેવિન, વિટામિન સી તથા નિયાસિન સાથે એનિમિયાથી લડવામાં મદદ કરે છે.

ટિપ્સઃ

એક ગ્લાસ ગરમ દૂધમાં એક અથવા બે ચપટી એલચી પાવડર અને હળદર મેળવો. જો તમે ઇચ્છો તો સ્વાદ માટે ખાંડ મેળવી શકો છો. એનિમિયાના લક્ષણો અને કમજોરીથી રાહત મેળવવા માટે દરરોજ રાત્રે પીવો.

શરીરને ડીટોક્સિફાઇડ અને મુક્ત કણોથી લડવું

એલચી ખનિજ મેંગનિઝનો એક પ્રમુખ સ્ત્રોત છે. મેંગનિઝ આ એન્ઝાઇમના ઉત્પાદન માટે મહત્વપૂર્ણ છે જે મુક્ત કણોને સમાપ્ત અને નષ્ટ કરે છે. આ સિવાય, એલચી માં વધારે મજબૂત ડીટોક્સિફાઇડ કરવાના ગુણ હોય છે, જે શરીરને સાફ રાખે છે અને કેન્સર જેવી બિમારીઓથી બચાવે છે.

ટિપ્સઃ

તમારાં શરીરને ડિટોક્સિફાઇડ કરવા માટે આ આર્યુર્વેદિક ડીટોક્સ આહારનો ઉપયોગ કરો. વિકલ્પ તરીકે તમે એલચી ના વધારે લાભ મેળવવા માટે તમે દૈનિક આહાર અને ચામાં પણ નાખી શકો છો.

Comments

comments


5,420 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 + = 11