એપલનો નવો iPhone 6Sના ફીચર્સ થયા લીક

Apple's new iPhone 6S, leaked photos, will have to know what Features

એપલે આઇફોન 6Sને લૉન્ચ કરવાની તૈયારી કરી છે તેવા સમયે જ ફોનના ફિચર્સ લીક થવા માંડ્યા છે. વેબસાઇટ 9to5mac.comએ iPhone 6Sના ફોટાઓ અને ડિઝાઇનને લીક કરી છે. રિપોર્ટ પ્રમાણે iPhone 6S લુક્સના મામલે iPhone 6 અને iPhone 6પ્લસ જેવો જ હશે. પણ કંપનીએ તેમાં ઇન્ટરનલ થોડા ચેન્જીસ કર્યા છે.

રિપોર્ટનો દાવો છે કે એપલ સાથે જોડાયેલા એક સોર્સે હવેના આઇફોન સાથે જોડાયેલી કેટલીક ઇન્ફર્મેશન અને ફોટાઓ શેર કર્યા છે. પણ સોર્સે હવેના આઇફોનનું નામ શું છે તેનો ખુલાસો કર્યો નથી. એટલે કહી શકાતુ નથી કે આ ફોનને કંપની આઇફોન 6S નામથી કે પછી આઇફોન 7ના નામથી માર્કેટમાં લૉન્ચ કરશે.

હવેના આઇફોનમાં હોઇ શકે છે આ ખાસ વાતો

* વેબસાઇટ 9to5macના રિપોર્ટ પ્રમાણે આઇફોન ગ્રે કલરનો હશે. તેનું બૉડી ડાયમેન્શન આઇફોન 6 જેવું જ હશે.

* રિપોર્ટમાં કહેવાયું છે કે, આઇફોન 6Sની ફ્રેમમાં થોડોક ફેરફાર કરાયો છે. તેના લૉજિક બોર્ડની પોઝીશનિંગ બદલી છે.

* સેન્સર સ્પીકર અને માઇક્રોફોનની જગ્યાને બદલવામાં નથી આવી. પણ કંપનીએ તેને પોતાના બીજા ફોનની જેમ તે જ જગ્યાએ મુકી છે.

* તમને કહી દઇએ કે થોડા દિવસ પહેલ સમાચાર હતા કે હવેના મૉડલમાં હોમ બટન નહીં હોય. પણ એવું નથી કંપની બાકીના ફોનની જેમ આ ફોનમાં પણ હોમ બટન આપી રહી છે.

Apple's new iPhone 6S, leaked photos, will have to know what Features

Apple's new iPhone 6S, leaked photos, will have to know what Features

Apple's new iPhone 6S, leaked photos, will have to know what Features સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


3,964 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − 2 =