એપ્પલે યૂઝર્સ માટે લૉન્ચ કર્યું એપ્પલ મ્યૂઝીક

Comes Apple launched for Apple users, the first three months free

એપ્પલે પોતાની પહેલી મ્યૂઝીક સ્ટ્રીમિંગ સર્વિસને લૉન્ચ કરી દીધી છે. કંપનીએ આ મ્યૂઝીક સ્ટ્રીમિંગ સર્વિસને અમેરિકા અને ભારત સહિત 100 દેશોમાં લૉન્ચ કરી છે. આઇફોન, આઇપેડ અને આઇપૉડ ટચ યૂઝર્સ તેનો ઉપયોગ કરી શકે છે. કંપની આ મ્યૂઝીક સ્ટ્રીમિંગ સર્વિસની સાથે 24/7 ફ્રી રેડિયો સર્વિસ પણ આપશે. આ રેડિયો સર્વિસને ‘બીટ્સ 1’ (Beats 1) નામ અપાયું છે. યૂઝર્સ તેને એપ્પલના એપ સ્ટોર iTune પરથી તેને ડાઉનલોડ કરી શકે છે. આપણે બતાવી દઇએ કે એપ્પ્લના સ્ટ્રીમિંગ એપને ડાઉનલોડ કરવા માટે 8.4વાળી iOS હોવી જરૂરી છે.

તમને કહી દઇએ કે એપ્પલે સન ફ્રાન્સિસ્કોમાં 9થી 13 જૂન સુધી ચાલેલી પોતાની વાર્ષિક વર્લ્ડવાઇડ ડેવલોપર્સ કોન્ફર્ન્સ 2015 (WWDC)માં પોતાની મ્યૂઝીક સ્ટ્રીંમિં સિસ્ટમની જાહેરાત કરી હતી.

પહેલો મહિનો ફ્રીમાં વાપરો

Comes Apple launched for Apple users, the first three months free

એપલ યૂઝર્સ પહેલા ત્રણ મહિના આ સર્વિસનો ફ્રીમાં ઉપોયગ કરી શકે છે. ત્યારબાદ કંપની દ્વારા નક્કી કરેલી કિંમત ચૂકવી પડશે. આપણે કહી દઇએ કે ભારતીય યૂઝર્સમાં માટે દર મહિને 120 રૂપિયા અને ફેમિલી પ્લાન માટે 190 રૂપિયા ચૂકવવા પડશે. તો અમેરિકામાં તેની કિંમત 9.99 ડૉલર (637 રૂપિયા) ઇન્ડિવ્યૂડલ અને ફેમિલી માટે 14.99 ડૉલર (918 રૂપિયા) ચૂકવવા પડશે.

કંપનીનું કહેવું છે કે, આ સર્વિસ પુરેપુરી મ્યૂઝીક અને મ્યૂઝીક કલ્ચર પર આધારિત છે. એપ્પલ મ્યૂઝીક કેટલોગમાં 3 કરોડ ગીતોનો સમાવેશ કરાયો છે. યૂઝર્સ તેમાનથી તેના મનપસંદ ગીતોને સાંભળી શકે છે. તેમાં ફોર યૂ (For You)નામથી એક સેક્શન હશે. આ સેક્શનમાં નવા રિલીઝ થયેલા સોન્ગ હશે. જેના કારણે યૂઝર્સને ટ્રેન્ડીંગ સોન્ગ શોધવામાં તકલીફ નહી પડે.

કંપનીના અનુસાર આ એપને ડાઉનલોડ કર્યા બાદ યુઝર્સને અન્ય કોઇ મ્યૂઝીક એપ્સ કે વેબસાઇટ પર જવું નહી પડે. આ સર્વિસમાં યૂઝર્સને બધુ એકસાથે જ મળશે. આ યૂઝર્સને સ્ટ્રીમિંગની સુવિધા આપશે. સાથે સાથે દુનિયાભરના એપ્પલ યૂઝર્સ 24 કલાક બ્રોડકાસ્ટ કરાયેલો રેડિયોનો પણ આનંદ લઇ શકશે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,446 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − 3 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>